બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ગુજરાત / અમદાવાદ / IND vs PAK match on 14th: Pakistan team will arrive in Ahmedabad today

World Cup 2023 / 14મીએ IND vs PAK મેચ: આજે પાકિસ્તાનની ટીમ આવશે અમદાવાદ, આવતીકાલે ભારતીય ટીમ પધારશે, જુઓ ક્યાં કરશે રોકાણ

Malay

Last Updated: 12:25 PM, 11 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

India-Pakistan Match 2023: અમદાવાદમાં 14 ઓક્ટોબરે યોજાશે ભારત-પાકિસ્તાનની મેચઃ પાકિસ્તાની ક્રિકેટ ટીમ આજે આવશે અમદાવાદ, હયાત રેજન્સી હોટલમાં કરશે રોકાણ.

  • 14 ઓક્ટોબરે યોજાશે ભારત-પાકિસ્તાનની મેચ 
  • પાકિસ્તાની ક્રિકેટ ટીમ આજે આવશે અમદાવાદ 
  • હયાત હોટલમાં પાકિસ્તાની ટીમ કરશે રોકાણ 
  • ભારતીય ક્રિકેટ ટીમ આવતીકાલે આવશે અમદાવાદ

India-Pakistan Match 2023:  અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 14 ઓકટોબરે ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ કપની મેચ યોજાવાની છે, જેનો ક્રિકેટરસિકોમાં ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.  ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચને લઈને ભારતીયો સહિત આખી દુનિયા 14મી ઓક્ટોબરની રાહ જોઈ રહી છે. ત્યારે ભારત અને પાકિસ્તાનની ટીમ વચ્ચે રમાનારી વર્લ્ડ કપની મેચ વચ્ચે એક મોટી અપડેટ સામે આવી છે. પાકિસ્તાની ક્રિકેટ ટીમ 11 વર્ષ બાદ આજે બપોરે 3.30 વાગ્યે અમદાવાદ ખાતે આવશે. 

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રંગારંગ કાર્યક્રમ: બોલિવૂડ સિતારાઓ આપશે  પરફોર્મન્સ, આજે બે ટીમ પહોંચશે અમદાવાદ | at Narendra Modi Stadium:  Bollywood stars to give ...

હયાત રેજન્સી ખાતે રોકાશે પાકિસ્તાનની ટીમ
આગામી 14મી ઓક્ટોબરે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાનારી ભારત પાકિસ્તાનની વર્લ્ડ કપ મેચને લઈને વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. આજે બપોરે 3.30 કલાકે પાકિસ્તાનની ટીમ અમદાવાદ એરપોર્ટ પહોંચશે. જે બાદ ટીમ સીધી આશ્રમ રોડ પર આવેલી હોટલ હયાત રેજન્સી ખાતે પહોંચશે. હોટલ અને આસપાસના વિસ્તારોમાં પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. 

7 વર્ષે પાકિસ્તાની ટીમને ભારતમાં આ જમવાનું નહીં મળે, શું પીરસવામાં આવશે  તેનું મેનૂ જાહેર I Pakistan Cricket Team reached Hyderabad for ICC World  Cup 2023, read their food menu

ITC નર્મદા હોટલમાં રોકાશે ભારતીય ટીમ
ભારતીય ક્રિકેટ ટીમની વાત કરીએ તો ભારતીય ક્રિકેટ ટીમ આવતીકાલે અમદાવાદ આવશે. ભારતીય ક્રિકેટ ટીમ માટે ITC નર્મદા હોટલ બુક કરવામાં આવી છે. અહીં ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ રોકાણ કરશે. જેને લઈને આ હોટલ અને તેની આસપાસના વિસ્તારોમાં પણ પોલીસનો લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવશે.

મુખ્યમંત્રીએ યોજી હતી બેઠક
આપને જણાવી દઈએ કે કે, બે દિવસ અગાઉ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં આગામી 14મી ઓક્ટોબરે રમાનારી ICC વર્લ્ડ કપ ક્રિકેટ મેચ સંદર્ભમાં રાજ્યના પોલીસ તંત્ર દ્વારા હાથ ધરાયેલી સુરક્ષા-સલામતી વ્યવસ્થાની સમીક્ષા માટે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કૈલાશનાથન, મુખ્ય સચિવ રાજકુમાર, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ મુકેશ પુરી, પોલીસ મહાનિદેશક વિકાસ સહાય અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિક અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓ આ બેઠકમાં સહભાગી થયા હતા. 

Image

હર્ષ સંઘવીનું નિવેદન 
બેઠક બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે બેઠકમાં થયેલી ચર્ચા મુદ્દે વાત કરતા કહ્યું કે, સુરક્ષા વ્યવસ્થા બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે. ભારત-પાકિસ્તાનની મેચ જોવા અનેક રાજ્યોમાંથી દર્શકો આવશે. જે દર્શકોને અસુવિધા ન થાય તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા જરૂરી સૂચનો પણ આપવામાં આવ્યા છે. સ્ટેડિયમ આસપાસ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા રહેશે.

'ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત રહેશે'
ગૃહ રાજ્યમંત્રી કહ્યું કે, ક્રિકેટ મેચને લઈ શહેરમાં ટ્રાફિક સમસ્યા ન સર્જાય તેમજ વિવિધ ક્રિકેટ પ્રેમીઓને કોઈપણ જાતની તકલીફ ન પડે તેને લઈ વિવિધ વિભાગો દ્વારા તૈયારીઓ અને કામગીરી કરાઈ છે તે અંગે મુખ્યમંત્રીએ જાણકારી મેળવી છે. તેમજ કેટલીક બાબતોને લઈ જરૂરી માર્ગદર્શન અને સૂચનો પણ આપવામાં આવ્યા છે. તેમણે ઉમેર્યું કે, ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત સ્ટેડિયમ બહાર પણ રાખવામાં આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ