બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ગુજરાત / અમદાવાદ / In one fell swoop Shaktisingh suspended 34 members, there was an uproar among the leaders.

આદેશને ઉપરવટ / ગુજરાત કોંગ્રેસની કડક કાર્યવાહી: એક ઝાટકે શક્તિસિંહે 34 સભ્યોને કર્યા સસ્પેન્ડ, નેતાઓમાં મચ્યો ખળભળાટ

Vishal Khamar

Last Updated: 08:06 PM, 14 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તાલુકા પંચાયની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષનાં આદેશનાં ઉલ્લંઘન બદલ કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે પ્રદેશ પ્રમુખે તાલુકા પંચાયતનાં 34 સભ્યોને 6 વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કરતા કોંગ્રેસનાં કાર્યકરોમાં ખળભળાટ મચી ગયો હતો.

  • તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષનાં આદેશનાં ઉલ્લંઘન બાદ કાર્યવાહી
  • પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે 34 સભ્યોને કર્યા સસ્પેન્ડ
  • તા. પંચાયતનાં 34 સભ્યોને 6 વર્ષ માટે કર્યા કરાયા સસ્પેન્ડ

તા. પંચાયતના 34 સભ્યોને 6 વર્ષ માટે તાત્કાલિક સસ્પેન્ડ કરાયા
રાજ્યમાં થોડા દિવસ અગાઉ પાલિકા, જીલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતોમાં ચૂંટાયેલા સભ્યોની અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતી હોઈ નવા પ્રમુખો,  ચેરમેન તેમજ ઉપપ્રમુખોની વરણી કરવામાં આવી હતી. ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષનાં આદેશનાં ઉલ્લંઘન બદલ કાર્યવાહી કરવામાં આવી છે. પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે 34 સભ્યોને સસ્પેન્ડ કર્યા છે. તાલુકા પંચાયતનાં 34 સભ્યોને 6 વર્ષ માટે તાત્કાલિક સસ્પેન્ડ કરાયા છે.  જેમાં ગારીયાધાર, કલોલ, અબડાસા, લખતર, સરસ્વતી, સિદ્ધપુર, વિસનગર, નડિયાદ, માતર, મહુવા તાલુકા પંચાયતોનાં સભ્યો પર કાર્યવાહી કરવામાં આવી છે. 

ભાજપ દ્વારા અનેક હથટંડા અપનાવ્યાઃ શક્તિસિંહ ગોહિલ
આ બાબતે પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, આનંદ છે કે ગુજરાતમાં મોટા ભાગનાં કોંગ્રેસનાં ચૂંટાયેલા પ્રતિનિધિઓએ ભારતીય જનતા પાર્ટીનાં અનેક પ્રલોભનો સામ દામ દંડ અને તેનાથી નીચે લોકશાહીમાં જે માન્ય નથી તેવા હથટંડા કર્યા. ખોટા કેસ, બસમાંથી ઉઠાવી જવા. કલોલમાં જોયું સ્પષ્ટ બહુમતી હતી અમારી. આ બધા જ ધંધા કર્યા હોવા છતાં મોટા ભાગે કોંગ્રેસનાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઝુક્યા નથી. જસદણમાં પણ અનેક હથટંડા થયા છતાં જસદણમાં કોંગ્રેસની તાલુકા પંચાયત બેઠી છે. અમુક જગ્યાએ કેટલાક લોકોને કોંગ્રેસની વિરૂદ્ધ મતદાન કર્યું છે. તેવા લોકોને છ વર્ષ માટે પાર્ટી સસ્પેન્ડ કરી રહી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ