બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / સ્પોર્ટસ / Cricket / india vs england 1st t20i playing dream 11 prediction captain vice captain player

T-20 / આજે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાશે પહેલી ટી-20, છેલ્લા પાંચ વર્ષમાં એકપણ સીરિઝ નથી હારી ટીમ ઈન્ડિયા

Premal

Last Updated: 04:13 PM, 7 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય ટીમે અત્યાર સુધી ઈંગ્લેન્ડમાં બે અથવા તેનાથી વધુ મેચની ચાર ટી-20 શ્રેણી રમી છે. જેમાંથી ભારતીય ટીમને એક પણ શ્રેણીમાં પરાજય મળ્યો નથી. ત્રણમાં તેને જીત અને એક સીરીઝ ડ્રો રહી છે.

  • ઈંગ્લેન્ડ સામે ભારતીય ટીમનો રેકોર્ડ પ્રભાવશાળી
  • ઈંગ્લેન્ડમાં ચાર ટી-20 શ્રેણી રમાઈ
  • ભારતીય ટીમને એક પણ શ્રેણીમાં પરાજય મળ્યો નથી

ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે આજથી ટી-20 શ્રેણીની શરૂઆત

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ગુરૂવારથી ત્રણ મેચની ટી-20 શ્રેણીની શરૂઆત થઇ રહી છે. પહેલી મેચ સાઉથેમ્પટનમાં ભારતીય સમય મુજબ રાત્રે 10.30 વાગ્યે શરૂ થશે. એજબેસ્ટન ટેસ્ટમાં હાર બાદ ભારતીય ટીમ ટી-20માં સકારાત્મક શરૂઆત કરવા વિચારશે. નિયમિત કેપ્ટન રોહિત શર્માની વાપસીથી ભારતીય ટીમ મજબૂત થઇ છે. 

સિનિયર ખેલાડીઓ બીજી ટી-20 મેચમાં ટીમની સાથે જોડાશે

જો કે, વિરાટ કોહલી, જસપ્રીત બુમરાહ, રવિન્દ્ર જાડેજા, શ્રેયસ ઐયર અને રિષભ પંત સહિત ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ ટીમમાં સામેલ રહેલા ક્રિકેટર બીજી ટી-20 મેચમાં ટીમની સાથે જોડાશે. પહેલી ટી-20માં મોટાભાગના ખેલાડી એવા છે, જે આયરલેન્ડ પ્રવાસ વખતે ભારતીય ટીમમાં હતા. એવામાં રોહિત શર્માની સામે યોગ્ય પ્લેઈંગ-11 પસંદ કરવાનો પડકાર હશે. 

સિનિયર ખેલાડીઓ ઉપસ્થિત નહીં રહે

ઘણા સિનિયર ખેલાડીઓની ગેરહાજરીમાં ઋતુરાજ ગાયકવાડ અને સંજુ સેમસન જેવા ખેલાડીઓને ઓસ્ટ્રેલિયામાં યોજાનારા ટી-20 વિશ્વ કપની ટીમ માટે પોતાની ક્ષમતા સાબિત કરવાની વધુ એક તક મળશે. 

આંકડામાં ભારત-ઈંગ્લેન્ડ ટી-20 શ્રેણી 

ભારતીય ટીમે અત્યાર સુધી ઈંગ્લેન્ડમાં બે અથવા તેનાથી વધુ મેચની ચાર ટી-20 શ્રેણી રમી છે. જેમાંથી ભારતીય ટીમને એક પણ શ્રેણીમાં હાર મળી નથી. ત્રણમાંથી તેને જીત અને એક શ્રેણી ડ્રો રહી છે. ભારતીય ટીમે ઈંગ્લેન્ડ સામે છેલ્લાં છ વર્ષોમાં ત્રણ ટી-20 શ્રેણી રમી છે, જેમાં દરેક શ્રેણીમાં જીત પ્રાપ્ત કરી છે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ