બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Politics / વડોદરા / In the ongoing meeting, this BJP leader lashed out at the Mayor of Vadodara

રાજકારણ / ચાલુ મીટિંગમાં BJPના આ નેતાએ વડોદરાના મેયરને ખખડાવ્યા, ગુસ્સે ભરાયેલા મેયરે કહ્યું ચાલો CMને રાજીનામું આપી દઈએ... જાણૉ શું છે વિવાદ

Priyakant

Last Updated: 10:41 AM, 22 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vadodara Latest News : ભાજપની સંકલન બેઠકમાં શહેર પ્રમુખે CM તમારા વિસ્તારમાં આવે છે, છતાં કોર્પોરેટરો સાથે મિટિંગ ન કરી કહી મેયરને ખખડાવ્યા

  • વડોદરા ભાજપની સંકલન બેઠકમાં ફરી બળાપો 
  • સંગઠન અને પાલિકાના પદાધિકારીઓ વચ્ચે રકજક થઈ 
  • શહેર ભાજપ પ્રમુખ ડો વિજય શાહે સંકલનમાં બળાપો ઠાલવ્યો, મારું કોઈ સાંભળતું નથી 
  • મેયરે ગુસ્સે થઈ કહ્યું, ચાલો આપણે મુખ્યમંત્રીને રાજીનામું આપી દઈએ 

Vadodara News : લોકસભા ચૂંટણી પહેલા પક્ષપલટાની મોસમ જામતી હોય છે. આ સાથે રાજકીય પક્ષોમાં અંદરોઅંદર નારાજગી પણ સામે આવતી હોય છે. આવી જ એક ઘટના વડોદરા ભાજપમાંથી સામે આવી છે. વાત જાણે એમ છે કે, વડોદરામાં ભાજપની સંકલન બેઠકમાં શહેર પ્રમુખે મેયરને ખખડાવ્યા હતા. આ તરફ વાત એટલી બધી આગળ વધી ગઈ કે, મેયરે તો CMને રાજીનામુ આપવાની વાત સુધી કરી નાખી. આ તરફ હવે આ મામલે રાજકારણ ગરમાયું છે. 

વડોદરામાં ભાજપની સંકલન બેઠકમાં એક વિવાદ સર્જાયો છે. વિગતો મુજબ સંકલનની બેઠકમાં શહેર પ્રમુખે મેયરને ખખડાવ્યા હતા. આ દરમિયાન બેઠકમાં સંગઠન અને પાલિકાના પદાધિકારીઓ સામસામે આવ્યા હતા. પ્રાથમિક વિગતો મુજબ બેઠકમાં શહેર પ્રમુખે CM તમારા વિસ્તારમાં આવે છે, છતાં કોર્પોરેટરો સાથે મિટિંગ ન કરી કહી મેયરને ખખડાવ્યા હતા.

આ તરફ મેયરે ગુસ્સે થઈ કહ્યું, ચાલો શીતલભાઈ આપણે મુખ્યમંત્રીને રાજીનામું આપી દઈએ. સ્ટેન્ડિંગ ચેરમેન શીતલ મિસ્ત્રીએ પણ મેયરની વાતમાં સુર પુરાવ્યો હતો. શહેર ભાજપ પ્રમુખ ડો વિજય શાહે સંકલનમાં બળાપો ઠાલવ્યો અને કહ્યું કે, મારું કોઈ સાંભળતું નથી. વિગતો મુજબ શહેર પ્રમુખે રોષ વ્યક્ત કરતા મેયર પિંકીબેન સોનીએ CMને રાજીનામુ આપવાની વાત કરી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ