બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / If these 4 symptoms appear in the body, then understand that there is a big problem in the lungs

સાવધાન / ઉધરસ આવે ત્યારે છાતીમાં દુ:ખાવો, ગભરામણ અને કફ...: શરીરમાં દેખાય આ 4 લક્ષણ, તો સમજી જજો ફેફસાંમાં છે મોટી સમસ્યા

Pooja Khunti

Last Updated: 01:52 PM, 27 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Symptoms of Lungs Weakness: ફેફસા શરીરનું મહત્વપૂર્ણ અંગ છે. જો ફેફસા યોગ્ય રીતે કામ ન કરે તો સ્વસ્થ જીવનની આશા કલ્પના બની જાય છે. જાણો અમુક એવા લક્ષણો વિશે જે દર્શાવે છે કે ફેફસા અસ્વસ્થ છે.

  • શ્વાસ લેવામાં તકલીફ થવી 
  • નાની વાતમાં અસ્વસ્થ થઈ જવું 
  • મહિનાઓ સુધી છાતીમાં દુ:ખાવો થવો 

ફેફસા શરીરનું મહત્વપૂર્ણ અંગ છે. ફેફસા જેટલા સ્વસ્થ હશે એટલું જ આપનું શરીર સ્વસ્થ રહેશે. પરતું આજકાલ ખરાબ જીવનશૈલી અને પ્રદૂષણની અસર ફેફસા પર પડી રહી છે. ધૂમ્રપામ અને વાયુ પ્રદૂષણ આ બંને ફેફસા ખરાબ થવાનાં મુખ્ય કારણ છે. ફેફસા ખરાબ થાય તો શરીર પણ અસ્વસ્થ રહેવા લાગે છે. જાણો અમુક એવા લક્ષણો વિશે જે દર્શાવે છે કે તમારા ફેફસાનું સ્વાસ્થ્ય ખરાબ થઈ રહ્યું છે. 

કફની સમસ્યા 
વધુ પડતી કફની સમસ્યા રહેતી હોય તો આ એક સંકેત છે કે તમારા ફેફસા અસ્વસ્થ છે. કારણકે આપણાં ફેફસા શ્વસન માર્ગને ચેપથી બચાવવા માટે કફનું નિર્માણ કરે છે. લાંબા સમય સુધી કફની સમસ્યા તમારા ફેફસાને ખરાબ કરી શકે છે. તાત્કાલિક ડોક્ટરની મુલાકાત લેવી જોઈએ. 

શ્વાસ લેવામાં તકલીફ થવી 
તમે વધુ મહેનત વાળું કામ કરતાં હોય ત્યારે શ્વાસ લેવામાં તકલીફ થવી એ સામાન્ય બાબત છે. પરતું હળવું કામ કરતાં જ શ્વાસ લેવામાં તકલીફ જણાય તો સમજી લેવું કે તમારા ફેફસા અસ્વસ્થ છે. આ સમસ્યામાં ડોક્ટરની મુલાકાત લેવી. 

અસ્વસ્થતા અને બેચેની 
જો તમે એ લોકો માંથી હોય જે નાની વાતમાં અસ્વસ્થ થઈ જાય છે તો આ એક અસ્વસ્થ ફેફસાનું લક્ષણ છે. તમને દરેક સમયએ ગળામાં કઈક અટકાયેલું લાગે અને ઉધરસ આવે તો, આ પણ એક અસ્વસ્થ ફેફસાનું લક્ષણ છે. 

છાતીમાં દુ:ખાવો 
કેટલીક વાર મહિનાઓ સુધી છાતીમાં દુ:ખાવો થતો હોય તો સમજી જવું કે આ એક અસ્વસ્થ ફેફસાનું લક્ષણ છે. આ સાથે ઉધરસ અને શ્વાસ લેવામાં સમસ્યા થાય તો સમજી લેવું કે આ તમારા અસ્વસ્થ ફેફસાની સમસ્યા તરફ સંકેત કરે છે. તમારે કુશળ ડોક્ટરની સલાહ લેવી જોઈએ. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ