બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / indian restaurant in bahrain prevents woman from entering hijab hotel closed manager in custody

શરમજનક / હવે આ દેશમાં ઉઠ્યો હિજાબ વિવાદ: હિજાબ પહેરેલી મહિલાને એન્ટ્રી ન આપી, સરકારે રેસ્ટોરંટને તાળા મારી દીધા

Pravin

Last Updated: 12:59 PM, 28 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બહરીનમાં એક ભારતીય રેસ્ટોરંટમાં હિજાબ પહેરેલી મહિલાને પ્રેવશ ન આપતા હોબાળો મચી ગયો હતો. સરકારે આ હોટલને તાળા મારી દીધા છે. તથા મેનેજરની ધરપકડ કરવામાં આવી છે.

  • બહરીનમાં એક રેસ્ટોરંટની મોટી ભૂલ
  • હિજાબ પહેરેલી મહિલાને એન્ટ્રી ન આપી
  • સરકારે રેસ્ટોરંટને તાળા મારી દીધા

બહેરીનમાં એક લોકપ્રિય ભારતીય રેસ્ટોરંટને સત્તાવાર રીતે બંધ કરી દેવામાં આવી છે. કારણ કે, હિજાબમાં આવતી મહિલાને કથિત રીતે આ રેસ્ટોરંટમાં પ્રવેશ આપવામાં આવતો નહોતો. બહરીન પર્યટન અને પ્રદર્શની અથોરિટીએ કહ્યું કે, તે આ મુદ્દાની તપાસ કરી રહ્યા છે. આ ઘટાનાનો એક વીડિયો વાયરલ થયા બાદ સામે આવી હતી. જેમાં જોવા મળ્યું હતું કે, રેસ્ટોરંટના કર્મચારીઓમાંથી એકે એક મહિલાને રેસ્ટોરંટમાં પ્રવેશ કરતા રોકી હતી.

મેનેજરની ધરપકડ થઈ

પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ કો,  બહરીનના અધિકારીઓએ જણાવ્યું હતું કે, તેમણે મેનેજરની ધરપકડ કરી લીધી છે અને નસ્લવાદ વિરુદ્ધ બહરીનના કાયદા અંતર્ગત તપાસ શરૂ થઈ રહી છે. આ વીડિયો પોસ્ટ તે મહિલાની દોસ્ત મરિયમ નાઝીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. જેમને બહરીનની રાજધાની મનામાના અદલિયા વિસ્તારમાં આવેલી રેસ્ટોરંટમાં પ્રવેશ કરતા રોકવામાં આવ્યા હતા.

કાયદાનું પાલન નહીં કરનારાને ચેતવણી

બહરીનના અધિકારીઓએ તમામ પર્યટન આઉટલેસને કાયદાનું ઉલ્લંઘન કરનારી નીતિઓ લાગૂ કરવાથી બચવાની સલાહ આપી છે. એક નિવેદનમાં જણાવામા આવ્યું છે કે, અમે એવા તમામ કામોનો અસ્વિકાર કરીએ છીએ, જે લોકોની સાથે ભેદભાવ કરે છે. ખાસ કરીને તેમની રાષ્ટ્રીય ઓળખાણ વિશે. નિવેદનમાં કહેવાયું છે કે, આ પગલું 1986ના ડિક્રી કાયદા નંબર 15નું પાલન કરતા ઉઠાવામાં આવ્યું છે. જે રેસ્ટોરંટ અને હોટલ સહિત પર્યટન આઉટલેટને કંટ્રોલ કરે છે. 

રેસ્ટોરંટની શાન ઠેકાણે આવી, માફી માગી

આ તમામની વચ્ચે રેસ્ટોરંટ મેનેજમેન્ટે ભૂલ માટે માફી માગતા એક ઈંસ્ટાગ્રામ પોસ્ટ નાખી હતી અને સદ્ભાવના તરીકે 29 માર્ચે ગ્રાહકોને ખાવા માટે નિમંત્રણ આપ્યું છે. રેસ્ટોરંટે કહ્યું કે, અમે 35 વર્ષથી વધારે સમયથી આ શાનદાર દેશમાં રહેનારા તમામ રાષ્ટ્રીયતા સાથે અમે ગ્રાહકોની સેવા કરીએ છીએ. અમારૂ રેસ્ટોરંટ સૌ કોઈને આવવા અને પોતાના પરિવાર સાથે આનંદ લેવા તથા ઘર જેવા માહોલનો અહેસાસ કરવાની જગ્યા છે. આ ઘટનામાં એક મેનેજરની ભૂલ છે, જેને સસ્પેન્ડ કરી દેવામા આવ્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ