બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ભારત / husband calls wife 'second hand' high court orders 3 crore compensation

HC ચુકાદો / 'સેકન્ડ હેન્ડ છે', હનીમૂન પર બોલ્યો પતિ, તેમાં ગયા 3 કરોડ, આ કિસ્સાની ચર્ચા ચારેબાજુ

Hiralal

Last Updated: 03:00 PM, 27 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોમ્બે હાઈકોર્ટે એક શખ્સને તેની પત્નીને હનીમૂન પર સેકન્ડ હેન્ડ કહેવા પર 3 કરોડનું વળતર ચુકવી આપવાનો ઓર્ડર કર્યો હતો.

હનીમૂન પર એક પતિને પત્નીને સેકન્ડ હેન્ડ છે કહેવું કરોડોમાં પડ્યું. એક ઐતિહાસિક ચુકાદામાં બોમ્બે હાઈકોર્ટે અમેરિકામાં રહેનાર મુંબઈના શખ્સને તેની પત્નીને 3 કરોડનું વળતર ચુકવી દેવાનો આદેશ આપીને તેના દ્વારા દાખલ કરવામાં આવેલી છૂટાછેડાની અરજીને ફગાવી દીધી હતી. હાઈકોર્ટે પતિના સેકન્ડ હેન્ડ કહેવાને શારીરિક અને માનસિક શૌષણ ગણ્યું અને આવો ચુકાદો જાહેર કર્યો હતો. 

બન્ને અમેરિકાના નાગરિક 
પતિ-પત્ની બંને અમેરિકાના નાગરિક છે અને 3 જાન્યુઆરી, 1994ના રોજ મુંબઈમાં લગ્ન કર્યા હતા. અમેરિકામાં પણ તેમનો બીજો લગ્ન પ્રસંગ હતો, પરંતુ 2005-2006ની આસપાસ તેઓ મુંબઈ આવ્યા અને એક ઘરમાં સાથે રહેવા લાગ્યા. પત્નીને મુંબઈમાં નોકરી પણ મળી ગઈ અને બાદમાં તે પોતાની માતાના ઘરે જતી રહી. વર્ષ 2014-15ની આસપાસ પતિ અમેરિકા પાછો જતો રહ્યો હતો અને 2017માં તેણે ત્યાંની કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી હતી અને પત્નીને સમન્સ મોકલ્યું હતું. એ જ વર્ષે પત્નીએ ડોમેસ્ટિક વાયોલન્સ (ડીવી) એક્ટ હેઠળ મુંબઈ મેજિસ્ટ્રેટ કોર્ટમાં પિટિશન દાખલ કરી હતી. 2018માં અમેરિકાની એક કોર્ટે આ કપલને ડિવોર્સ આપ્યા હતા.

નેપાળમાં હનીમૂનમાં પતિએ પત્નીને કહી હતી સેકન્ડ હેન્ડ 
નેપાળમાં હનીમૂન દરમિયાન પતિએ તેને 'સેકન્ડ હેન્ડ' કહીને હેરાન કરી હતી, કારણ કે તેની અગાઉની સગાઈ તૂટી ગઈ હતી. ત્યાર બાદ અમેરિકામાં પત્નીએ આરોપ લગાવ્યો હતો કે તેની સાથે શારીરિક અને ભાવનાત્મક શોષણ કરવામાં આવ્યું હતું. પતિએ તેના ચારિત્ર્યને કલંકિત કર્યું હતું અને તેની પર અન્ય પુરુષો સાથે ગેરકાયદેસર સંબંધો હોવાનો આરોપ પણ લગાવ્યો હતો. કથિત રીતે, પતિએ જ્યાં સુધી તે ગેરકાયદેસર અને વ્યભિચારી સંબંધો હોવાની કબૂલાત ન કરી ત્યાં સુધી તેને રાત્રે સૂવા પણ દીધી નહોતી. 

1999માં નિર્દયતાથી ખૂબ માર માર્યો 
નવેમ્બર 1999 માં, પતિએ તેને એટલી નિર્દયતાથી માર માર્યો હતો કે હંગામો સાંભળીને પડોશીઓએ સ્થાનિક પોલીસને ફોન કર્યો હતો, જેમણે ઘરેલું હિંસાના આરોપસર તેની ધરપકડ કરી હતી. પત્નીએ દાવો કર્યો હતો કે તેણે પોલીસમાં ફરિયાદ નોંધાવી નથી, પરંતુ તેઓએ તેના ચહેરા પર ઈજાના નિશાન જોયા અને જાતે જ કાર્યવાહી કરી. તેના ભાઈની વિનંતી પછી, તેણીને જામીન મળી ગયા, અને પતિને કાઉન્સેલિંગ કરાવવું પડ્યું.

ગૂંગળાવીને મારી નાખવાનો પણ પ્રયાસ 
મહિલાએ એ વાતનો પણ ઉલ્લેખ કર્યો કે 2000માં જ્યારે તેના માતા-પિતા અમેરિકા ગયા હતા ત્યારે તેના પિતાને હાર્ટ એટેક આવ્યો હતો, પરંતુ તેના પતિએ તેને તેના પિતા સાથે રહેવાની મંજૂરી આપી ન હતી. તેણે દાવો કર્યો હતો કે જ્યારે આ દંપતી ભારત પરત ફર્યું ત્યારે પણ પતિએ તેના પર અન્ય પુરુષો સાથે અવૈધ સંબંધો હોવાનો આરોપ લગાવ્યો હતો, દૂધવાળા અથવા શાકભાજીવાળા પાસે જઈને પણ પુરાવા માગ્યાં હતા જોકે પતિ મનોરોગી નીકળ્યો હતો. પીડિતાનો એવો પણ આરોપ છે કે 2008માં પતિએ તેને ગૂંગળાવીને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. હાઈકોર્ટે હવે પતિને 3 કરોડનું વળતર ચુકવી દેવાનો આદેશ આપ્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ