બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Important responsibility assigned to senior leaders of Gujarat Congress

વિપક્ષ એક્ટિવ / ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાઓને સોંપાઇ મહત્વની જવાબદારી, મેળવશે 'બિપોરજોય'થી થયેલા નુકસાનીનો અંદાજ

Malay

Last Updated: 08:53 AM, 24 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે બિપોરજોય વાવાઝોડાથી થયેલ નુકસાનનો અંદાજ મેળવવા સિનિયર નેતાઓને જવાબદારી સોંપી છે. આ નેતાઓ અલગ-અલગ જિલ્લાઓમાં નિરીક્ષણ કરીને રિપોર્ટ તૈયાર કરશે.

 

  • બિપોરજોય વાવાઝોડાથી સર્જાઈ હતી તારાજી 
  • ગુજરાત કોંગ્રેસ દ્વારા બનાવાયો એક્શન પ્લાન
  • સિનિયર નેતાઓને સોંપાઈ વિવિધ જિલ્લાની જવાબદારી
  • વાવાઝોડાથી થયેલા નુકસાનનો અંદાજ મેળવી તૈયાર કરશે રિપોર્ટ

ગુજરાત કોંગ્રેસના પ્રમુખ પદની કમાન સંભાળ્યા બાદ શક્તિસિંહ ગોહિલ એક્શન મોડમાં આવી ગયા છે. શક્તિસિંહ ગોહિલ દ્વારા બિપોરજોય વાવાઝોડાથી થયેલ નુકસાનનો અંદાજ મેળવવાની જવાબદારી સોંપવામાં આવી છે. કોંગ્રેસના સિનિયર નેતાઓને અલગ અલગ જિલ્લાની જવાબદારી સોંપવામાં આવી છે.  આ તમામ નેતાઓ સરકારની જાહેરતા કેટલી મદદરૂપ છે તે ચકાસશે. આ ઉપરાંત આ તમામ નેતાએ સરકારની જાહેરાત મુજબ સહાય મળી છે કે નહીં તે ચકાસશે.

Topic | VTV Gujarati
શક્તિસિંહ ગોહિલ (પ્રમુખ, ગુજરાત કોંગ્રેસ)

બિપોરજોય વાવાઝોડાએ વેર્યો હતો વિનાશ
અરબી સમુદ્રમાં સક્રિય થયેલીનું બિપોરજોય નામનું વાવાઝોડું 15મી જૂને રાત્રે કચ્છના જખૌ પોર્ટ પર ત્રાટક્યું હતું. જેના કારણે સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે તારાજી સર્જાઈ હતી. કેટલાક મકાનોના પતરા ઉડી ગયા હતા, દિવાલો ધરાશાયી થઈ હતી. વીજપોલ અને વૃક્ષો ધરાશાયી થયા હતા. આ ઉપરાંત ઘણી જગ્યાએ વિનાશ વેર્યો હતો. વાવાઝોડા બાદ ખાબકેલા વરસાદથી બનાસકાંઠા, સૌરાષ્ટ્ર-કચ્છમાંથી નુકસાનીના સમાચાર આવ્યા હતા. દરિયાકાંઠા વિસ્તારોમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા હતા. 

જ્યાં વાવાઝોડું ટકરાયું તે જખૌમાં તારાજી: બિપોરજોય વાવાઝોડાએ સર્જ્યો વિનાશ,  ગ્રાઉન્ડ ઝીરોથી VTV પર જુઓ ભયાનક દ્રશ્યો | Cyclone Biporjoy wreaks havoc,  watch ...
જખૌ પોર્ટ પર ભારે તબાહી

શક્તિસિંહ ગોહિલે બનાવ્યો એક્શન પ્લાન 
ત્યારે હવે વાવાઝોડાથી થયેલ નુકસાનનો અંદાજ મેળવવા ગુજરાત કોંગ્રેસ એક્ટિવ થઈ ગયું છે. ગુજરાત કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ શક્તિસિંહે એક્શન પ્લાન બનાવ્યો છે. તેમણે જે જિલ્લાઓમાં નુકસાન થયું છે. તે જિલ્લાઓમાં નુકસાનનો અંદાજ મેળવવાની જવાબદારી પાર્ટીના સિનિયર નેતાઓને સોંપી છે. તમામ જિલ્લાઓ અંગેનો રિપોર્ટ તૈયાર કરીને પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલને સોંપવા સૂચનાની પણ કરવામાં આવી છે. તેમણે બનાસકાંઠા અને પાટણ જિલ્લાની જવાબદારી ત્રણ નેતાઓને સોંપી છે. આ જિલ્લાની જવાબદારી જગદીશ ઠાકોર, લાલજી દેસાઈ અને જીગ્નેશ મેવાણીને સોંપી છે. 

ગુજરાત કોંગ્રેસના નેતાઓ

આ નેતાઓને સોંપવામાં આવી છે જવાબદારી
જ્યારે કચ્છની જવાબદારી લલિત કગથરા, જાવેદ પીરઝાદા અને નૌશાદ સોલંકીને સોંપાઈ છે. જામનગર અને દ્વારકાની જવાબદારી અમરીશ ડેર, ઈન્દ્રવિજયસિંહ ગોહિલ અને લલિત વસોયાને સોંપવામાં આવી છે. પોરબંદર જિલ્લાની જવાબદારી પરેશ ધાનાણી, ભીખુભાઈ વરોતરિયા અને પાલ આંબલીયાને સોંપી છે. 

કલેક્ટરને આપવામાં આવશે આવેદનપત્ર
આ તમામ કોંગ્રેસના નેતાઓ સરકારની જાહેરાત કેટલી મદદરૂપ છે, જાહેરાત મુજબ સહાય મળી કે નહીં તે ચકાસશે. આ ઉપરાંત તેઓ ગામમાં વીજળી પહોંચી કે નથી પહોંચી તે ચકાસશે. પરિસ્થિતિ જાણીને તે અંગે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવશે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ