બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / સ્પોર્ટસ / IND Vs PAK India Pakistan not playing Cricket But Football Hockey Competition Happening

ખેલ જગત / ભારત અને પાકિસ્તાન વચ્ચેનો વિચિત્ર સંબંધ; ક્રિકેટ સાથે રમવા 'ના' પણ ફૂટબોલ-હોકી જેવી રમતો માટે 'હા'

Megha

Last Updated: 11:27 AM, 18 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય ટીમ પાકિસ્તાનના પ્રવાસે જવા માંગતી નથી અને તેની સામે પાકિસ્તાન પણ ભારત આવવા માંગતું નથી. જોકે આવું માત્ર ક્રિકેટમાં જોવા મળી રહ્યું છે.બીજી રમતોમાં આ દેશ એકબીજા સાથે રમી રહ્યા છે

  • ભારતીય ટીમ પાકિસ્તાનના પ્રવાસે જવા માંગતી નથી
  • બીજી રમતોમાં આ દેશ એકબીજા સાથે રમી રહી છે
  • 21 જૂને ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો 

ભારત અને પાકિસ્તાન વચ્ચે લાંબા સમયથી દ્વિપક્ષીય ક્રિકેટ સિરીઝ ચાલી રહી નથી. નોંધનીય છે કે ટીમ ઈન્ડિયા પાકિસ્તાનની ટીમ સામે આઈસીસી ટૂર્નામેન્ટ કે એશિયા કપમાં જ રમે છે. આ સાથે જ ભારતીય ટીમ પાકિસ્તાનના પ્રવાસે જવા માંગતી નથી અને તેની સામે પાકિસ્તાન પણ ભારત આવવા માંગતું નથી. જોકે આવું માત્ર ક્રિકેટમાં જોવા મળી રહ્યું છે. બંને દેશોના ક્રિકેટ બોર્ડે આ વર્ષના એશિયા કપ અને વર્લ્ડ કપ માટે તેમની ટીમોને સરહદ પાર મોકલવાનો ઇનકાર કર્યો છે પણ આ સાથે જ બીજી રમતોમાં આ દેશ એકબીજા સાથે રમી રહી છે. 

21 જૂને ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો 
આવતા મહિને યોજાનારી સાઉથ એશિયન ફૂટબોલ (SAF) ચેમ્પિયનશિપને લઈને મહત્વની જાહેરાત કરવામાં આવી છે અને હાલ મળતી માહિતી મુજબ પાકિસ્તાનની ટીમ બેંગ્લોર જશે. જણાવી દઈએ કે ભારત અને પાકિસ્તાનની ટીમો એક જ ગ્રુપમાં છે. 21 જૂને બંને વચ્ચે મુકાબલો થશે. પાકિસ્તાની ટીમને આ ટૂર્નામેન્ટ માટે પરવાનગી પણ મળી ગઈ છે.

હોકીમાં પણ બંને ટીમો આમને-સામને
માત્ર ફૂટબોલ જ નહીં પરંતુ હોકીમાં પણ બંને ટીમો આમને-સામને થવાની છે. જણાવી દઈએ કે પાકિસ્તાને ઓગસ્ટમાં યોજાનારી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી માટે પોતાની ટીમ ચેન્નાઈ મોકલવાનું મન બનાવી લીધું છે. સાથે જ એમ પણ માહિતી સામે આવી છે કે પાકિસ્તાનની ટીમને ફંડિંગ મળી રહેશે તો એ હોકી ટીમ આ વર્ષે ભારતનો પ્રવાસ કરશે.

જણાવી દઈએ કે પાકિસ્તાન હોકી ફેડરેશને કહ્યું હતું કે તેના સેક્રેટરી જનરલ હૈદર હુસૈને દેશના સ્પોર્ટ્સ બોર્ડને પત્ર લખ્યો હતો, જેમાં તેને ભારત પ્રવાસ માટે એનઓસીની માંગ કરી હતી. આ સાથે જ એક વીડિયો પણ સામે આવ્યો હતો કેમાં હુસૈને કહ્યું હતું કે, 'પાકિસ્તાન ચોક્કસપણે ચેન્નાઈ જશે.'

ફૂટબોલ ટુર્નામેન્ટ સાઉથ એશિયન ફૂટબોલ ફેડરેશન (SAFF કપ)માં ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર થશે. બંને દેશોની ફૂટબોલ ટીમો લગભગ 5 વર્ષ પછી એકબીજા સાથે ટકરાતી જોવા મળશે. બેંગલુરુમાં 21 જૂનથી 4 જુલાઈ દરમિયાન યોજાનાર SAFF કપ માટે બંને પાડોશી દેશોને એક જ ગ્રુપમાં રાખવામાં આવ્યા છે. 14મી SAFF કપ ટુર્નામેન્ટનો ડ્રો બુધવારે અહીં યોજાયો હતો જેમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારત, પાકિસ્તાન, કુવૈત અને નેપાળને ગ્રુપ Aમાં રાખવામાં આવ્યા છે, જ્યારે લેબનોન, માલદીવ્સ, બાંગ્લાદેશ અને ભૂટાનને ગ્રુપ Bમાં રાખવામાં આવ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ