બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / In this place of Gujarat, the biggest cases of the country are being thoroughly investigated, now the case of Aryan Khan has been taken up.

ઉઠશે પરદો / ગુજરાતની આ જગ્યાએ દેશના મોટા-મોટા કેસની થાય છે ઝીણવટ પૂર્વક તપાસ, હવે આર્યન ખાનનો કેસ લીધો હાથમાં

Mehul

Last Updated: 10:10 PM, 6 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુંબઈ-ગોવા ક્રુઝમાં ડ્રગ્સ મામલે ઝડપાયેલા આરોપીઓ પૈકી બોલીવૂડ સ્ટાર શાહરૂખ ખાનનાં  પુત્ર આર્યન ખાનનાં મોબાઈલ ફોનની તપાસ ગાંધીનગર ફોરેન્સિક સાયન્સ યૂનિવર્સીટીમાં કરવામાં આવશે

  • આર્યન ખાનનો મોબાઈલ ગાંધીનગરમાં 
  • ડ્રગ્સ કેસમાં શાહરૂખ પુત્રનો મોબાઈલ આવશે 
  • ગાંધીનગરની ફોરેન્સિક સાયન્સ યૂનિવર્સીટી અવ્વલ  

ગુજરાતના ગાંધીનગરની ફોરેન્સિક સાયન્સ યૂનિવર્સીટી છે જે ભારતભરના મોટા ગુનાઓની સત્યતા શોધવામાં અગ્રેસર છે. પ્રધાનમંત્રી મોદીની આગવી સૂઝ સાથે શરુ કરાયેલી આ ફોરેન્સિક સાયન્સ યૂનિવર્સીટીયૂનિવર્સ આજે દેશના મોટા-મોટા ગુનાઓ ઉકેલવા પ્રયત્નશીલ છે. મુંબઈ-ગોવા ક્રુઝમાં ડ્રગ્સ મામલે ઝડપાયેલા આરોપીઓ પૈકી બોલીવૂડ સ્ટાર શાહરૂખ ખાનનાં  પુત્ર આર્યન ખાનનાં મોબાઈલ ફોનની તપાસ ગાંધીનગર ફોરેન્સિક સાયન્સ યૂનિવર્સીટીમાં કરવામાં આવશે. આ કોઈ પહેલીવાર નથી કે મસમોટા ગુનાની જાળ ભેદવામાં ગાંધીનગરની ફોરેન્સિક  યૂનિવર્સીટી કામ કરી રહી હોય. બોલીવૂડ સ્ટાર સુશાન્ત સિંહ  રાજપૂત કેસમાં પણ બૉલિવૂડ ડ્રગ્સ કેસ મામેલ NCBએ 85 જેટલા ગેજેટ્સ ફૉરેન્સિક તપાસ માટે ગુજરાતના ગાંધીનગરમાં આવેલી ફોરેન્સિક લેબમાં મોકલ્યાં હતા. આ ગેજેટસમાં સુશાંત સિંહની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી, તેનો ભાઈ શૌવિક ચક્રવર્તી, અભિનેત્રી દીપિકા પાદૂકોણ, શ્રદ્ધા કપૂર, સારાઅલી ખાન અને અભિનેતા અર્જુન રામપાલ જેલા બોલિવૂડ સેલેબ્સ સહિત અન્ય ડ્રગ્સ પેડલર્સના હતા.NCB દ્વારા ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવેલા 100 ગેજેટ્સમાંથી 80 iPhone છે. જેમાંથી 30 મોબાઈલના ડેટા FSL દ્વારા રિટ્રાઈવ કરવામાં આવ્યો છે. જ્યારે હજુ અન્ય 70 ગેજેટ્સના ડેટા રિટ્રાઈવ કર્યા હતા 

નિઠારી કાંડની તપાસ પણ અહીં 

 નોઇડા નજીક આવેલા નિઠારી હત્યાકાંડની તપાસ પણ ગાંધીનગરના ફોરેન્સિક સાયન્સમાં આવી હતી. ડિસેમ્બર-2006માં નોઈડાનાં નીઠારીમાં મોનીન્દર ર્સિંહ પંઢેરની હવેલી પાછળ આવેલા નાળામાં પોલીસને 19 બાળકો અને મહિલાઓના હાડપિંજર મળ્યા હતા. આરોપ હતો કે, હવેલીમાં 16 લોકોની હત્યા કરવામાં આવી હતી.આ કેસમાં પોલીસે મોનિન્દર પંઢેર અને તેના નોકર સુરેન્દ્ર કોલીને ગિરફ્તાર કર્યો હતો.આરોપ તો એવો પણ હતો કે, હવેલીના રસ્તેથી પસાર થતા બાળકોને કોલી પકડીને તેની સાથે કુકર્મ કરતો અને પછી તેની હત્યા કરી દેતો હતો.2006માં આ કેસની તપાસ CBI કરતી હતી.

પૂર્વ મિસ જમ્મુ અનારા ગુપ્તા કેસ 

ગાંધીનગરના ફોરેન્સિક સાયન્સમાં બહુ ચર્ચિત કિસ્સો આવ્યો હતો જમ્મુની મિસ અનારા ગુપ્તાનો હતો. 15 વર્ષ પૂર્વે  કથિત સેક્સ સીડીથી ચર્ચામાં આવેલી પૂર્વ મિસ જમ્મુ અનારા ગુપ્તાનાં કેસે દેશભરમાં ચર્ચા જગાવી હતી. અનારા ગુપ્તાની કથિત સેક્સ સીડી ગાંધીનગરમાં આવી હતી.બાદમાં અનારા ગુપ્તા પર એવો આરોપ હતો કે, એક ફ્રોડ કંપની બનાવીને અંદાજે 45000 લોકો સાથે 200 કરોડ રૂપિયાથી વધારેની છેતરપિંડી કરી છે. પૂર્વ મિસ જમ્મૂ રહેલ ભોજપુરી અભિનેત્રી અનારા ગુપ્તા ભાગેડુ જાહેર થઇ હતી. એસટીએફ અલાહબાદ તેની શોધ કરી રહી હતી . તેના મુંબઈ સ્થિત ફ્લેટ પર તાળું લાગેલું હતું . 

દેશમાં અવ્વલ ફોરેન્સિક યૂનિવર્સીટી 

ગાંધીનગરની ફોરેન્સિક યૂનિવર્સીટી આજે દેશમાં અવ્વલ છે તેને રાષ્ટ્રીય કક્ષાનો દરજ્જો પ્રાપ્ય છે. આ  ફોરેન્સિક યૂનિવર્સીટીએ દેશમાં 55 સ્થળો પર એક ફોરેન્સિક વેન મોકલવાની તૈયારી કરી છે.જેમાં દુષ્કર્મ,હત્યા, ડ્રગ્સ, ફિંગર પ્રિન્ટ્સ જેવી તપાસના ઉપકરણોથી સજ્જ એવી આ વેન દેશના અન્ય રાજ્યોમાં જશે.ગુજરાતમાં અત્યારે 11 જેટલી વેન કાર્યરત છે.દરેક ગુનાઓના ઝીણવટ ભર્યા  પરિક્ષણ માટે જે સાધન-સંસાધનની જરૂર છે તે તમામ આ વેનમાં ઉપલબ્ધ છે. હવે દેશની નજર બોલીવૂડના 'બિગડેલ બચ્ચા' આર્યન ખાનના મોબાઈલ પર છે જેમાં અશ્લિલ તાસવરો તો છે જ સાથે ડ્રગ્સ કનેક્શનને જોડાતા કેટલા મોટા પુરાવાઓ છે તેની તપાસ ગાંધીનગરની ફોરેન્સિક સાયન્સ યૂનિવર્સીટી કરશે 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ