બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / વિશ્વ / India benefits from USA and china trade war wins 755 millions worth of export amid trade tensions
Shalin
Last Updated: 11:06 PM, 6 November 2019
'Trade and Trade Diversion Effects of United States Tariffs on China' નામના સંશોધનના પરિણામ મુજબ US ચાઇનાના બાઈલેટરલ વ્યાપારમાં ભારે ઘટાડો થયો હતો. આ કારણે ગ્રાહકોએ ઉત્પાદનની વધુ કિંમત ચૂકવવી પડતી હતી. આની સીધી અસર સ્વરૂપે જે દેશો આ ટ્રેડવોરમાં સામેલ ન હતા તેમની નિકાસને ફાયદો મળી ગયો હતો.
ADVERTISEMENT
ટ્રેડ ડાઇવરઝ્ન
USએ ચીનના ઉત્પાદનો ઉપર લાદેલી ઉંચી ડ્યુટીના પગલે તાઇવાન, મેક્સિકો અને યુરોપિયન યુનિયનની નિકાસ વધતા તેમને ખુબ ફાયદો થયો હતો.
ADVERTISEMENT
ટ્રેડ ડાઇવરઝ્નમાં કોરિયા, કેનેડા અને ભારતને થયેલો લાભ ઓછો હતો પણ ખુબ અગત્યનો હતો. આશરે 0.9 થી 1.5 અબજ ડોલર જેટલો ફાયદો આ દેશોને મળ્યો હતો.
ભારતે આમાંથી 775 મિલિયન ડોલરની નિકાસ કરી હતી જેમાં 243 મિલિયન ડોલરના કેમિકલ્સ, 181 મિલિયન ડોલરની મેટલ્સ અને કાચી ધાતુઓ, 88 મિલિયન ડોલરની ઇલેક્ટ્રિકલ મશીનરી અને 68 મિલિયન ડોલરની અન્ય મશીનરીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત કૃષિ, ફર્નિચર, ઓફિસ મશીનરી, માપણીના સાધનો, ટેક્સ્ટાઇલ, પરિવહન વગેરે ક્ષેત્રોની નિકાસમાં પણ ફાયદો જોવા મળ્યો હતો.
બંને દેશો માટે નુકશાનકારક રહ્યું છે ટ્રેડ વોર
વિશેષજ્ઞોએ જણાંવ્યું છે કે આ વ્યાપાર યુદ્ધથી બંને દેશોના અર્થતંત્રને જ નહિ પણ સમગ્ર દુનિયાની ઈકોનોમીની સ્થિરતા ડહોળાઈ ગઈ છે. નોંધનીય છે કે USએ ટેરિફમાં વધારો કરતા ચીનને નિકાસમાં 25%નો ફટકો પડ્યો છે જે લગભગ 35 અબજ ડોલર જેટલો છે.
આ યુદ્ધમાં સૌથી વધુ નુકશાન ગ્રાહકોને છે. અમેરિકા ચીન પાસેથી ખરીદતી વખતે વધુ ટેરિફ વસુલે છે પરંતુ એ વધુ ટેરિફના કારણે અમેરિકી ગ્રાહકોને મોંઘા ભાવે વસ્તુઓ ખરીદવી પડે છે. સૌથી વધુ નુકશાન ઓફિઝ મશીનરી અને કૉમ્યૂનિકેશન સાધનોના સેકટરને થયું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.