બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / સ્પોર્ટસ / Cricket / Ind Vs Aus 3rd T20 match: Australia will be completely defeated today this player will create havoc again in Guwahati

ક્રિકેટ / Ind vs Aus 3rd T20 match: આજે ઓસ્ટ્રેલિયાનું કોકડું વાળી દેશે ટીમ ઇન્ડિયાના આ ખેલાડીઓ, ફરીવાર પીચ પર મચાવશે ધમાલ

Megha

Last Updated: 08:27 AM, 28 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય ટીમ આજે ઓસ્ટ્રેલિયા સામે ત્રીજી T20 મેચ રમશે, ટીમ ઇન્ડિયા હાલ ખુબ સારા ફોર્મમાં દેખાઈ રહી છે અને ભારતીય બેટ્સમેનોએ પ્રથમ બે મેચમાં 36 ચોગ્ગા અને 24 છગ્ગા ફટકાર્યા છે.

  • ભારતીય ટીમ આજે ઓસ્ટ્રેલિયા સામે ત્રીજી T20 મેચ રમશે 
  • બે મેચ જીતીને ભારતીય ટીમે આ સીરીઝમાં 2-0ની લીડ મેળવી લીધી છે 
  • ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાથી મળેલી હારનો બદલો લેવાની સુવર્ણ તક

ભારતીય ટીમ આજે ત્રીજી T20 ઇન્ટરનેશનલ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે જીત સાથે પાંચ મેચની સીરીઝમાં વિજયી લીડ લેવાનું લક્ષ્ય રાખશે. આ મેચ આજે (28 નવેમ્બર) સાંજે 7 વાગ્યાથી ગુવાહાટીમાં રમાશે. અગાઉની બે મેચ જીતીને ભારતીય ટીમે આ સીરીઝમાં 2-0ની લીડ મેળવી લીધી છે.

ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાથી મળેલી હારનો બદલો લેવાની સુવર્ણ તક
નોંધનીય છે કે શ્રેયસ અય્યરને વર્લ્ડ કપ ફાઇનલ બાદ એક સપ્તાહનો આરામ આપવામાં આવ્યો હતો પરંતુ તે રાયપુર અને બેંગલુરુમાં રમાનારી છેલ્લી બે મેચો માટે ટીમમાં પરત ફરશે અને રુતુરાજ ગાયકવાડના સ્થાને વાઇસ-કેપ્ટનની ભૂમિકા ભજવશે. એવામાં આજની મેચ જીતીશું તો ઓસ્ટ્રેલિયા સામેની આ સીરીઝ 3-0થી કબજે કરી લઈશું તો બાકીની 2 મેચ જીતીને ક્લીન સ્વીપ કરીને ODI વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાથી મળેલી હારનો બદલો લેવાની સુવર્ણ તક હશે.

ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ પર થાકની અસર દેખાવા લાગી
ટીમ ઇન્ડિયા હાલ ખુબ સારા ફોર્મમાં દેખાઈ રહી છે અને ભારતીય બેટ્સમેનોએ પ્રથમ બે મેચમાં 36 ચોગ્ગા અને 24 છગ્ગા ફટકાર્યા છે. સાથે જ ઓસ્ટ્રેલિયાના કેટલાક વરિષ્ઠ ખેલાડીઓ જેમ કે સ્ટીવ સ્મિથ, ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટોઈનિસ અને એડમ ઝમ્પા 9 અઠવાડિયાથી વધુ સમયથી ભારતમાં છે અને હવે તેમના પર થાકની અસર દેખાવા લાગી છે.  

ટોપ ઓર્ડરે આ સિરીઝની પહેલી બે મેચમાં ખુબ સારું પ્રદર્શન કર્યું
સાથે જ ભારતીય બેટિંગના ટોપ ઓર્ડરે આ સિરીઝની પહેલી બે મેચમાં ખુબ સારું પ્રદર્શન કર્યું છે. યશસ્વી જયસ્વાલ, રૂતુરાજ ગાયકવાડ અને કેપ્ટન સૂર્યકુમાર યાદવ અડધી સદી ફટકારવામાં સફળ રહ્યા છે. વર્લ્ડ કપ દરમિયાન પ્લેઇંગ ઈલેવનની બહાર રહેલ ઇશાન કિશન સારા ફોર્મમાં દેખાઈ રહ્યો છે અને તેણે પણ બે અડધી સદી ફટકારી છે.ઉપરાંત રિંકુ સિંહ આ ફોર્મેટમાં ફિનિશરની ભૂમિકામાં રહેવાનો પ્રયાસ કરી રહ્યો છે અને બંને મેચોમાં નીચેની ક્રમમાં સારી ઇનિંગ્સ રમી રહ્યો છે. 

તિલક વર્મા પ્રથમ બે મેચમાં માત્ર 12 બોલ જ રમી શક્યો
ભારતની છેલ્લી 12 T20 મેચ રમનાર તિલક વર્મા પ્રથમ બે મેચમાં માત્ર 12 બોલ જ રમી શક્યો છે. પ્રથમ મેચમાં 209 રનના લક્ષ્યનો પીછો કરતી વખતે વર્મા પાંચમા નંબરે આવ્યો હતો અને તેણે 10 બોલમાં બે ચોગ્ગાની મદદથી 12 રન બનાવ્યા હતા. તિરુવનંતપુરમમાં બીજી ટી20માં રિંકુને તેની ઉપર બેટિંગ કરવા મોકલવામાં આવ્યો હતો અને વર્માએ માત્ર બે બોલ રમ્યા હતા.

ટી-20માં ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા પર ભારે છે
જો આપણે T20 ઇન્ટરનેશનલ મેચોમાં એકબીજા સામે બંને ટીમોના રેકોર્ડ પર નજર કરીએ તો તેમાં ભારતીય ટીમનો દબદબો દેખાય છે. અત્યાર સુધી બંને ટીમો વચ્ચે કુલ 28 T20 મેચ રમાઈ છે, જેમાં ભારતીય ટીમે 17માં જીત મેળવી છે. જ્યારે 10 મેચ હારી હતી અને એક મેચ અનિર્ણિત રહી હતી. સાથે જ ઘરઆંગણે કાંગારૂ ટીમ સામે ભારતીય ટીમનો રેકોર્ડ પણ મજબૂત રહ્યો છે. ભારતની ધરતી પર બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 12 મેચ રમાઈ છે, જેમાંથી ભારતે 8માં જીત મેળવી છે. જ્યારે ઓસ્ટ્રેલિયાએ 4 મેચ જીતી છે.

T20 ઇન્ટરનેશનલમાં ભારત Vs ઓસ્ટ્રેલિયા
કુલ મેચ: 28
ભારત જીત્યું: 17
ઓસ્ટ્રેલિયા જીત્યું: 10
પરિણામ નહીં: 1

ભારતમાં બંને ટીમો વચ્ચે T20 રેકોર્ડ
કુલ મેચ: 12
ભારત જીત્યું: 8
ઓસ્ટ્રેલિયા જીત્યું: 4

આ ખેલાડીને અય્યર માટે પડતો મુકવામાં આવી શકે છે
એ જોવાનું રસપ્રદ રહેશે કે ઐયર રાયપુરમાં આગામી મેચ માટે ટીમ સાથે જોડાય તે પહેલાં કેપ્ટન સૂર્યકુમાર પોતે વર્માને બેટિંગ ક્રમમાં નીચે ખસેડીને વધુ બોલ રમવાની તક આપે છે કે કેમ. ભારતીય બોલરોએ પ્રથમ મેચમાં 208 રન આપ્યા બાદ બીજી મેચમાં સારું પ્રદર્શન કર્યું હતું.

શ્રેણી માટેની બંને ટીમો આ પ્રમાણે છે-
ભારતીય ટીમઃ સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), રૂતુરાજ ગાયકવાડ, ઈશાન કિશન, યશસ્વી જયસ્વાલ, તિલક વર્મા, રિંકુ સિંહ, જીતેશ શર્મા, વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, શિવમ દુબે, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ કૃષ્ણ, અવેશ ખાન અને મુકેશ કુમાર .

ઓસ્ટ્રેલિયન ટીમઃ મેથ્યુ વેડ (કેપ્ટન), એરોન હાર્ડી, જેસન બેહરેનડોર્ફ, સીન એબોટ, ટિમ ડેવિડ, નાથન એલિસ, ટ્રેવિસ હેડ, જોશ ઈંગ્લિસ, ગ્લેન મેક્સવેલ, તનવીર સંઘા, મેટ શોર્ટ, સ્ટીવ સ્મિથ, માર્કસ સ્ટોઈનીસ, કેન રિચાર્ડસન, એડમ ઝમ્પા .

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ