બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / લાઈફસ્ટાઈલ / If you use a bank locker these 7 rules must be known

જાણવું જરૂરી / જો તમે બેંક લોકરનો ઉપયોગ કરો છો તો આ 7 નિયમ જરૂરથી જાણવા જોઈએ

Vishal Dave

Last Updated: 07:39 PM, 29 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અનેક લોકો તેમની મહત્વપૂર્ણ વસ્તુઓ બેંક લોકરમાં રાખતા હોય છે. જો તમે પણ બેંક લોકરનો ઉપયોગ કરો છો તો તમારે કેટલાક નિયમો જાણી લેવા જરૂરી છે.

બેંક લોકરની સુવિધા આપે છે. જેમાં લોકો પોતાની જ્વેલરી અને મહત્વના દસ્તાવેજ જેવી વસ્તુઓ રાખે છે. આ લોકરની સુવિધા માટે બેંક તમારી પાસેથી ચાર્જ વસૂલે છે. જો તમે બેંકના લોકરમાં તમારી કોઈ મહત્વપૂર્ણ વસ્તુ રાખવ માંગો છો તો તમારે એના પહેલા બેંક લોકર સંબંધિત કેટલાક નિયમો જાણી લેવા જરૂરી છે. અમે તમને બેંક લોકર સંબંધિત જરૂરી નિયમો જણાવીશું.

KYC : બેંક KYC વગર લોકર આપવાની પરમિશન નથી આપતી એટલે લોકર માટે અરજી કરતી વખતે તમારે બેંકમાં KYC પ્રક્રિયા પુરી કરવી ફરજિયાત છે. KYCને કારણે લોકર ભાડે લેનાર ગ્રાહકની માહિતી ઉપલબ્ધ રહે છે જ્યારે કસ્ટમર લોકરને ઍક્સેસ કરે છે ત્યારે તેની માહિતી બેંકને મળતી રહે છે.

નોમિની : લોકરની સુવિધા માટે બેંકમાં નોમિનીનું નામ આપવાનું ફરજિયાત કરી દીધુ છે. નોમિની પર્સન ગ્રાહકની ગેરહાજરીમાં લોકરને ઍક્સેસ કરી શકે છે. તેનાથી એક્સેસ ટ્રાન્ઝેક્શન મુશ્કેલી વિના થઈ શકે છે.

એગ્રીમેન્ટ : બેંકમાં લોકર લેતી વખતે એગ્રીમેન્ટ કરવું ફરજીયાત છે. આ એગ્રીમેન્ટ નોન-જ્યુડિશિયલ સ્ટેમ્પ પેપર પર હોય છે. જેમાં જરૂરી શરતો લખેલી હોય છે જેને ધ્યાનથી વાંચવી જરૂરી છે. આ એગ્રીમેન્ટમાં લોકર એક્સેસ, એક્સેસ સમય અને ઓળખનો ઉલ્લેખ જરૂરી છે.

એલર્ટ : બેંક દ્વારા તમારા લોકરની વસ્તુને સુરક્ષિત રાખવા માટે કેટલીક સિક્યોરિટીના માપદંડો અપનાવેલા છે. જેમાં તમારા બાયોમેટ્રિક એક્સેસ, સીસીટીવી કેમેરા અને લોગ રેકોર્ડનો સમાવેશ થાય છે. જેથી તમારે કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિઓ પર સાવધાન રહેવું. જો તમને કોઈ શંકા થાય તો તરત જ બેંકનો સંપર્ક કરો.

આ પણ વાંચોઃ સ્માર્ટફોનની બ્રાહ્ય ગંદકી કઈ રીતે દૂર કરવી? આ 5 સ્ટેપ તમારો ફોન નવા જેવો કરી દેશે

વળતર : બેંકો તમારા લોકરની સલામતી માટે વીમો આપતી હોય છે. આ વીમામાં તમને ચોરી કે આગ લાગવા જેવી બાબતોનો સમાવેશ થાય છે. જેથી વીમા પોલિસીને બરાબર રીતે સમજો.

રેન્ટ : બેંક તમારી પાસે લોકરમાં વસ્તુ મુકવા માટે પૈસા લે છે જેથી તમારે આ ભાડાના ચાર્જના નિયમને સારી રીતે સમજવું જરૂરી છે.

લોકર સાઈઝ : બેંક દ્વારા અલગ અલગ પ્રકારના લોકર આપવામાં આવે છે. જેમા તમારે તમારી જરૂરીયાત પ્રમાણે લોકરની સાઈઝ અને પ્રકાર પસંદ કરવો જોઈએ.

 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ