બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / implanted a chip in a human brain, Elon Musk company did this For the first time in the world

ટેક્નોલોજી / વિશ્વમાં પ્રથમ વાર કોઇએ માનવ મગજમાં ચીપ લગાવી, એલન મસ્કની કંપનીએ કર્યું આ કારનામું

Megha

Last Updated: 01:30 PM, 30 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એલન મસ્કના સ્ટાર્ટઅપ ન્યુરાલિંકે માનવીના મગજમાં બ્રેન ચિપ લગાવી છે. આ ચિપ મગજના તે હિસ્સામાં લગાવવામાં આવી છે જે આપણા હલનચલન કરવાના ઇરાદાને નિયંત્રિત કરે છે.

  • એલન મસ્કના સ્ટાર્ટઅપ ન્યુરાલિંકે માનવીના મગજમાં બ્રેન ચિપ લગાવી. 
  • ગયા વર્ષે કંપનીને તેની ચિપના હ્યુમન ટ્રાયલ માટે મંજૂરી મળી હતી. 
  • આ ચિપ દર્દીના મગજમાં સિગ્નલ મોકલવાનું કામ કરે છે. 

અમેરિકન અબજોપતિ એલન મસ્કના સ્ટાર્ટઅપ ન્યુરાલિંકે રવિવારે પ્રથમ વખત માનવીના મગજમાં બ્રેન ચિપ લગાવી હતી. આ માહિતી આપતાં મસ્કે જણાવ્યું હતું કે દર્દીની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે. જણાવી દઈએ કે અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA)એ ગયા વર્ષે કંપનીને તેની ચિપનું માનવોમાં પરીક્ષણ કરવાની પરવાનગી આપી હતી. આ પછી, કંપનીએ કહ્યું હતું કે તેને લકવાગ્રસ્ત દર્દીઓ પર તેના હ્યુમન ટ્રાયલ માટે મંજૂરી મળી ગઈ છે.

રિપોર્ટ અનુસાર ટ્રાયલ દરમિયાન એક રોબોટે દર્દીના મગજમાં એક પ્રકારની ચિપ લગાવી હતી, જેને બ્રેઈન-કોમ્પ્યુટર ઈન્ટરફેસ (BCI) કહેવામાં આવી રહી છે. તે મગજના તે હિસ્સામાં લગાવવામાં આવી છે જે આપણા હલનચલન કરવાના ઇરાદાને નિયંત્રિત કરે છે. ન્યુરાલિંક કહે છે કે તેનો પ્રાથમિક ધ્યેય દર્દીઓને ફક્ત તેમના વિચારોનો ઉપયોગ કરીને કમ્પ્યુટર કર્સર અથવા કીબોર્ડને નિયંત્રિત કરવા સક્ષમ બનાવવાનો છે.

ટ્રાયલ દરમિયાન શું પરીક્ષણ કરવામાં આવશે? 
મસ્કએ જણાવ્યું કે કંપનીની પ્રથમ પ્રોડક્ટનું નામ ટેલિપેથી હશે. આ ચિપમાં ખૂબ જ બારીક દોરાઓ દર્દીના મગજમાં સિગ્નલ મોકલવાનું કામ કરે છે. તેના ટ્રાયલ દરમિયાન, કંપની આ ચિપની માનવીઓ અને સર્જરી કરતા રોબોટની સુરક્ષાનું પરીક્ષણ કરશે. આગળ મસ્કે જણાવ્યું હતું કે આ ચિપ જે લોકોના હાથ-પગ નથી અથવા કામ નથી કરતા તેમના માટે આ ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તેની મદદથી યુઝર્સ પોતાના મગજનો ઉપયોગ કરીને કમ્પ્યુટર અને સ્માર્ટફોનને નિયંત્રિત કરી શકશે. 

વધુ વાંચો: શું થયું ચંદ્રયાનનું? ચંદ્રમા પર બનેલી અસાધારણ ઘટનાથી નાસા હેરાન, પૃથ્વી જેવું અહીં પણ બન્યું

ન્યુરાલિંક એક સ્ટાર્ટઅપ છે, જેની શરૂઆત પ્રખ્યાત અબજોપતિ એલોન મસ્ક દ્વારા વર્ષ 2016 માં કરવામાં આવી હતી. આ સમય દરમિયાન, તેણે કેટલાક વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોને જોડ્યા અને આ કંપની શરૂ કરી. ન્યુરાલિંક મગજની ચિપ ઈન્ટરફેસ બનાવવાનું કામ કરે છે જે માનવના મગજમાં ઈમ્પ્લાન્ટ કરી શકાય છે. આ ચિપની મદદથી ન્યુરાલિંક એવા મનુષ્યોની ક્ષમતા સુધારવા માંગે છે જેમની દ્રષ્ટિ ખામીયુક્ત છે અથવા તેઓ ચાલવા સક્ષમ નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ