કોઈ પણ ગેમ રમનારા ખેલાડીની ઉપર તેમાં જીતવાનુ એક મોટુ દબાણ હોય છે. ખેલાડી તેના પ્રદર્શનને વધુ શાનદાર બનાવવા માટે દવાઓ અથવા પ્રતિબંધિત પદાર્થનું સેવન કરે છે. જેના કારણે ખેલાડીઓના સતત ડોપિંગ ટેસ્ટ થતા હોય છે.
ICCએ અચાનક આ સ્ટાર ખેલાડી પર લગાવ્યો પ્રતિબંધ
દક્ષિણ આફ્રિકાના બેટર જુબેર હમજા પર કામચલાઉ પ્રતિબંધ
ડોપ ટેસ્ટમાં નિષ્ફળ રહેવાના કારણે લગાવવામાં આવ્યો પ્રતિબંધ
આ દિગ્ગજ ક્રિકેટર પર પ્રતિબંધ
મોટાભાગે ઓલિમ્પિકમાં રમાતી રમતમાં ડોપિંગના મામલા મળે છે. પરંતુ હવે ડોપિંગ કેસ ક્રિકેટમાં પણ સાંભળવા મળી રહ્યાં છે. દક્ષિણ આફ્રિકાના બેટર જુબેર હમજા પર ટુર્નામેન્ટમાં રહેલ ડોપ ટેસ્ટમાં નિષ્ફળ રહેવાના કારણે શુક્રવારે આઈસીસીએ કામચલાઉ પ્રતિબંધ લગાવી દીધો છે. હમજાના ડોપ ટેસ્ટ માટે નમૂનો 17 જાન્યુઆરીએ લેવામાં આવ્યો હતો. તેને પ્રતિબંધિત દવા ફુરોસેમાઈડનુ સેવન કરવા હેઠળ દોષી ઠેરવવામાં આવ્યો છે. આઈસીસી ડોપિંગને લઇને કડક છે અને તેના માટે આ સ્ટાર ખેલાડી પર સીધો પ્રતિબંધ લગાવવાનો નિર્ણય સંભળાવી દીધો.
Proteas batter Zubayr Hamza is cooperating fully with the ICC after testing positive for a prohibited substance.
આઈસીસીએ એક નિવેદનમાં કહ્યું, આઈસીસીએ દક્ષિણ આફ્રિકાના બેટર જુબેર હમજાના ડોપિંગ નિરોધક નિયમના ઉલ્લંઘનના કારણે કામચલાઉ રીતે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. તેને 17 જાન્યુઆરી 2022ની થયેલી તપાસમાં ફુરોસેમાઈડના સેવન કરવા મામલે દોષી ઠેરવવામાં આવ્યો. અનુશાસનાત્મક કાર્યવાહી પૂર્ણ ના થાય ત્યાં સુધી સસ્પેન્ડ રહેશે. આઈસીસીએ કહ્યું કે હમજાની સામે કાર્યવાહી ચાલુ છે. આ મામલે વધુમાં કોઈ નિવેદન આપવામાં આવશે નહીં. જુબેર હમજાએ કદાચ પોતાનો ગુનો કબુલ કરી લીધો છે. કારણકે આ ખેલાડીએ અત્યાર સુધી આઈસીસીના પ્રતિબંધના નિર્ણય પર કોઈ સવાલ ઉભો કર્યો નથી.