બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / સ્પોર્ટસ / Cricket / ind vs sl rohit says after india defeat such things do not happen in our dressing room

સ્પષ્ટતા / આભ નથી ફાટી ગયું, બે મેચ હારવાનો મતલબ એ નથી કે...રોહિત શર્માએ ડ્રેસિંગ રૂમનાં વાતાવરણ વિશે કરી ચોખવટ

Premal

Last Updated: 05:07 PM, 7 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રોહિત શર્માએ એશિયા કપમાં સતત હાર બાદ આગામી મહિને યોજાનારા ટી-20 વિશ્વ કપ પહેલા ભારતીય ટીમના ફોર્મને લઇને ચિંતા ઘટાડી દીધી છે. રોહિતે ભાર આપતા કહ્યું કે ડ્રેસિંગ રૂમનો માહોલ શાંત અને કૂલ છે. રોહિતે પત્રકાર પરિષદમાં કહ્યું કે જો તમે બે મેચ હાર્યા છો તો ચિંતા ના કરો.

  • એશિયા કપમાં સતત હાર બાદ રોહિત શર્માનુ નિવેદન
  • ડ્રેસિંગ રૂમનો માહોલ શાંત અને કૂલ
  • બે મેચ હારી ગયા છો તેનો અર્થ એ નથી કે ચિંતા શરૂ કરી દો 

એશિયા કપમાં ફાઈલનમાં સ્થાન બનાવવુ ભારત માટે હાલ મુશ્કેલ

ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા 6 સપ્ટેમ્બરે શ્રીલંકા સામે સતત પોતાની બીજી સુપર ફોર મેચ હાર્યા બાદ ચિંતામાં નથી. ભારતીય બેટરોએ પડકારપૂર્ણ 173 રન બનાવ્યાં હતા. જેમાં રોહિત શર્માએ 41 બોલમાં 72 રન બનાવીને યોગદાન આપ્યું. જો કે, શ્રીલંકાએ શાનદાર રીતે લક્ષ્યનો પીછો કર્યો. આ દરમ્યાન શ્રીલંકાના બેટરો થોડી વાર માટે ડગમગાયા હતા. પરંતુ છેલ્લે એક બોલ બાકી રહેતા લક્ષ્યનો પીછો કરવામાં સફળ રહ્યાં. શ્રીલંકા સામે ભારતીય ટીમ હારી તેથી તેનો અર્થ હતો કે એશિયા કપમાં ફાઈલનમાં સ્થાન બનાવવુ ભારત માટે હાલ મુશ્કેલ છે. તેમ છતાં રોહિત શર્મા છેલ્લા બે નકારાત્મક પરિણામો અંગે વધુ ચિંતિત નથી. 

ડ્રેસિંગ રૂમમાં બધા ખેલાડીઓ આરામ કરે છે અને કૂલ છે: રોહિત શર્મા

જો કે, આ વખતે મેચ બાદ પત્રકાર પરિષદમાં બોલતી વખતે જોશીલા સ્વભાવના ભારતના કેપ્ટન રોહિત થોડા ચિડાઈ ગયા હતા. તેઓ અમુક સવાલથી એટલા બધા ચિઢાઈ ગયા હતા કે તેમણે મીડિયાને પોતાના ડ્રેસિંગ રૂમમાં આવવાનુ નિમંત્રણ આપી દીધુ. રોહિતે કહ્યું, મને લાગતુ નથી કે કશુ ખોટુ છે, આ બહારથી એવુ દેખાય છે, પરંતુ આપણે તેને આ રીતે ના જોવુ જોઈએ. હું ઘણી પત્રકાર પરિષદ સંબોધી ચૂક્યો છુ અને જ્યારે તમે હારશો ત્યારે આવા સવાલ પૂછાશે, તે સામાન્ય વાત છે. પરંતુ જ્યાં સુધી ટીમનો સવાલ છે, તમે ડ્રેસિંગ રૂમમાં જઇ શકો છો અને જોઇ શકો છો. બધા ખેલાડીઓ આરામ કરે છે અને કૂલ છે. તમે જીતો અથવા હારો, અમારે નકારાત્મક માહોલ બનાવવાની જરૂર નથી.

ચિંતા કરવાની કોઈ જરૂર જ નથી: રોહિત શર્મા

શું ટીમની પાસે ચિંતા કરવાનુ કોઈ કારણ છે? રોહિતે કહ્યું, કોઈ ચિંતા નથી. જો તમે બે મેચ હારી ગયા છો તેનો અર્થ એ નથી કે તમે ચિંતા કરવાનુ શરૂ કરી દો. અમારા ડ્રેસિંગ રૂમમાં કોઈ નકારાત્મક વાતચીત થતી નથી. અમે વિશ્વ કપ બાદ ઘણી મેચ રમી છે અને અમે એટલા મેચ જીત્યા છે, માત્ર અમે એશિયા કપમાં બે મેચ હારી ગયા છે, તેથી મને લાગતુ નથી કે ચિંતાનુ કોઈ કારણ છે. અનુભવી બેટર આઉટ થાય છે અને અનુભવી બોલરોએ રન બનાવવા પડે છે. આ હવે બધુ સામાન્ય છે અને આમ થતુ રહે છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ