બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / In 15 days the newly constructed bridge fell into gaps Amreli's video went viral

ગંભીર આક્ષેપ / બ્રિજના કાચાકામને છુપાવવા કેમિકલનો સહારો! 15 દિવસમાં નવનિર્મિત પામેલા બ્રિજને પડી ગયા ગાબડાં, અમરેલીનો વીડિયો વાયરલ

Kishor

Last Updated: 10:41 PM, 8 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમરેલીમાં ભ્રષ્ટાચારના બોલતા પુરાવારુપ કિસ્સો પ્રકાસમાં આવ્યો છે. જેમાં 15 દિવસ પહેલા ખુલ્લા મુકવામાં આવેલા પુલમાં ગાબડા પડતા કામમાં પેટભરીને ગેરરીતિ આચરવામાં આવી હોવાની રાવ ઉઠી રહી છે.

  • અમરેલીમાં 15 દિવસ પહેલા ખુલ્લા મુકવામાં આવેલા પુલમાં ગાબડા 
  • ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પરના પુલ પર ગાબડા 
  • રાજુલાના હિંડોરણા પાસે બનાવેલો છે પુલ

બ્રિજની કામગીરીને લઈ સરકાર વર્ષોથી બદનામીનો માર ભોગવી રહી છે. ભૂતકાળમાં અનેક બ્રિજમાં તિરાડો તો અનેક બ્રિજ જમીનદોસ્ત થયા હોવાના કિસ્સાઓ સામે છે. આવી સ્થિતિ વચ્ચે રાજ્યમાં વધુ એક બ્રિજની કામગીરી ચર્ચાના ચકડોળે ચડી છે. અમરેલીમાં 15 દિવસ પહેલા ખુલ્લો મુકવામાં આવેલા પુલમાં ગાબડા હોવાનું સામે આવતા તંત્ર દોડતું થયું છે. બીજી બાજુ નવાનકોર બ્રિજમાં તિરાડ દેખાતા કામગીરી સામેં પણ સવાલો ઉઠ્યા છે.

In 15 days the newly constructed bridge fell into gaps Amreli's video went viral

ગાબડા પડતા વાહન વ્યવહાર બંધ કરાયો

ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પરના પુલ પર ગાબડા પાડયા હોવાનું ઉઘાડું પડ્યું છે. મહત્વનું છે કે તાજેતરમાં જ રાજુલાના હિંડોરણા પાસે પુલનું નિર્માણ કરાયું છે. જેમાં ગાબડા પડતા વાહન વ્યવહાર બંધ કરાયો છે. સ્થાનિક વ્યક્તિએ વીડિયો વાયરલ ગંભીર આક્ષેપ કરતા હાલ તંત્ર દોડતું થયું છે. તો સલામતીના ભાગરૂપે આ પુલ પરના વાહનવ્યવહાર પર રોક લગાવી દઇ જૂના પુલ પર ફરી વાહન વ્યવહારને ડાયવર્ટ કરવામાં આવ્યો છે.

In 15 days the newly constructed bridge fell into gaps Amreli's video went viral

લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે

લાખો કરોડો રૂપિયાના ખર્ચે બ્રિજનું નિર્માણ કરાયું હતું. જો કે તેમાં કામગીરીમાં છીંડા રહી ગયા હોય અને ગેરરીતિ આચરવામાં આવી હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. બીજી બાજુ 15 દિવસમાં ગાબડા અને તિરાડ પડી જતા લાખો રૂપિયા પાણીમાં ગયા હોવાનું બહાર આવ્યુ છે. ખાસ વાત એ છે કે તંત્રએ કોન્ટ્રાકટરનો કાન આંબળવાને બદલે બચવા માટે કેમિકલ નાંખી પાપ ઢાંકવાની કોશિશ કરી હોવાના પણ આરોપ લાગી રહ્યા છે. બીજી તરફ લોકો આ કિસ્સાને ભ્રષ્ટાચારનો પુરાવો ગણી રહ્યા છે. આટલી મોટી ગંભીરતા છતાં આ મામલે જવાબદારો સામે કડક પગલા લેવામાં કોઈ સબંધિત અધિકારી આગળ ન આવતા લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.

In 15 days the newly constructed bridge fell into gaps Amreli's video went viral

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ