બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IND vs AUS Final: Ticket Scarcity for Match! Tamil Nadu Sports Minister Udhayanidhi Stalin also returned empty-handed, said

world cup 2023 / હું પણ ખાલી હાથ જ છું ભાઈ! મુખ્યમંત્રીના દીકરાને પણ ન મળી વર્લ્ડકપની ફાઇનલ મેચની ટિકિટ, જુઓ શું કહ્યું

Pravin Joshi

Last Updated: 05:30 PM, 18 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ODI વર્લ્ડ કપ 2023ની ફાઈનલમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી મેચની ટિકિટ મેળવવામાં પ્રભાવશાળી લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તમિલનાડુના ખેલ મંત્રી ઉધયનિધિ સ્ટાલિનને પણ મેચની ટિકિટ મળી નથી.

  • ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે ODI વર્લ્ડ કપ 2023ની ફાઈનલ
  • તમિલનાડુના ખેલ મંત્રી ઉધયનિધિ સ્ટાલિનને પણ મેચની ટિકિટ મળી નથી
  • જો મને ટિકિટ મળશે તો હું ચોક્કસ જઈને મેચ જોઈશ : સ્ટાલિન

ODI વર્લ્ડ કપ 2023ની ફાઈનલમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનાર મેચને લઈને દેશભરમાં ઉત્તેજના છે. આ મેચ રવિવાર 19 નવેમ્બરના રોજ અમદાવાદના 130,000 સીટોવાળા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે, જે વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે. મોટા નામોને પણ આ મેચની ટિકિટ મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તમિલનાડુના ખેલ મંત્રી ઉધયનિધિ સ્ટાલિનને પણ મેચની ટિકિટ મળી નથી.  તમિલનાડુના રમતગમત મંત્રી ઉધયનિધિ સ્ટાલિને કહ્યું, 'મેચની ટિકિટો સંપૂર્ણ રીતે વેચાઈ ગઈ છે. મને પણ ટિકિટ ન મળી. જો મને ટિકિટ મળશે તો હું ચોક્કસ જઈને મેચ જોઈશ. બીજા બધાની જેમ હું પણ મેચને લઈને ઉત્સાહિત છું.

IND vs AUS Final: વર્લ્ડકપ ફાઈનલ દરમ્યાન વિજેતા કેપ્ટનોને BCCI ખાસ બ્લેઝરથી  નવાઝશે, કરાશે બહુમાન | World Cup 2023 Final IND Vs AUS bcci will honour  world cup winning captains with special ...

સ્પર્ધા રોમાંચક રહેશે

આ વર્લ્ડ કપ મેચ માટે ભારત અને ઓસ્ટ્રેલિયા બંને ટીમો મજબૂત સ્થિતિમાં છે. રવિવારે રમાનારી આ મેચ ટીમ ઈન્ડિયાની વર્લ્ડ કપ ઈતિહાસમાં ચોથી ફાઈનલ મેચ હશે. ભારતે અગાઉ રમાયેલી ત્રણમાંથી બે ફાઈનલ મેચ જીતી હતી, જેમાં ટીમ ઈન્ડિયાએ 1983માં વેસ્ટ ઈન્ડિઝને અને 2011માં શ્રીલંકાને હરાવ્યું હતું. ઓસ્ટ્રેલિયા આ પહેલા પાંચ વખત વર્લ્ડ કપ જીતી ચૂક્યું છે અને રેકોર્ડ આઠમી વખત ટુર્નામેન્ટની ફાઇનલમાં રમવા માટે તૈયાર છે. ચાહકોને આ મેચમાં રોમાંચક મુકાબલાની અપેક્ષા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ