independence day team india first time victory on august 15
INDvsWI /
72 વર્ષમાં પહેલી વખત, ટીમ ઇન્ડિયા 15 ઓગસ્ટ પર આપી શકે છે જીતની ભેટ
Team VTV05:16 PM, 14 Aug 19
| Updated: 05:18 PM, 14 Aug 19
ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં 15 ઓગસ્ટ 2019નો દિવસ ખૂબ જ ખાસ સાબિત થઇ શકે છે.
ટીમ ઇન્ડિયા માટે પહેલી વખત સ્વતંત્રતા દિવસ પર પોતાના દેશને જીતનો ભેટ આપવોનો મૌકો છે, એટલે કે સ્વતંત્રતા પ્રાપ્તિ પછી જે ક્યારેય ના થયુ, તે કરવા માટે વિરાટ બિગ્રેડ તૈયાર છે.
વાસ્તવમાં વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ પર ટીમ ઇન્ડિયા 14 ઓગસ્ટના વનડે સીરિઝની છેલ્લી મેચ રમવા માટે ઉતરશે. માનવામાં આવી રહ્યુ છે કે સાંજે 7 વાગે શરૂ થનારી આ મેચનુ પરિણામ ભારતીય સમયાનુસાર અડધી રાત પછી આવશે, જ્યારે કેલેન્ડરમાં તારીખ બદલાઇ ગઇ હશે અને 15 ઓગસ્ટ શરૂ થઇ જશે.
પોર્ટ ઑફ સ્પેન સ્થિત ક્વીંસ પાર્ક ઑવલ ગ્રાઉન્ડ પર ટીમ ઇન્ડિયા ન તો વનડે સીરિઝ 2-0થી પોતાના નામે કરવા ઉતરશે, પરંતુ પહેલી વખત 15 ઓગસ્ટના દિવસે દેશવાસીઓને જીતની ખુશખબરી આપશે.
ટીમ ઇન્ડિયા સ્વતંત્રતા દિવસ પર ઇન્ટરનેશનલ મેચ ઓછી જ રમી છે. અત્યાર સુધી 15 ઓગસ્ટના ઇન્ટરનેશનલ ક્રિકેટ રમી ચૂકી છે, તે તમામ ટેસ્ટ મેચ છે.
વનડે ઇન્ટરનેશનલની વાત કરીએ તો, આ બીજી વખત હશે જ્યારે 14 ઓગસ્ટના ટીમ ઇન્ડિયા મેચ રમશે. આ પહેલા ટીમ ઇન્ડિયાએ 14 ઓગસ્ટ 1993માં મોરાતુઆમાં શ્રીલંકા સામે મેચ રમી હતી, જેમાં 4 વિકેટથી માત મળી હતી.
15-17 ઓગસ્ટ, 2014
- ઇંગ્લેન્ડ ઇનિંગ અને 244 રનથી જીતી
12-15 ઓગસ્ટ, 2015
- શ્રીલંકાએ 63 રનથી જીતી મેચ
ગણતંત્ર દિવસ (26 જાન્યુઆરી): ટીમ ઇન્ડિયાએ રમી વનડે, T-20
ગણતંત્ર દિવસ (26 જાન્યુઆરી)ની વાત કરવામાં આવે તો આ દિવસે 1986માં એડિલેડમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ઘ વનડેમાં ટીમ ઇન્ડિયાએ 36 રનથી હાર મેળવી. ફરી એક વખત 26 જાન્યુઆરી 2000માં એડિલેડ વનડેમાં ટીમ ઇન્ડિયાને ઓસ્ટ્રેલિયાએ 152 રનથી માત આપી, જ્યારે આ જ દિવસે 2015માં ઓસ્ટ્રિલિયા વિરુદ્ઘ સિડનીમાં વનડે ડ્રો રહી હતી.