ચેતેશ્વર પૂજારા જ્યારે પણ ક્રીઝ પર આવે છે. તેમની બેટીંગ જોઈને તેના પ્રશંસકોનો મૂડ મરી જાય છે. ચેતેશ્વર પૂજારા જરૂરિયાત કરતા વધુ સુરક્ષિત બનીને રમે છે, જેના કારણે ઘણી વખત ભારતીય ટીમને નુકસાન ઉઠાવવુ પડે છે. પૂજારા છેલ્લાં લાંબા સમયથી નબળા પર્ફોમન્સથી ઝઝૂમી રહ્યાં છે.
ટેસ્ટ મેચમાં ચેતેશ્વર પૂજારાનું નબળુ પર્ફોમન્સ
દ.આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં આ બે ખેલાડીઓ લેશે પૂજારાનું સ્થાન?
જેમાં એક ખેલાડીએ ન્યુઝીલેન્ડ સામે ગત મહિને ટેસ્ટમાં ડેબ્યુ કર્યુ હતુ
કોણ લેશે ટેસ્ટ મેચમાં પૂજારાનું સ્થાન?
પૂજારાની ધીમી બેટીંગના કારણે તેઓ ટીમ ઈન્ડિયાના પ્લેઈંગ ઈવેલનમાં બંધબેસતા નથી. પૂજારાએ અત્યાર સુધી જે રીતે બેટીંગ કરી છે, તેના પર સવાલ ઉઠી રહ્યાં છે. પૂજારા ખરાબ બોલમાં પણ રન બનાવવાની તક ગુમાવતા હોય છે. તો આવો કયા એવા બે ખેલાડી છે, જે દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં પૂજારાનું સ્થાન લઇ શકે છે.
હનુમા વિહાર
હનુમા વિહારીનો રેકોર્ડ જોઈએ તો તેમને નંબર ત્રણ પર ચેતેશ્વર પૂજારાની જગ્યાએ પ્રબળ દાવેદાર મનાઈ રહ્યાં છે. ભારતીય ટીમના વિશ્વાસપાત્ર બેટ્સમેન હનુમા વિહારી અવાર-નવાર પ્લેઈંગ ઈલેવનમાંથી ઈન-આઉટ થતા રહે છે. ભારતીય ટીમ ચેતેશ્વર પૂજારાની જગ્યાએ હનુમા વિહારીને ત્રણ નંબરે તક આપી શકે છે. 27 વર્ષના હનુમા વિહારીએ 12 ટેસ્ટ મેચોમાં 32.84ની સરેરાશથી 624 રન બનાવ્યાં છે.
શ્રેયસ ઐયર
સાઉથ આફ્રિકા સામેની 3 ટેસ્ટ મેચોની શ્રેણી માટે શ્રેયસ ઐયરનો ટેસ્ટ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. પૂજારાની ફ્લોપ બેટીંગને કારણે શ્રેયસ ઐયર પર પસંદગીનો કળશ ઢોળાઈ શકે છે. શ્રેયસ ઐયરે ન્યુઝીલેન્ડ સામે ગત મહિને ટેસ્ટમાં ડેબ્યુ કર્યુ હતુ. શ્રેયસ ઐયરે પોતાની ડેબ્યુ મેચમાં ધમાકેદાર સદી ફટકારી તેને યાદગાર બનાવી હતી. પસંદગીકારોએ શ્રેયસ ઐયરને ટેસ્ટ ટીમમાં સામેલ કરી ચેતેશ્વર પૂજારાની જગ્યાએ દાવેદારી પાક્કી કરવાની દિશામાં મજબુત પગલુ ઉઠાવ્યું છે.