ભારતમાં કોરોના વાયરસ વિરુદ્ધ એક સંભવિત રસી વિકસીત કરવામાં આવી રહી છે. જેને રેફ્રિઝરેટર અથવા કોલ્ડ સ્ટોરેજમાં રાખવાની જરૂર નહીં પડે.
ભારતીયો માટે ખુશખબર આવી
ભારતમાં બની રહી છે ગરમી સહન કરી શકે તેવી વેક્સિન
ચાર અઠવાડીયા સુધી 37 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં રહી શકશે
ભારતમાં કોરોના વાયરસ વિરુદ્ધ એક સંભવિત રસી વિકસીત કરવામાં આવી રહી છે. જેને રેફ્રિઝરેટર અથવા કોલ્ડ સ્ટોરેજમાં રાખવાની જરૂર નહીં પડે. આ રસી ગરમ સિઝન પણ સહન કરવા સક્ષમ હશે અને ડેલ્ટા તથા ઓમિક્રોન સહિત કોરોના વાયરસના અન્ય વેરિએન્ટ વિરુધ્ મજબૂતીથી એન્ટીબોડી પ્રાપ્ત કરવામાં અસરકારક ભૂમિકા નિભાવશે. ઉંદર પર કરવામાં આવેલા અધ્યયનમાં આ વાત સામે આવી છે. આ રસીને કોલ્ડ સ્ટોરેજની જરૂર પડતી નથી. બેંગલુરૂ સ્થિત ભારતીય વિજ્ઞાન સંસ્થા અને બાયોટેકની સ્ટાર્ટ અપ કંપની માયનવૈક્સ દ્વારા તૈયાર કરવામાં આવી રહેલી આ રસીમાં વાયરલ સ્પાઈક પ્રોટીનનો એક ભાગ ઉપયોગ કરવામાં આવ્યો છે, જેને રિસેપ્ટર બાઈંડિંગ ડોમેન કહેવાય છે.
ચાર અઠવાડીયા સુધી 37 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં રહી શકશે
ઓસ્ટ્રેલિયાના કોમનવેલ્થ સાઈંટિફિક એન્ડ ઈંડસ્ટ્રિયલ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનના શોધકર્તા સહિત અનુસંધાનકર્તાઓની એક ટીમે કહ્યું છે કે, મોટા ભાગની રસીને પ્રભાવી રાખવા માટે કોલ્ડ સ્ટોરેજમાં રાખવી પડે છે. ગરમી સહન કરનારી આ કોવિડ 19 રસી ચાર અઠવાડીયા સુધી 37 ડિગ્રી સેલ્સિયસ અને 90 મિનિટ સુધી 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રાખી શકાય છે.
કોરોનાના નવા વેરિએન્ટ વિરુદ્ધ એન્ટીબોડી ઉભી કરશે
તેની સરખામણીમાં, ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકા વેક્સિન, જેને ભારતમાં કોવિશીલ્ડ તરીકે ઓળખવામાં આવે છે. જેને 2થી 8 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં રાખવી જોઈએ, જ્યારે ફાઈઝર રસી માટે શૂન્યથી 70 ડિગ્રી સેલ્સિયસ નીચે સુધી તાપમાનની જરૂર હોય છે. અધ્યયનમાં એવું પણ કહેવાયુ છે કે, ઉંદર પર આ રસીના પરીક્ષણમાં જાણવા મળ્યું છે કે, ડેલ્ટા અને ઓમિક્રોન સહિત કોરોના વાયરસના અન્ય વેરિએન્ટ વિરુદ્ધ મજબૂત એન્ટીબોર્ડ ઉભી કરવામાં તે સક્ષમ છે.