બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ગુજરાત / અમદાવાદ / How To See Saturn At Its Biggest And Brightest Of 2023 This Weekend

Saturn Near Earth / 31 ઓગસ્ટે દેશભરમાં દેખાશે સુપરમૂન: અંબાલાલ પટેલે કહ્યું, 26-27 ઓગસ્ટે થશે અનોખી ખગોળીય ઘટના

Malay

Last Updated: 03:05 PM, 26 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Saturn Near Earth: ખગોળ જાણકાર અંબાલાલ પટેલે કહ્યું કે, 27 ઓગસ્ટે સૂર્ય શનિનો પ્રતિયોગ થશે, આ દરમિયાન શનિના વલયો પણ સ્પષ્ટ દેખાશે.

  • 31 ઓગસ્ટે દેશભરમાં જોવા મળશે સુપર મૂન 
  • ખગોળ જાણકાર અંબાલાલ પટેલનુ નિવેદન
  • સુપર મૂન થતા સમુદ્રમાં ભારે ભરતી રહેશેઃ અંબાલાલ

ચંદ્રયાન-3ની સફળતાએ અવકાશમાં લોકોની ઉત્સુકતાને વધારી દીધી છે. સમગ્ર વિશ્વમાં ભારતની આ સફળતાની પ્રશંસા કરવામાં આવી રહી છે. આ દરમિયાન અવકાશમાં એક એવી ખગોળીય ઘટના બનવાની છે, જેને દુર્લભ માનવામાં આવે છે. વાસ્તવમાં આ મહિનાના અંતમાં શનિ ગ્રહ પૃથ્વીની ખૂબ નજીક આવવાનો છે. આ સમય દરમિયાન લોકો પૃથ્વી પરથી કોઈપણ સાધનની મદદ વગર જ શનિ ગ્રહને જોઈ શકશે.  આ અંગે ખગોળ શાસ્ત્રના જાણકાર અંબાલાલ પટેલનું પણ નિવેદન સામે આવ્યું છે. તેઓએ જણાવ્યું છે કે, 31 ઓગસ્ટે દેશભરમાં સુપર મૂન જોવા મળશે.

27 ઓગસ્ટે આ ખગોળીય જોઇ શકાશે: અંબાલાલ
અંબાલાલ પટેલે જણાવ્યું કે, 26-27 ઓગસ્ટે સૂર્ય શનિનો પ્રતિયોગ થશે. આ વખતે પૃથ્વી પરથી શનિના વલયો પણ સ્પષ્ટ દેખાશે. પૃથ્વીની ભ્રમણ કક્ષામા શનિ અને સૂર્યની વચ્ચે પૃથ્વી આવે છે.  2023માં 26-27 ઓગસ્ટ દરમિયાન આ ઘટના દેખાશે. આ ઘટના દર વર્ષે એકવાર થાય છે. 2022માં 14મી ઓગસ્ટે આ ખગોળીય ઘટના બની હતી. 

VIDEO: NASA ને મળી ગઈ બીજી પૃથ્વી, ધરતી જેવા જ આ ગ્રહ પર પાણી પણ હોવાની  શક્યતા | VIDEO NASA found another Earth the possibility of having water on  this planet like

આ ગ્રહ ફેબ્રુઆરી 2024 સુધી દેખાશે
નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (NASA)એ શુક્રવારે કહ્યું હતું કે, શનિ આકાશમાં મોટો અને ચમકતો જોવા મળશે. આવું એટલા માટે થશે કારણ કે આ ગ્રહ 26-27 ઓગસ્ટના રોજ સૂર્યના સીધા વિરોધમાં હશે. સૂર્યપ્રકાશના કારણે શનિ ગ્રહ પહેલા અને ત્યાર પછીના અઠવાડિયામાં આકાશમાં સૌથી મોટો અને સૌથી ચમકતો જોવા મળશે. આ ગ્રહ ફેબ્રુઆરી 2024 સુધી દેખાશે. આ દરમિયાન કોઈપણ વ્યક્તિ આકાશમાં દેખાતા શનિ ગ્રહને સરળતાથી ઓળખી શકે છે.

પૃથ્વી તો ગોળ છે પરંતુ ક્યારેય વિચાર્યું કે આ પાણી નીચે કેમ નથી પડતુ? આ છે  તેના પાછળનું કારણ | know why earth is round and how is the ocean water still

સૂર્યોદય સુધી પીળા તારાને જોઈ શકાશે
નાસાએ કહ્યું હતું કે, શનિ પૃથ્વીથી સૌથી દૂર આવેલા ગ્રહોમાંથી એક છે. પરંતુ ઓગસ્ટના છેલ્લા અઠવાડિયામાં તેને લોકો કોઈપણ સાધનની મદદ વગર સરળતાથી જોઈ શકશે. નાસાના જણાવ્યા અનુસાર, તે સૂર્યાસ્ત સમયે દક્ષિણપૂર્વીય ક્ષિતિજ પર દેખાશે અને કોઈપણ સૂર્યોદય સુધી આખી રાત તેજસ્વી પીળા તારાને જોઈ શકશે. કદમાં મોટો અને ચમકદાર હોવાને કારણે શનિ ગ્રહને ઓળખવામાં ખૂબ જ સરળતા રહેશે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ