સાહેબ વાત મળી /
પ્રજાના પૈસે જલ્સા! ગાંધીનગરમાં IAS અધિકારીએ 70 હજારના ભાડે આપી દીધો સરકારી બંગલો
Team VTV05:44 PM, 03 Dec 20
| Updated: 05:53 PM, 03 Dec 20
ગાંધીનગર પાસે રીલાયન્સ ચોકડી પાસે આવેલો IAS અધિકારીનો બંગલો ચર્ચાસ્પદ બન્યો છે. સાહેબ વાત મળી છે કે, અધિકારીએ સરકારી બંગલો ભાડે આપ્યો છે. અધિકારી બંગલાનું દર મહિને 70 હજાર રૂપિયા ભાડું લઇ રહ્યા છે.
પ્રજાના પૈસે અધિકારી જલ્સા કરી રહ્યા છે. ગાંધીનગરમાં રીલાયન્સ ચોકડી પાસે આવેલો રહેઠાંણનો બંગલો કોમર્શિયલ હેતું માટે આપ્યાનું ચર્ચાઇ રહ્યું છે. લૉકડાઉન પહેલા આ બંગલામાં કેજી અને પ્લે ગૃપ ચાલતી હતી. અધિકારીએ નાણાં કમાવવા નિયમનો ભંગ કર્યો છે. અધિકારીના બંગલાની સચિવાલયમાં જોરદાર ચર્ચાઓ છે.
સરકારી ખર્ચે મળેલા બંગલાને અધિકારીએ પૈસા કમાવવાનું સાધન બનાવ્યો છે. અધિકારી દર મહિને બંગલાનું 70 હજાર રૂપિયા ભાડું લઇ રહ્યા હતા. લૉકડાઉનના કારણે કેજી અને નર્સરી ન શરુ થતા ચર્ચા તેજ બની છે. પ્રજાના પૈસાથી મળેલા બંગલો રહેવા માટે છે કમાવાવા માટે નહીં.