બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / In delhi all schools closed from tomorrow till further orders

BIG NEWS / દિલ્હીમાં શાળાઓ ફરીથી લૉક, સુપ્રીમ કોર્ટે ઝાટકણી કાઢતા ગણતરીની મિનિટોમાં કેજરીવાલ સરકારનો નિર્ણય

ParthB

Last Updated: 01:56 PM, 2 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશની રાજધાની દિલ્હીમાં સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ કેજરીવાલ સરકારે ફરી મોટો નિર્ણય લીધો છે. વાયુ પ્રદૂષણને જોતાં આગામી આદેશ સુધી ફરીથી શાળાઓને બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા છે.

  • દિલ્હીમાં શાળાઓ ફરીથી લૉક 
  • કેજરીવાલ સરકારે લીધો નિર્ણય 
  • કોર્ટે ઝાટકણી કાઢતા એક્શનમાં આવી સરકાર

શાળાઓ ફરીથી લૉક

વાયુ પ્રદૂષણને જોતાં સરકારે તાત્કાલિક શાળાઓ બંધ કરવાના આદેશ આપ્યા છે જે શુક્રવારથી જ લાગુ થશે. છેલ્લા એક મહિનાથી દિલ્હીમાં સતત પ્રદૂષણ વધી રહ્યું છે ત્યારે આજે સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કેજરીવાલ સરકારને ફટકાર લગાવી હતી અને પગલાં ભરવા માટે આદેશ આપ્યા હતા. કોર્ટે પૂછ્યું હતું કે જૉ રાજધાનીમાં મોટા લોકોને વર્ક ફ્રોમ હોમ કરવામાં આવતું હોય તો પછી બાળકોને શાળાએ કેમ મોકલવામાં આવી રહ્યા છે?


કોર્ટની નારાજગીને જોતાં કેજરીવાલ સરકારે એક કલાકમાં જ નવા આદેશ જાહેર કર્યા હતા.

સુપ્રીમ કોર્ટના મુખ્ય જજ એનવી રમન્નાએ દિલ્હી સરકાર તરફથી હાજર વકીલ અભિષેક મનુ સિંઘવીને કહ્યું,દિલ્હી તરફથી કોણ હાજર થઈ રહ્યું છે? સિંધવી અમે તમારા નિવેદનોને ગંભીરતાથી લીધા છે. તમે અનેક દાવા કર્યા છે. તમે કહ્યું છે કે તમે સ્કૂલ બંધ કરી દીધા છે. પરંતુ તમામ સ્કૂલ બંધ નથી. 3થી 4 વર્ષના બાળકો સ્કૂલે જઈ રહ્યા છે.'

જો તમે કંઈ નહીં કરો તો અમારે બંધ કરાવવું પડશે

કોર્ટે આગળ કહ્યું કે અમને લાગે છે કે વાયુ પ્રદૂષણના મુદ્દા પર કંઈ નથી થઈ રહ્યું. જ્યારે આનું સ્તર સતત ખરાબ થઈ રહ્યું છે. સીજેઆઈ રમન્નાએ કહ્યું કે જો તમે કંઈ નહીં કરો તો અમારે બંધ કરાવવું પડશે. જો તમે આદેશ ઈચ્છો છો તો અમે કોઈને નિયુક્ત કરી શકીએ છીએ.

અમે વાસ્તવિક ધૂળ નિયંત્રણ ઈચ્છીએ છીએ. ફક્ત રિપોર્ટ નહીં- જજ

સિંધવીએ કોર્ટને જણાવ્યું કે કાલે પણ એમ મંત્રી સેન્ટ્રલ વિસ્ટામાં ઉડતી ધૂળને જોઈ રહ્યા હતા. અમારી પાસે ઈચ્છાશક્તિ છે અને અમે કાર્યવાહી કરી રહ્યા છીએ. આના પર જસ્ટિસ સૂર્યકાંતે કહ્યું કે અમે વાસ્તવિક ધૂળ નિયંત્રણ ઈચ્છીએ છીએ. ફક્ત રિપોર્ટ નહીં.
 

દિલ્હી સરકારને 24 કલાકનો સમય આપી રહ્યા છીએ પ્રદૂષણનું સમાધાન કાઢો- કોર્ટ

દિલ્હીમાં વધતા પ્રદૂષણને લઇને સીજેઆઈએ કહ્યું કે અમે ઔદ્યોગિક અને વાહનોથી થનારા પ્રદૂષણને લઈને ગંભીર છે. તમે અમારા ખભા પર બંદૂક નહીં ચલાવી શકો. તમારે પગલા ભરવા પડશે. સ્કૂલ કેમ ખુલ્લા છે? અમારા પણ બાળકો છે. અમે તમને 24 કલાકનો સમય આપી રહ્યા છીએ. અમે ઈચ્છીએ છીએ કે તમે આના પર ગંભીરતાથી વિચાર કરો અને સમાધાન કાઢો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ