AIMIM ના અસદ્દુદીન ઓવૈસીએ તેલંગાણાના આદિલાબાદમાં એક જનસભાને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે ભાજપ અને ગૃહપ્રધાન અમિત શાહ પર નિશાન સાધ્યું. ઓવૈસીએ ભાજપ પર ધાર્મિક આધાર પર ભેદભાવ કરવાનો પણ આક્ષેપ કર્યો.
તેલંગાણાના આદિલાબાદમાં અસદ્દુદીન ઓવૈસીએ જનસભાને સંબોધિત કરી
ભાજપ અને ગૃહપ્રધાન અમિત શાહ પર નિશાન સાધ્યું
ભાજપ પર ધર્મ આધારે ભેદભાવ કરવાનો પણ આક્ષેપ કર્યો
ઓવૈસીએ કહ્યું કે અમિત શાહ બોલે છે કે અમે ઓલ્ડ સિટીમાં સર્જિકલ સ્ટ્રાઇક કરીશું તો શું અમે બંગડીઓ પહેરીને બેઠા છીએ. તેમણે કહ્યું કે જો ભાજપમાં આટલો દમ હોય તો તેમની લીડરશિપ વાળી સરકાર ચીન પર સર્જિકલ સ્ટ્રાઇક કેમ કરતી નથી. ભાજપે મંદિરો માટે કરોડો રૂપિયા ફાળવ્યા છે અને તેઓ મારા પર આરોપ લગાવે છે કે સ્ટિયરિંગ મારા હાથમાં છે. જો મારા હાથમાં સ્ટિયરિંગ છે તો તમને દુઃખાવો કેમ થાય છે?
ઓવૈસીએ કહ્યુ કે તેલંગાણામાં કોંગ્રેસ નેતા કહે છે કે જો રાજ્યમાં તેમની સરકાર આવે છે તો ૧૦૦ વિધાનસભાઓમાં રામ મંદિર બનાવશે અને તેને બનાવવા માટે ૧૦ કરોડ રૂપિયા આપશે. છતાં પણ ભાજપના નેતા કહે છે કે મુસલમાનોની ખુશામત કરવામાં આવી રહી છે. મુસલમાનોનું તુષ્ટીકરણ કરવામાં આવે છે. તેમણે કહ્યું કે તેલંગાણાના મુસ્લિમને એ વાતથી તકલીફ નથી કે મંદિરોને પૈસા કેમ આપવામાં આવી રહ્યા છે. જો પૈસા અપાય છે તો બધાને પૈસા આપી દો, કોઇ એકને ન આપો.
આ દરમિયાન ઔવેસીએ કહ્યું કે સત્તારૂઢ બીઆરએસની સરકારના રાજ્યમાં બ્રાહ્મણ સદન તો બનાવી દીધું, પરંતુ આજ સુધી મારુ ઇસ્લામિક સેન્ટર બનાવ્યું નથી. એક પોલીસ વાળાએ બુરખો પહેરેલી મુસ્લિમ મહિલાને થપ્પડ મારી દીધી, તેની પર પણ રાજ્ય સરકાર તરફથી કોઇ નિવેદન સામે આવ્યું નથી. હદ તો ત્યારે થઇ એ બાળકી પર કેસ કરી દીધો. આ ક્યાંનો ન્યાય છે. છતાં ભાજપ અમારી પર આક્ષેપો કરે છે.