બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / સ્પોર્ટસ / Cricket / In India's loss tomorrow, people got angry at this one player

આવું હોય? / ભારત કાલે હાર્યુ એમાં લોકોએ આ એક ખેલાડી પર ઉતાર્યો ગુસ્સો, સહેવાગ-ઔવેસી આવ્યા બચાવમાં

Kinjari

Last Updated: 05:50 PM, 25 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

T-20 વર્લ્ડકપમાં ભારતની પાકિસ્તાન સામે 10 વિકેટથી હાર થઇ હતી. વર્લ્ડકપના ઇતિહાસમાં પાકિસ્તાને ભારતને પહેલીવાર હરાવ્યું છે. ત્યારે સોશ્યલ મીડિયા પર લોકો ગુસ્સે થઇ રહ્યાં છે.

  • હાર બાદ મો. શમીને લોકોએ કર્યો ટ્રોલ
  • સહેવાગ-ઇરફાન આવી ગયા બચાવમાં
  • ઔવેસીએ પણ કહી દીધી મોટી વાત

ભારતીય ક્રિકેટર ટ્રોલ
મોહમ્મદ શમીને ભારતીય યુઝર્સ ટ્રોલ કરી રહ્યાં છે. જે બાદ કેટલાક લોકો તેના બચાવમાં આવ્યા છે. પાકિસ્તાન વિરુદ્ધ શમીએ 3.5 ઓવરમાં 43 રન આપ્યા હતા અને એક પણ વિકેટ લીધી નહી. શમીએ કુલ 6 ચોગ્ગા અને 1 છગ્ગો આપ્યો હતો. આવા ખરાબ પ્રદર્શન બાદ સોશ્યલ મીડિયા પર શમીને ટ્રોલ કરવામાં આવ્યો અને આરોપ પણ લગાવ્યા હતા. 

 

 

સહેવાગ આવ્યો બચાવમાં
પૂર્વ ક્રિકેટર વિરેન્દ્ર સહેવાગે લોકોને ખરી ખોટી સંભળાવી હતી. સહેવાગે ટ્વિટ કરીને લખ્યું કે, શમી પર જે પ્રકારે ઓનલાઇન એટેક થઇ રહ્યો છે તે ચોંકાવનાર છે. અમે મોહમ્મદ શમી સાથે ઉભા છીએ. તે એક ચેમ્પિયન છે અને ભારતની કેપ પહેરે છે. તેના દિલમાં ભારત વસે છે. શમી અમે તારી સાથે છીએ, આવનારી મૅચમાં બતાવી દે જલવો. 

 

 

ઉમર અબ્દુલ્લા, ઓવેસી પણ બચાવમાં
હૈદરાબાદના સાંસદ અને AIMIM પ્રમુખ અસદ્દુદીન ઔવેસીએ પણ આ મુદ્દે નિવેદન આપ્યું. ઔવેસીએ કહ્યું કે કાલે ભારત-પાકિસ્તાન મૅચ બાદ શમીને નિશાનો બનાવવામાં આવી રહ્યો છે. આ બતાવે છે કે દેશમાં કેટલી નફરત વધી ગઇ છે. ટીમમાં 11 ખેલાડી છે અને એક મુસ્લિમ ખેલાડી છે આ લોકો તેને નિશાન બનાવી રહ્યાં છે. 

જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ પણ કહ્યું કે, શમી તે 11 ખેલાડીઓમાંથી એક હતો જે ગઇકાલે હાર્યા છે. એવામાં માત્ર તે એક ખેલાડી નહોતો. ટીમ ઇન્ડિયા BLM પર એક ગોઠણ પર બેસે છે તે મહત્વનું નથી જો તમે પોતાના જ ખેલાડી સાથે ન ઉભા રહો તો. 

 

 

પૂર્વ ભારતીય ક્રિકેટર ઇરફાન પઠાણે પણ શમીના સમર્થનમાં ટ્વિટ કરી છે. તેણે લખ્યું કે, હું પણ ભારત પાકિસ્તાન મૅચનો હિસ્સો રહ્યો છું જ્યારે અમે હાર્યા હતા પરંતુ મને ક્યારેય પાકિસ્તાન જવા માટે નથી કહેવામાં આવ્યું. આ બંધ થવું જોઇએ. 

કોહલીએ હારનું કારણ કહ્યું
વિરાટે કહ્યું કે પહેલી 6 ઓવરમાં પાકિસ્તાને શાનદાર બોલિંગ કરી અને જેના કારણે અમે વધારે રન ન બનાવી શક્યા. 7 વિકેટ પર માત્ર 151 રન જ બનાવી શકી અને પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાને એકલા હાથે જ આ સ્કોર અચીવ કરી લીઝો હતો. પાકિસ્તાનની એક પણ વિકેટ ગઇ નહોતી. 

હારનું સૌથી મોટું કારણ
ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું કે, પાકિસ્તાની બોલર શાહીન આફ્રીદીના કારણે 2 વિકેટ ગુમાવી અને જેથી ભારતીય ટીમ દબાવમાં આવી ગઇ હતી. બસ આ જ કારણ છે કે બીજા 20-25 રન ન બનાવી શકી અને ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતની આ હાર શરમજનક હતી. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ