'India's Success, China's Failure': Biden Praises PM Over Covid Handling
ટોક્યો /
US રાષ્ટ્રપતિ બાયડને કર્યાં પીએમ મોદીના વખાણ કહ્યું- ભારતે શાનદાર રીતે પાર પાડ્યું કોરોના સંકટ
Team VTV03:06 PM, 24 May 22
| Updated: 03:08 PM, 24 May 22
ક્વોડ સંમેલનમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડને પ્રધાનમંત્રી મોદીના વખાણ કરતા કહ્યું કે પીએમ મોદીની આગેવાનીમાં ભારતે કોરોના સંકટ સારી રીતે હેન્ડલ કર્યું છે.
અમેરિકી રાષ્ટ્રપતિ બાયડને કર્યાં પીએમ મોદીના વખાણ
પીએમ મોદીની આગેવાનીમાં ભારતે કોરોના સંકટ સારી રીતે હેન્ડલ કર્યું
કોરોના મહામારી નાથવા ચીન નિષ્ફળ રહ્યું
પ્રધાનમંત્રી મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડન વચ્ચે મંગળવારે ટોક્યોમાં મુલાકાત થઈ હતી. આ દરમિયાન, બંને નેતાઓએ દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા કરી હતી, જે દરમિયાન બાયડને કોરોના મહામારીને સફળતાપૂર્વક સંભાળવા બદલ પીએમ મોદીની પ્રશંસા કરી હતી અને કોવિડ -19 ચેપને રોકવામાં નિષ્ફળ રહેવા બદલ ચીનની પણ ટીકા કરી હતી. તેમણે કહ્યું કે હવે લડત લોકશાહી વિરુદ્ધ નિરંકુશ શાસન વચ્ચે છે.
Biden hails PM Modi's pandemic response, hits out at China
ભારતના વખાણ અને ચીનની ટીકા કરી બાયડને
અમેરિકી રાષ્ટ્રપતિ બાયડને ભારતના વખાણ કરીને ચીનની ટીકા કરી હતી. તેમણે કહ્યું કે કોરોના મહામારીમાં ભારતે ઘણું સારુ કામ કર્યું હતું અને ચીન કોરોના મહામારીને રોકવામાં નિષ્ફળ રહ્યું છે.
બાયડને રશિયા અને ચીનને આપખુદ ગણાવીને ભારતના વખાણ કર્યા
ન્યૂઝ એજન્સી એએનઆઈના એક અહેવાલ મુજબ જો બાયડને રશિયા અને ચીનને આપખુદ ગણાવીને ભારતના વખાણ કર્યા હતા. ક્વાડ બેઠક દરમિયાન અમેરિકાએ યુક્રેન યુદ્ધનો પણ ઉલ્લેખ કર્યો હતો અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની ટીકા કરી હતી. બાયડને કહ્યું કે પીએમ મોદી, આપણે સાથે મળીને ઘણું બધું કરી શકીએ છીએ અને કરીશું. હું અમેરિકા-ભારતની ભાગીદારીને પૃથ્વી પર સૌથી ઊંડી બનાવવા માટે પ્રતિબદ્ધ છું."
પીએમ મોદીએ કહ્યું કે, ભારત અને અમેરિકા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી
આ પ્રસંગે પીએમ મોદીએ કહ્યું કે ખરા અર્થમાં વિશ્વાસની ભાગીદારી છે. ઘણાં ક્ષેત્રોમાં આપણા સામાન્ય હિતોએ વિશ્વાસના આ સંબંધને મજબૂત કર્યો છે. અમારી વચ્ચે વેપાર અને રોકાણ પણ સતત વિસ્તરી રહ્યું છે. જો કે, આ અમારી શક્તિથી ઘણી ઓછી છે." મોદીએ કહ્યું, "મને વિશ્વાસ છે કે અમારી વચ્ચે 'ભારત-યુએસએ રોકાણ પ્રોત્સાહન સમજૂતી' રોકાણની દિશામાં મજબૂત પ્રગતિ જોશે. અમે ટેકનોલોજીના ક્ષેત્રમાં અમારા દ્વિપક્ષીય સહકારને વધારી રહ્યા છીએ અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ સંકલન કરી રહ્યા છીએ. આ પહેલા પીએમ મોદીએ ક્વાડની બેઠકમાં કહ્યું હતું કે, ટૂંકા ગાળામાં સભ્ય દેશોએ આખી દુનિયામાં પોતાની ઓળખ બનાવી લીધી છે. તેમણે કહ્યું હતું કે, ક્વાડ દેશો વચ્ચે પારસ્પરિક વિશ્વાસ અને દ્રઢતા લોકતાંત્રિક દળોને નવી ઊર્જા પ્રદાન કરવાની સાથે સર્વસમાવેશક ઇન્ડો-પેસિફિક પ્રદેશની સ્થાપનાને પણ આગળ વધારી રહી છે.