બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / If you want to buy the unique gift given to PM Modi, then you are getting the chance sitting at home.

પ્રદર્શન / PM મોદીને મળેલી અવનવી ગિફ્ટને ખરીદવા માંગો છો, તો ઘરે બેઠા મળી રહ્યો છે મોકો, જાણી લો પ્રોસેસ

Vishal Khamar

Last Updated: 10:38 PM, 2 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિવિધ પ્રસંગોએ આપવામાં આવેલી સંભારણું અને ભેટોની હરાજી ચાલી રહી છે. અને તમે પણ તેને સરળતાથી ઘરે લાવી શકો છો.

  • શું તમે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળેલી ગિફ્ટનાં માલિક બનવા ઈચ્છો છો?
  • નેશનલ ગેલેરી ઓફ મોર્ડન આર્ટ્સમાં આજથી પ્રદર્શન શરૂ થયું
  • વડાપ્રધાનને મળેલા સ્મૃતિચિહ્નો અને ભેટોને પ્રદર્શનમાં મૂકવામાં આવી

 જો તમે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશ અને વિદેશમાં મળેલી ગિફ્ટના માલિક બનવા ઈચ્છો છો. તો તમારી પાસે સારી તક છે. નેશનલ ગેલેરી ઓફ મોર્ડન આર્ટ્સમાં આજથી પ્રદર્શન શરૂ થયું છે. આ પ્રદર્શનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા છેલ્લા કેટલાક વર્ષોમાં મળેલા સ્મૃતિચિહ્નો અને ભેટોને પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા છે. દર વર્ષની જેમ, નેશનલ મ્યુઝિયમ ઑફ મોર્ડન આર્ટ અથવા નેશનલ ગેલેરી ઑફ મોર્ડન આર્ટસ (NGMA)માં આજથી શરૂ થનારા પ્રદર્શનમાં રાખવામાં આવેલી તમામ ભેટોની હરાજી કરવામાં આવશે.

પીએમ મોદીએ સોશિયલ મીડિયા પોસ્ટ પર માહિતી આપી
PM મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રદર્શનની કેટલીક તસવીરો શેર કરતા લખ્યું કે, "આજથી, NGMA દિલ્હીમાં એક પ્રદર્શન શરૂ થઈ રહ્યું છે. જેમાં મને છેલ્લા કેટલાક વર્ષોમાં આપવામાં આવેલી ભેટ અને સંભારણું પ્રદર્શિત કરવામાં આવશે. ભારતમાં વિવિધ કાર્યક્રમોમાં મને આપવામાં આવેલી આ ભેટો ભારતની સમૃદ્ધ સંસ્કૃતિ, પરંપરા અને કલાત્મક વારસાની સાક્ષી છે. હંમેશની જેમ આની હરાજી કરવામાં આવશે અને તેની રકમ નમામી ગંગે પ્રોજેક્ટને દાન કરવામાં આવશે."

કેબિનેટ મંત્રી મીનાક્ષી લેખીએ પણ પ્રદર્શન વિશે માહિતી આપી હતી
આ પહેલા કેન્દ્રીય સાંસ્કૃતિક રાજ્ય મંત્રી મીનાક્ષી લેખીએ પણ સંબોધન કર્યું હતું અને આ પ્રદર્શન વિશે માહિતી આપી હતી. તેમણે ટ્વિટર પર લખ્યું છે કે વડાપ્રધાનને વિવિધ પ્રસંગોએ આપવામાં આવેલા સંભારણું અને ભેટોની હરાજી હવે ચાલી રહી છે.  દરેકને ઇ-ઓક્શનમાં ભાગ લેવા અને નમામી ગંગે પ્રોજેક્ટમાં યોગદાન આપવા વિનંતી છે.  જે પ્રોજેક્ટને આગળ વધારવામાં મદદ કરશે.

પીએમ મોદીની ભેટોની હરાજી જાન્યુઆરી 2019થી શરૂ થઈ 
જાન્યુઆરી 2019 માં સરકારે પ્રથમ વખત પીએમ નરેન્દ્ર મોદીને મળેલી લગભગ 1900 ભેટોની હરાજી કરી. આ હરાજી દ્વારા ચિત્રો, શિલ્પો, શાલ, પાઘડી, જેકેટ્સ અને પરંપરાગત સંગીતનાં સાધનોની સાથે વિવિધ દેશોની અન્ય ઘણી કિંમતી ભેટ પણ વેચવામાં આવી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ