બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / In the Aravalli district the very beginning of summer is the cry of water

સમસ્યા / અરવલ્લીમાં આવનારો ઉનાળો આકરો જાય તેવાં હાલ, જળાશયોમાં પાણીનો ઘટતો જથ્થો બન્યો ચિંતાનું કારણ

Vishal Khamar

Last Updated: 03:17 PM, 10 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉનાળાના પ્રારંભે અરવલ્લી જિલ્લાના જળાશયોમાં પાણીના તળિયા દેખાતા ખેડૂતો સહીત જિલ્લા વાસીઓ ચિંતાતુર બન્યા છે.

અરવલ્લી જિલ્લામાં જિલ્લાની જીવાદોરી સમાન મુખ્યત્વે માઝુમ , મેશ્વો , વાત્રક ,વૈડી અને લાંક એમ છ જળાશયો આવેલા છે.ઉનાળો હવે શરૂ થવા જઈ રહ્યો છે તેવામાં આ જળાશયોમાં સતત ઘટતો પાણીનો જથ્થો જિલ્લાવાસીઓ માટે ચિંતાનું કારણ બન્યો છે. ખાસ કરીને જિલ્લાના માઝુમ , મેશ્વો અને વાત્રક જળાશયો માંથી જુદી જુદી પાણી પુરવઠા યોજનાઓ હેઠળ જિલ્લાના ગામોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે બીજી તરફ શિયાળુ પાક માટે પણ આ ડેમો માંથી પાંચ થી છ વખત પાણી પિયત આપવામાં આવ્યું છે તેવા સંજોગોમાં હાલ ડેમોમાં પાણીની સ્થિતિ જોતા ખેડૂતોની આવનાર ઉનાળુ ખેતી અને ઘાસચારા માટે પાણી ને લઇ ચિંતા વધી છે.

પીવાના પાણી માટે આગોતરૂ આયોજન કરવા ખેડૂતોની માંગ
ઉનાળાની શરૂઆતમાં જિલ્લાના મોડાસાના માજમ જળાશયમાં ૨૬ ટકા, શામળાજી મેશ્વો જળાશયમાં ૨૫ ટકા , બાયડ વાત્રક જળાશયમાં ૩૯ ટકા પાણીનો જથ્થો છે તેવા સંજોગોમાં આવનારો ઉનાળો જિલ્લાવાસીઓ માટે આકરો જાય તેવું હાલ જોવા મળી રહ્યું છે જોકે તંત્ર દ્વારા પીવાના પાણી માટે આગોતરું આયોજન કરવામાં આવતા પીવાના પાણી માટે સમસ્યા નહિ સર્જાય પરંતુ ખેડૂતોને સિંચાઈ માટે પિયત પાણી નહિ મળવાના કારણે ખેડૂતો માટે સમસ્યા સર્જાય તેવું દેખાઈ રહ્યું છે. 

સરકાર દ્વારા નર્મદાના નીર જળાશયોમાં નાંખવામાં આવે તેવી ખેડૂતોની માંગઃ દિનેશભાઈ પટેલ (ખેડૂત)
આ બાબતે ખેડૂત દિનેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, આ વર્ષે વરસાદ ઓછો હોવાના કારણે માર્ચ મહિનામાં પણ પાણીની સમસ્યા સર્જાય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. ત્યારે ઉનાળામાં ખેતી તેમજ પીવા માટે પાણીની સમસ્યા સર્જાય તેમ  છે. ત્યારે મારી સરકારને વિનંતી છે કે જો નર્મદાનું પાણી પાઈપ લાઈન મારફતે ડેમમાં નાંખવામાં આવે તો તેનાથી ઉનાળુ ખેતીને પણ લાભ મળે તેમજ પીવાના પાણીની સમસ્યા પણ હલ થાય તેમ છે. 

નીરવભાઈ પટેલ (સિંચાઈ અધિકારી)

વધુ વાંચોઃ હવે અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડશે વંદે ભારત ટ્રેન, PM મોદીના હસ્તે કરાશે લોકાર્પણ, જાણો ક્યારે?

જળાશયોમાં પાણીની જે રીતે પરિસ્થિતિ હશે તે મુજબ નિર્ણય લેવામાં આવશેઃ નીરવભાઈ પટેલ (સિંચાઈ અધિકારી)
આ બાબતે સિંચાઈ અધિકારી નીરવભાઈ પટેલે જણાવ્યું હતું કે, હાલના તબક્કાની પાણીના જથ્થાની ત્રણેય જળાશયોમાં જે પરિસ્થિતિ છે. પાણી પીવાનાં જથ્થાની જે જરૂરિયાત છે.  જુલાઈ મહિનાથી એ પ્રમાણે ઉનાળો પૂર્ણ થઈ જાય અને જુલાઈ મહિનો એન્ડ થાય ત્યાં સુધી ત્રણેય જળાશયોમાં પીવાના પાણીની કોઈ સમસ્યા સર્જાશે નહી. ઉનાળાનાં સિંચાઈની વાત કરીએ તો વાત્રક જળાશય યોજનામાં જે તે સમયે જરુરીયાત ઉભી થશે. અને પાણીની જે રીતે પરિસ્થિતિ હશે તે મુજબ નિર્ણય લેવામાં આવશે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ