બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / how to avoid fraud on whatsapp follow these steps

ફ્રોડ ઍલર્ટ / જો તમારા WhatsAppમાં પણ આવી રહી છે આ લિંક, તો ભૂલથી પણ ન કરતા ક્લિક, નહીં તો એકાઉન્ટ સાફ

Bijal Vyas

Last Updated: 09:49 AM, 4 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિશ્વભરમાં બે અબજથી વધુ લોકો WhatsAppનો ઉપયોગ કરે છે. પરંતુ કદાચ તમને ખબર નહીં હોય કે છેતરપિંડી કરનારાઓ તમને વોટ્સએપ દ્વારા પણ છેતરી શકે છે.

  • આ રીતે આંખના પલકારામાં તમારું બેંક એકાઉન્ટ ખાલી કરી શકે છે
  • ધ્યાન રાખો કે આ ફ્રોડ લિંક્સમાં હંમેશા સ્પેલિંગની ભૂલ અથવા લિંક બ્રેક હશે
  • મોબાઈલમાં એવી કોઈ એપ્લિકેશન જે તમે ઈન્સ્ટોલ નથી કરી તો તેને તરત ડિલીટ કરો

Avoid Whatsapp Fraud: એક સમય હતો જ્યારે લોકો મેસેજ(SMS) દ્વારા એકબીજા સાથે વાત કરતા હતા, પરંતુ જો એમ કહેવામાં આવે કે હવે આ મેસેજની જગ્યા વોટ્સએપે લઈ લીધી છે તો કદાચ તેમાં કંઈ ખોટું નહીં હોય. લગભગ દરેક બીજી વ્યક્તિ WhatsApp સાથે જોડાયેલ છે અને વિશ્વભરમાં બે અબજથી વધુ લોકો તેનો ઉપયોગ કરે છે. પરંતુ કદાચ તમને ખબર નહીં હોય કે છેતરપિંડી કરનારાઓ તમને વોટ્સએપ દ્વારા પણ છેતરી શકે છે.

આ માટે વોટ્સએપ યુઝર્સને ફિશિંગ લિંક્સ મોકલવામાં આવે છે, જેમાં વિવિધ પ્રકારની ગિફ્ટ્સ, ફ્રી ડેટા સહિત અન્ય ઘણી લાલચ પર ક્લિક કરવાનું કહેવામાં આવે છે. આવી સ્થિતિમાં, તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે, નહીં તો તમે તમારા જીવનભરની કમાણી પળવારમાં ગુમાવશો. તો આવો જાણીએ આ લિંક્સ કઈ છે અને તમે તેનાથી કેવી રીતે બચી શકો છો...

છેતરપિંડી / 550 રૂપિયાની બંદૂક લેવામાં ગુમાવ્યા મહિલાએ 4 લાખ રૂપિયા, ઓનલાઈન  ફ્રોડનો ચોંકાવનારો મામલો / online fraud in faridabad 550 toy gun stolen rs  4 lakh

આવી લિંકથી બચોઃ

  • જો તમને એવી કોઈ લિંક મળે કે જેના URL માં Rediroff.ru હોય, તો ભૂલથી પણ આવી લિંક પર ક્લિક ન કરો.
  • આ લિંક્સ ફિશિંગ લિંક્સ છે જે આંખના પલકારામાં તમારું બેંક એકાઉન્ટ ખાલી કરી શકે છે
  • જો કોઈ પણ લિંક દાવો કરે છે કે તેના પર ક્લિક કરીને તમારે તમારું નામ, સરનામું અને બેંકિંગ માહિતી વગેરે ભરવાની રહેશે, જેના પછી તમને કેશબેક, ભેટ વગેરે આપવામાં આવશે, તો આવી લિંક પર ક્યારેય ક્લિક ના કરો, કારણ કે તે તમારી સાથે બેંકિંગ માહિતી લઇને છેતરપિંડી કરવાનો પ્રયાસ છે. 

આ વાતોનું ખાસ ધ્યાન રાખોઃ

  • જો તમારો કોઈ મિત્ર અથવા કોઈપણ નંબર તમારી પાસે આવી કોઈ લિંક સાથે આવે છે જે તમને કેશબેક, ભેટ અથવા ડેટા વગેરે આપવાનો દાવો કરે છે, તો તેના પર ક્યારેય ક્લિક ના કરો અને તેને તરત જ ડિલીટ કરી નાખો.
  • ધ્યાન રાખો કે આ ફ્રોડ લિંક્સમાં હંમેશા સ્પેલિંગની ભૂલ અથવા લિંક બ્રેક હશે

Tag | VTV Gujarati

જો કરી દીધુ છે ક્લિક, તો શું કરવુ ?
જો ભૂલથી તમે આવી ફિશિંગ લિંક પર ક્લિક કરી દીધું હોય, તો તમારે સૌથી પહેલા તેમાંથી તરત જ બહાર નીકળવાની અને તમારા ડિવાઇસને સ્કેન કરવાની જરૂર છે. જો તમને તમારા મોબાઈલમાં એવી કોઈ એપ્લિકેશન ઈન્સ્ટોલ થતી જણાય કે જે તમે નથી કરી, તો તેને તરત જ અનઈન્સ્ટોલ કરો. પણ તમે તમારા ડિવાઇસને રીસેટ કરી શકો છો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ