ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)એ સીઝન 2018 માટે સોમવારે પોતાનું એન્થમ (થીમ સોંગ) લોન્ચ કરી દીધું છે. આ ફિલ્મ 'નયા દૌર'નું જાણીતું ગીત યે દેશ હૈ વીર જવાનો કા અલબેલો કા મસ્તાનો કા’ની થીમ પર બનાવાયું છે. આ એન્થમ ‘યે ખેલ હૈ શેર જવાનો કા’ લાઈનથી શરૂ થાય છે.
IPLના આ થીમ સોંગને પાંચ ભાષાઓમાં રિલીઝ કરવામાં આવિયુ છે. જેમાં હિન્દી તમિલ બંગાળી કન્નડ અને તેલુગૂ શામેલ છે. ટેલિવિઝન રેડિયો અને ડિજિટલ મીડિયા પર તેનું ખૂબ જ પ્રમોશન કરવામાં આવી રહ્યુ છે. IPLની પહેલી મેચ 7 એપ્રિલના વર્તમાન ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નઈ સુપરકિંગ્સની વચ્ચે રમાશે.
આ એન્થમને BCCI અને સ્ટાર ઈન્ડિયાએ મળીને બનાવ્યું છે. ગીતનું નામ ‘બેસ્ટ બનામ બેસ્ટ’ રખાયું છે. તેમાં એ જણાવવાનો પ્રયાસ કરાયો છે કે આ ટૂર્નામેન્ટમાં બેસ્ટ ટીમો જ એકબીજાની સામે રમે છે. ગીતને બનાવવામાં સાઉથ આફ્રિકાના ફિલ્મ મેકર ડેન મેસ મ્યૂઝિક ડાયરેક્ટર રાજીવ ભલ્લાએ સાથ આપ્યો છે. ગીતને પાંચ ભાષામાં સિદ્ધાર્થ બુસરે ગાયું છે.
BCCIના મુખ્ય કાર્યકારી અધિકાર રાહુલ જૌહરીએ કહ્યુ કે IPLમાં ઘણો રોમાંચ છે જ્યાં સ્ટેડિયમ ખચાખચ ભરેલા રહે છે અને સર્વશ્રેષ્ઠ પ્રતિભા આ ટૂર્નામેન્ટમાં સામ-સામે હોય છે. બેસ્ટ બનામ બેસ્ટ એ ભાવનાને પ્રદર્શિત કરે છે જે આ ખેલ સાથે જોડાયેલી છે.’