બ્રેકિંગ ન્યુઝ
VTV / Indiscriminate firing on 3 people, including TMC leader, in West Bengal
Last Updated: 12:05 PM, 7 July 2022
ADVERTISEMENT
પશ્ચિમ બંગાળમાં ફરી એકવાર હત્યાની ઘટના સામે આવી છે. વિગતો મુજબ તૃણમૂલ કોંગ્રેસના નેતા સહિત 3 લોકોની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. આ ઘટના દક્ષિણ 24 પરગણા જિલ્લાની છે. અહીં અજાણ્યા લોકોએ ટીએમસી નેતા સ્વપન માઝી અને તેના બે સહયોગીઓ પર બાઇક પર ગોળીબાર કર્યો હતો. ત્રણેયના ઘટનાસ્થળે જ મોત થયા હતા. આ તરફ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસે સ્થળ પર પહોંચી આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.
પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણા જિલ્લામાં તૃણમૂલ કોંગ્રેસના નેતા સહિત 3 લોકોની હત્યાથી પંથકમાં હડકંપ મચી ગયો છે. પ્રાથમિક વિગતો મુજબ અજાણ્યા લોકોએ ટીએમસી નેતા સ્વપન માઝી અને તેના બે સહયોગીઓ પર બાઇક પર ગોળીબાર કર્યો હતો. જૉકી આ ગોળીબારની ઘટનામાં ત્રણેયના સ્થળ પર જ મોત થયા હતા.
ADVERTISEMENT
ટીએમસી નેતા બે સાથીઓ સાથે બાઇક પર જતાં હતા અને થયો ગોળીબાર
વિગતો મુજબ દક્ષિણ 24 પરગણા જિલ્લાના કેનિંગમાં ટીએમસી નેતા સ્વપન માઝી પોતાના બે સાથીઓ સાથે બાઇક પર ક્યાંક જઈ રહ્યા હતા. ત્યારે કેટલાક લોકોએ બાઇક રોકીને ત્રણેય પર અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. ત્યારબાદ હુમલાખોરો ભાગી ગયા હતા. પોલીસને સ્થળ પરથી ખાલી ગોળીઓ અને બોમ્બ મળી આવ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.