બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / In the matter of sending a notice of 1 rupee to the farmer, the transfer of a small female employee, why save the deputy engineer?

અમરેલી / ખેડૂતને 1 રૂપિયાની નોટિસ પાઠવવા મામલે નાના મહિલા કર્મચારીની બદલી, તો ડેપ્યુટી ઈજનેરનો કેમ બચાવ?

Vishal Khamar

Last Updated: 06:08 PM, 15 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમરેલીનાં કુકુવાવ ગામે ખેડૂતને 1 રૂપિયાનું વીજબિલ બાકી હોવાની નોટિસ મામલે બિલ આપનાર મહિલા કર્મચારીની બદલી કરવામાં આવી છે. જ્યારે વીજ બિલ પર સહી કરનારા ડેપ્યુટી ઈજનેર સામે કોઈ પગલા ન લેવાતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો.

  • અમરેલીના કુકાવાવમાં ખેડૂતને 1 રૂપિયાનું વીજબિલ બાકી હોવાની નોટિસનો મામલો
  • 1 રૂપિયાની નોટિસ આપવા બદલ મહિલા કર્મચારીની PGVCLએ કરી બદલી
  • વીજબિલ પર સહી કરનારા ડેપ્યુટી ઈજનેર સામે કોઈ પગલા ન લેવાયા

અમરેલીનાં કુકાવાવમાં ખેડૂતને 1 રૂપિયાનું વીજબિલ બાકી હોવાની નોટિસ મામલે PGVCL એ નાના કર્મચારીની બદલી કરીને દંડ્યા છે. 1 રૂપિયાની નોટિસ આપવા બદલ મહિલા કર્મચારીની PGVCL દ્વારા બદલી કરવામાં આવી છે. અધિકારીને બદલે નાના કર્મચારીને જવાબદાર ગણી કુકાવાવથી રાજુલા બદલી કરવામાં આવતી નાના કર્મચારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. 

ડેપ્યુટી ઈજનેર સામે કોઈ પગલા ન લેવાતા કર્મચારીઓમાં રોષ
મહિલા કર્મચારી દ્વારા 1 રૂપિયાની માંગણા નોટિસમાં 5 રૂપિયાની સ્ટેમ્પ ટિકિટ ચોંટાડી હતી. આ 1 રૂપિયાની માંગણા નોટીસ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. જે બાદ PGVCL  નાં 1 રૂપિયાનાં લેણાનો કેસ વડિયા લોકઅદાલતમાં પહોંચ્યો હતો. ત્યારે વીજબિલ પર સહી કરનારા ડેપ્યુટી ઈજનેર સામે કોઈ પગલા ન લેવાયા નથી. ત્યારે ડેપ્યુટી ઈજનેરનાં બદલે બિલ આપનારા મહિલા કર્મચારીની બદલી કરવામાં આવતા કર્મચારીઓમાં રોષ જોવા મળી રહ્યો હતો. 

નોટિસ ઇસ્યુ થયાનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો
અમરેલીના વડિયામાં ખેડૂતને PGVCLની વિચિત્ર નોટિસ મળી હતી. વિગતો મુજબ PGVCLની 1 રૂપિયો બાકી હોવાની ખેડૂતને નોટિસ આપવામાં આવી છે. હરેશભાઈ સોરઠિયા નામના ખેડૂતને રદ્દ થયેલા કનેક્શનનો 1 રૂપિયો બાકી હોવાની નોટિસ અપાઈ છે. જેમાં વડિયા લોક અદાલતમાં 1 રૂપિયો ભરવા અંગે નોટિસ ઇસ્યુ થયાનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. 

શું છે સમગ્ર મામલો ? 
અમરેલી જિલ્લાનાં કુંકાવાવના એક ખેડૂતને PGVCL દ્વારા એક રૂપિયાની નોટિસ અપાઇ છે. પ્રાથમિક માહિતી મુજબ 7 વર્ષ પહેલા કુકાવાવાના ખેડૂતના ખેતરમાં એક વીજ કનેક્શનને રદ્દ કરવામા આવ્યુ હતું. જે બાદમાં આ મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. જોકે હવે PGVCL દ્વારા કોર્ટ મારફતે કુકાવાવના ખેડૂતને 1 રૂપિયાની કાયદેસરની કોર્ટ નોટિસ અપાવી છે. પાંચ રૂપિયાની ટિકીટ લગાડીને ખેડૂત પાસે એક રૂપિયાની નોટિસ અપાઇ છે.  

આ બાબતે શું કહ્યું હતુ ઉર્જામંત્રીએ ? 
PGVCL દ્વારા કોર્ટ મારફતે ખેડૂતને નોટીસ ફટકારી છે. જેમાં 5 રૂપિયાની ટીકીટ ખર્ચી 1 રૂપિયાની રિકવરી નોટિસ પાઠવવા મામલે ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઇનું નિવેદન સામે આવ્યું છે. કનુભાઈ દેસાઇએ જણાવ્યું કે,  આ રીતે 1 રૂપિયાના ટોકન માટે નોટિસ ન આપવી જોઇએ. સમગ્ર મુદ્દે યોગ્ય તપાસ કરીને જણાવીશ. આ સાથે કહ્યું કે, નોટિસ મુદ્દે અધિકારી સામે કાર્યવાહી કરવામાં આવશે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ