બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / સ્પોર્ટસ / Cricket / india tour of south africa who is priyank panchal who replaced rohit sharma for test series

સ્પોર્ટ્સ / 100 ફર્સ્ટ ક્લાસ મેચની તપસ્યા બાદ અમદાવાદના ક્રિકેટરને મળી ટીમ ઇન્ડિયામાં જગ્યા, જાણો કોણ છે

Parth

Last Updated: 09:09 AM, 14 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતનાં ક્રિકેટર પ્રિયાંક પંચાલને સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સીરિઝમાં એક સુવર્ણ તક આપવામાં આવી છે, જોકે અહિયાં સુધી પહોંચવાનો તેનો સફર ખૂબ જ સંઘર્ષભર્યો રહ્યો છે.

  • સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સિરીઝમાં ગુજરાતી ખેલાડી પ્રિયાંક પંચાલ ટીમમાં સામેલ 
  • રોહિતની જગ્યાએ પ્રિયાંકને મળ્યું સ્થાન 
  • 31 વર્ષના પ્રિયાંક પંચાલને ઘરેલુ ક્રિકેટમાં બહોળો અનુભવ 

રોહિત પ્રથમ ટેસ્ટમાંથી બહાર, ગુજરાતી ખેલાડી ઈન
26 ડિસેમ્બરથી દક્ષિણ આફ્રિકા સામે શરુ થઈ રહેલી ટેસ્ટ સીરિઝ પહેલા ટીમ ઈન્ડીયાને મોટો ઝટકો લાગ્યો છે. ઈજાને કારણે ઓપનર રોહિત શર્માને બહાર કરી દેવાયો છે અને તેને બદલે 31 વર્ષીય ગુજરાતી ખેલાડી પ્રિયાંક પંચાલને લેવાયો છે. ભારતીય ક્રિકેટ ટીમ આ મહિનાની 26 તારીખથી સાઉથ આફ્રિકામાં ટેસ્ટ શ્રેણી રમવાની છે. ભારતીય ટીમ અત્યાર સુધી દક્ષિણ આફ્રિકામાં કોઈ ટેસ્ટ શ્રેણી જીતી નથી અને અત્યારના ફોર્મને જોતા વિરાટ કોહલીની સેના આ રેકોર્ડ તોડી શકે છે. પરંતુ આ શ્રેણી શરૂ થતાં પહેલા ભારતીય ટીમ મુશ્કેલીમાં ફસાઈ છે.

100 FC મેચની તપસ્યા 
પ્રિયાંક પંચાલનો ક્રિકેટ સફર ખૂબ જ સંઘર્ષભર્યો રહ્યો છે, 100 ફર્સ્ટ ક્લાસ મેચ રમ્યા બાદ હવે આ સુવર્ણ તક પંચાલને મળી છે. 2021માં જાન્યુઆરી મહિનામાં ઈંગ્લેડ સામેની ટેસ્ટ સીરિઝમાં પ્રિયાંકને સ્ટેન્ડબાય તરીકે રાખવામાં આવ્યો હતો. 

અમદાવાદમાં થયો જન્મ
પ્રિયાંક પંચાલનો જન્મ 9 એપ્રિલ 1990ના રોજ અમદાવાદમાં થયો હતો. તેના પિતાનું નામ કિરીટ ભાઇ છે અને તે 31 વર્ષનો છે. હાલમાં જ તેનું સિલેક્શન ઇન્ડિયા A ટીમ માટે કેપ્ટન તરીકે કરવામાં આવ્યું છે. ડાબોડી પ્લેયર ગુજરાત માટે રણજી ટ્રોફીમાં 1000 રન બનાવનાર પહેલો ખેલાડી બન્યો છે. તેના ફેવરિટ ક્રિકેટર રાહુલ દ્રવિડ અને જસપ્રીત બુમરાહ છે. 

પિતાનું સપનું
પ્રિયાંકે કહ્યું કે તેના પિતાનું સપનું હતું કે તે ક્રિકેટર બને. પિતાએ પણ કોલેજમાં ક્રિકેટ ખેલ પસંદ કર્યો હતો અને રમ્યા હતા. પ્રિયાંક માત્ર 15 વર્ષનો હતો ત્યારે પિતાનું નિધન થઇ ગયું હતું. ત્યાર બાદ માતા અને બહેને કામ કરવાનું શરૂ કર્યુ હતુ. 

ડેબ્યુ
27 ફેબ્રુઆરી 2008માં ગુજરાત ટીમમાંથી વિજય હજારે ટ્રોફી માટે રમ્યો હતો. જ્યાં મહારાષ્ટ્ર વિરુદ્ધ તેણે પોતાનું ડેબ્યુ કર્યુ હતુ. તેણે 115 બોલમાં 17 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 123 રન બનાવ્યા હતા. સૌરાષ્ટ્ર રણજી ટ્રોફીમાં પોતાનું ડેબ્યુ કર્યુ હતુ. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ