બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / icc world cup major setback for pakistan as key players battle viral infection odi world cup 2023
Hiralal
Last Updated: 05:18 PM, 17 October 2023
ADVERTISEMENT
ભારતમાં વર્લ્ડ કપ રમી રહેલી બાબર આઝમની આગેવાની ટીમ પાકિસ્તાન મુસીબતમાં ઘેરાઈ છે. પાકિસ્તાન ક્રિકેટ ટીમના ઘણા સ્ટાર ક્રિકેટરો વાયરલ ફીવરનો શિકાર બન્યા છે અને હાલ આરામ પર કરે છે. ટીમના નજીકના સૂત્રોએ જણાવ્યું કે પાકિસ્તાન ક્રિકેટ ટીમના ચારથી પાંચ ખેલાડીઓ છાતીમાં ગંભીર ઈન્ફેક્શનથી પીડિત છે, જેના કારણે ખૂબ જ તાવ અને વાયરલ ઈન્ફેક્શન થયું છે. 14 ઓક્ટોબર, શનિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી વર્લ્ડ કપ મેચમાં પાકિસ્તાનને ભારત સામે 7 વિકેટે શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારથી પાકિસ્તાન ટીમના ક્રિકેટરો સતત ટીકાઓનો સામનો કરી રહ્યા છે.
Dinner time vibes for the Pakistan team in Bengaluru 🥘#CWC23 | #DattKePakistani pic.twitter.com/7WBhKbb89k
— Pakistan Cricket (@TheRealPCB) October 16, 2023
ADVERTISEMENT
હવે પછી પાકિસ્તાનની કોની સામે મેચ
વર્લ્ડ કપમાં પાકિસ્તાને તેની આગામી મેચ ઓસ્ટ્રેલિયા સામે 20 ઓક્ટોબરે બેંગલુરુમાં રમવાની છે. આ મોટી મેચ પહેલા પાકિસ્તાન માટે આ સૌથી મોટો ઝટકો લાગ્યો છે.
ઓસ્ટ્રેલિયા સામે રમાનારી વર્લ્ડ કપ મેચ પહેલા પાકિસ્તાન ક્રિકેટ ટીમની તૈયારીઓ અસ્તવ્યસ્ત થઈ ગઈ છે કારણ કે ઘણા મુખ્ય ખેલાડીઓ છાતીમાં વાયરલ ઈન્ફેક્શનનો ભોગ બન્યા છે, પાકિસ્તાની ન્યૂઝ ચેનલ 'સામા ટીવી'ના અહેવાલો અનુસાર, પાકિસ્તાન ક્રિકેટ ટીમનો સ્ટાર ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદી વાયરલ બેક્ટેરિયલ ચેપનો શિકાર બન્યો છે. શાહીન શાહ આફ્રિદીએ તેની તબિયત સુધારવા માટે એન્ટિબાયોટિક ડ્રિપ અને તબીબી સહાય લીધી છે.
પાક.ટીમના કયા કયા ખેલાડીઓ બીમાર પડ્યાં
સ્ટાર ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદી, અબ્દુલ્લા શફીક અને ઉસામા મીર સહિતના ખેલાડીઓ ગંભીર રીતે બીમાર પડતાં હાલ આરામ પર છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.