બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / india to attend russia talks involving taliban on october 20

મંત્રણા / BIG NEWS: 20 ઓક્ટોબરે ભારત અને તાલિબાન આવી શકે છે એક મંચ પર, જાણો કેવી રીતે

Kavan

Last Updated: 07:13 PM, 14 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય વિદેશ મંત્રાલયે ગુરૂવારે જણાવ્યું હતું કે, ભારત આગામી અઠવાડિયે તાલિબાનો સાથે જોડાયેલી બેઠકમાં ભાગ લેવા જઈ રહ્યા છે. ભારતીય વિદેશ મંત્રાલયે ગુરૂવારે જણાવ્યું હતું કે, ભારત આગામી અઠવાડિયે તાલિબાનો સાથે જોડાયેલી બેઠકમાં ભાગ લેવા જઈ રહ્યા છે.

  • મોટા સમાચાર
  • ભારત અને તાલિબાન આવી શકે છે આમને સામને 
  • 20 ઓક્ટોબરે રશિયામાં યોજાશે ખાસ બેઠક

આ બેઠકનું આયોજન રશિયા દ્વારા આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. રશિયાએ ગુરૂવારે જણાવ્યું હતું કે, તેઓ આગામી 20 ઓક્ટોબરના રોજ અફઘાનિસ્તાન મુદ્દે યોજાનારી મોસ્કોની બેઠકમાં તાલિબાની પ્રતિનિધિઓને આમંત્રિત કરશે. અફઘાનિસ્તાન માટે રશિયાના રાષ્ટ્રપતિએ ખાસ દૂત તથા વિદેશ મંત્રાલયના બીજા એશિયાઈ વિભાગના નિર્દેશક કાબૂલોવના હવાલાથી TASSનો એક રિપોર્ટ પ્રકાશિત કર્યો હતો. 

તો ભારત અને તાલિબાન આવી શકે છે આમને સામને 

મોસ્કો મંત્રણામાં ચીન, પાકિસ્તાન અને ઈરાન પણ સામેલ છે. તાલિબાન સત્તા પર આવ્યા બાદ અફઘાનિસ્તાન પર મોસ્કો ફોર્મેટની આ પ્રથમ આવૃત્તિ હશે. ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે, અમને 20 ઓક્ટોબરે અફઘાનિસ્તાન પર મોસ્કો ડ્રાફ્ટ બેઠક માટે આમંત્રણ મળ્યું છે. અમે તેમાં ભાગ લઈશું. માનવામાં આવે છે કે રશિયાની રાજધાનીમાં આ બેઠક તાલિબાન સાથે ઔપચારિક રીતે ભારતને રૂબરૂ લાવી શકે છે. જો આવું થાય તો કાબુલ કબજે કર્યા બાદ ભારત તાલિબાન સાથે પ્રથમ ઔપચારિક બેઠક કરશે.

પાકિસ્તાન પણ જોડાઈ શકે છે બેઠકમાં 

ઉલ્લેખનીય છે કે, મોસ્કો મંત્રણા બાદ રશિયાએ અફઘાનિસ્તાનના મુદ્દે ચર્ચા કરવા માટે ટ્રોઈકા પ્લસ રશિયા, અમેરિકા, ચીન અને પાકિસ્તાનને બેઠકમાં બોલાવવાનો નિર્ણય કર્યો હતો. રશિયા બાદ વિદેશ મંત્રાલયના પ્રવક્તાના જણાવ્યા પ્રમાણે, મોસ્કો અફઘાનિસ્તાનમાં દાએશ/ISISની ગતિવિધિઓથી ચિંતિત છે. મંત્રણામાં મોસ્કો પ્રારૂપમાં અફઘાનિસ્તાનમાં આતંકવાદની વધતી આફત પર ધ્યાન કેન્દ્રિત કરવાની આશા છે. 

ભારતે ગયા મહિને જ પ્રથમ વખત ઉઠાવ્યો હતો તાલિબાનોનો મુદ્દો

ગયા મહિને આયોજીત રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોના નેતૃત્વમાં અફઘાનિસ્તાન મામલે પહેલા વખત ભારત-રશિયા વચ્ચે ઉચ્ચ સ્તરીય તંત્ર બેઠકમાં આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. બન્ને પક્ષોએ અફઘાનમાં સુરક્ષા ખતરા પર વિસ્તારથી સમન્વય કરવાનો નિર્ણય લીધો હતો અને પોતાની સિક્રેટ એજન્સિઓ અને સેનાઓની વચ્ચે સહયોગ વધારવા પર સહમતી દર્શાવી હતી.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ