બજાર / ઐતિહાસિક ઘટાડા બાદ આજે ફરી રેડ ઝોન પર ખુલ્યું શેરબજાર, યસ બેંકના શેરમાં ઉછાળો

indian share market red zone

સોમવારે શેરબજારમાં જોવા મળેલ ઐતિહાસિક ઘટાડા બાદ આજરોજ શેરબજાર રેડ ઝોનમાં ખુલ્યું હતું. બોમ્બે સ્ટોક એક્સચેંજનો પ્રમુખ ઇંડેક્સ સેન્સેક્સ 226.91 એટલે કે 0.64 ટકા ઘટાડા બાદ 35,408.04 સ્તર પર ખૂલેલો જોવા મળ્યો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેંજનો પ્રમુખ નિફ્ટી 68.95 પોઇન્ટ એટલે કે 0.66 ટકાના ઘટાડા સાથે 10,382.50ના સ્તર પર ખુલેલો જોવા મળ્યો. કોરોના વાયરસના ડરના કારણે આ ઘટાડો જોવા મળી રહ્યો છે. ગઇકાલે મંગળવારના રોજ ધૂળેટીના તહેવારને લઇને માર્કેટ બંધ હતું. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ