બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ગુજરાત / અમદાવાદ / In the midst of inflation, the government has increased the salaries of Gujarat's leaders by so much

પગાર વધારો / મોંઘવારીના માર વચ્ચે ગુજરાતના નેતાઓને ઘી-કેળા, સરકારે પગારમાં કર્યો આટલા રૂપિયાનો વધારો

ParthB

Last Updated: 05:22 PM, 7 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના કર્મચારીઓના મોંધવારી ભથ્થાબાદ મંત્રીઓ અને ધારાસભ્યોના પગારમાં તોતિંગ વધારો કરવામાં આવ્યો છે.

  • મંત્રીઓનું 12 હજાર તો MLAનું 14 હજાર મોંઘવારી ભથ્થું વધશે
  • ઓક્ટોબરથી મંત્રીઓ અને MLAનું નવું પગાર ધોરણ થશે લાગુ
  • પગાર-મોંધવારી ભથ્થામાં ગુજરાત 8માં નંબરે  
  • 4 વર્ષ પહેલા જ થયો હતો 65 ટકાનો વધારો 

ધારાસભ્યો અને મંત્રીઓનોના પગારમાં 1.46 થી 1.28 લાખનો વધારો

રાજ્ય સરકારે સરકારી કર્મીઓના મોંઘવારી ભથ્થામાં વધારા બાદ હવે મંત્રીઓ તેમજ ધારાસભ્યોના પગારમાં પણ તોતિંગ વધારો કર્યો. રાજ્યના મંત્રીઓને ઓક્ટોબર મહિનાથી રૂ. 1.46 લાખ તો ધારાસભ્યોને રૂ.1.28 લાખ રૂપિયા મળશે.

ઓક્ટોબરથી મંત્રીઓ અને ધારાસભ્યોનું નવું પગાર ધોરણ થશે લાગુ

વૈશ્વિક મહામારી બાદ એક તરફ મોંઘવારી અને ફ્યુલના ભાવવધારાની સ્થિતિ વચ્ચે રાજ્ય સરકારે ગુજરાતના ધારાસભ્યો અને મંત્રીઓના પગારમાં ભારે વધારો કરવામાં આવ્યો છે. નવા પગાર ધોરણ મુજબ રાજ્યના ધારાસભ્યોનો હાલનો પગાર 1.16 લાખ રૂપિયા છે, જે ઓક્ટોબરમાં 12,760ના વધારા સાથે 1.28 લાખ રૂપિયા થશે, જ્યારે મંત્રીઓના પગારની વાત કરીએ તો, હાલ મળી રહેલા 1.32 લાખ રૂપિયામાં 14,520ના વધારા બાદ હવે 1.46 લાખ રૂપિયાની આસપાસ પગાર મળશે.

પગાર-મોંધવારી ભથ્થામાં ગુજરાતનો ક્યો નંબર 

દેશના ટોપ-10 રાજ્યની વાત કરીએ તો સૌથી વધુ મોંઘવારી ભથ્થું આપનાર રાજ્ય તેલંગાણા છે. અહીંના ધારાસભ્યોનો પગાર મહિને 2.50 લાખ રૂપિયાની આસપાસ છે, જેમાં રૂ.20,000 પગાર અને 2.30 લાખ રૂપિયા મોંઘવારી ભથ્થું મળે છે. ત્યાર બાદ બીજા નંબરે ઉત્તરાખંડ ધારાસભ્યોને મહિને 1,98,000 રૂપિયા મળે છે, જેમાં 30 હજાર રૂપિયા પગાર અને 1.68 લાખ રૂપિયા મોંઘવારી ભથ્થું મળે છે. આ લિસ્ટમાં ગુજરાત 8મા નંબર પર આવે છે. અહીંના ધારાસભ્યોને મહિને 1.16 લાખ રૂપિયાની આસપાસ મળે છે, જેમાં તેમનો પગાર 78,000, જ્યારે 27 હજાર રૂપિયા મોંઘવારી ભથ્થું મળે છે.

4 વર્ષ પહેલા થયો હતો 65 ટકાનો વધારો 

વર્ષ 2018માં ગુજરાત વિધાનસભામાં રાજ્ય સરકારે મુખ્યમંત્રી, મંત્રીઓ, તમામ ધારાસભ્યોના પગારમાં 65 ટકાનો તગડો વધારો કર્યો હતો. ગુજરાત વિધાનસભામાં MLAના પગારમાં સુધારો કરતું વિધેયક પસાર કરાયું હતું. રાજ્યના ધારાસભ્યોનાં પગાર-ભથ્થા 70,727થી વધારીને 1,16,316 અને મંત્રીઓનાં પગાર-ભથ્થામાં 45 હજારનો વધારો કરી 87 હજારમાંથી 1 લાખ 32 હજાર કરવામાં આવ્યો હતો. આ પગાર વધારા બાદ પ્રજા પર વધુ એક બોજ ઝીંકવામાં આવ્યો હતો.

8 મહાનગર પાલિકાના કોર્પોરેટરોના પાગરમાં પણ થયો વધારો 

19 સપ્ટેમ્બરે 2018ના રોજ નેતાઓનાં પગાર-ભથ્થામાં વધારો થયા બાદ 8 મહાનગરપાલિકાના કોર્પોરેટરોનાં પણ પગાર-ભથ્થા વધારવામાં આવ્યાં હતાં. જેમાં  અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરાના કોર્પોરેટરને માસિક 12,000 માનદ વેતન, મીટિંગ ભથ્થું મહિને 500, ટેલિફોન એલાઉન્સ મહિને 1000 અને સ્ટેશનરી એલાઉન્સ 1500 કર્યા હતા, એટલે કે પગાર-ભથ્થા પેટે મહિને 15,000 મળે છે. જ્યારે જામનગર, જૂનાગઢ, ગાંધીનગર અને ભાવનગરના કોર્પોરેટરોને માસિક 7000 માનદ વેતન, 500 મીટિંગ ભથ્થું, 1000 ટેલિફોન બિલના અને 1500 સ્ટેશનરી એલાવન્સ આપવાનો નિર્ણય કર્યો હતો,એટલે મહિને પગાર-ભથ્થા પેટે 10,000 મળે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ