વર્લ્ડ ઈકોનોમિક ફોરમના રિપોર્ટમાં જણાવાયું છે કે ભારતના લોકોનો મોદી સરકારમાં વિશ્વાસ વધી રહ્યો છે પરંતુ મીડિયા પરથી ઘટી રહ્યો છે.
વર્લ્ડ ઈકોનોમિક ફોરમના રિપોર્ટના દાવાથી મોદી સરકારને મળી રાહત
લોકોનો મોદી સરકારમાં વધી રહ્યો છે વિશ્વાસ
પરંતુ મીડિયા પરથી લોકોનો ઉઠી રહ્યો છે વિશ્વાસ
વર્લ્ડ ઈકોનોમિક ફોરમના રિપોર્ટમાં કરાયેલા દાવાથી મોદી સરકારને એક મોટી રાહત મળી છે. કેન્દ્ર સરકાર પર ભારતીયોનો વિશ્વાસ નોંધપાત્ર રીતે વધ્યો છે પરંતુ મીડિયા અને બિનસરકારી સંગઠનો પર તેમનો વિશ્વાસ ઘટતો જોવા મળ્યો છે. એક સર્વેમાં આ વાતનો ખુલાસો થયો છે. સરકાર દ્વારા લેવામાં આવી રહેલા પગલાં અને પ્રયાસોને જોતા ભારતીયોનો વિશ્વાસ સરકાર પ્રત્યે ઘણો વધી રહ્યો છે.
વર્લ્ડ ઈકોનોમિક ફોરમના રિપોર્ટમાં સામે આવી જાણકારી
વર્લ્ડ ઈકોનોમિક ફોરમ (ડબલ્યુઇએફ)ની વાર્ષિક બેઠક દરમિયાન બહાર પાડવામાં આવેલા વાર્ષિક 'એડલમેન ટ્રસ્ટ બેરોમીટર' સંશોધન અનુસાર, સરકારી, વેપાર, બિન-સરકારી સંસ્થાઓ અને મીડિયામાં સરેરાશ 73 ટકા વિશ્વાસ સાથે ભારત ઇન્ડેક્સમાં ચોથા સ્થાને યથાવત્ છે.
27 દેશોમાં ચીન ટોપ પર
આ લિસ્ટમાં 27 દેશો શામેલ છે, જેમાંથી ચીન પહેલા સ્થાન પર યથાવત છે. તે પછી ઇન્ડોનેશિયા અને સંયુક્ત આરબ અમીરાત (યુએઇ)નો નંબર આવે છે. આ ઉપરાંત જો દક્ષિણ કોરિયાની વાત કરીએ તો આ લિસ્ટમાં જાપાનને પાછળ છોડી દીધું છે.
8 દેશોએ વેપાર-વાણિજ્યમાં વિશ્વાસ વધાર્યો
આ યાદી અનુસાર 15 દેશોમાં લોકોનો બિઝનેસ પર વિશ્વાસ ઘટ્યો છે. સાથે જ ભારત સહિત 8 દેશોમાં તેમાં ઘણો સુધારો જોવા મળ્યો છે. રિપોર્ટથી મળેલી જાણકારી અનુસાર ભારત એ 11 દેશોમાંથી એક છે, જેમની પર સરકાર પર વિશ્વાસ વધી રહ્યો છે.
32 હજારથી વધુ લોકોએ ભાગ લીધો
બીજી તરફ 17 દેશો અને ભારત સહિત 16 દેશોમાં બિનસરકારી સંગઠનો પર લોકોનો વિશ્વાસ ઘટ્યો છે. 23માં વાર્ષિક સર્વેમાં વિશ્વભરના 32,000થી વધુ સહભાગીઓએ ભાગ લીધો હતો.