બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / How much drink water in one day summer

હેલ્થ ટિપ્સ / ઉનાળામાં એક દિવસમાં કેટલા ગ્લાસ પાણી પીવુ જોઇએ? શું વધારે પડતુ પાણી પીવાથી થાય છે નુકસાન

Bijal Vyas

Last Updated: 10:22 PM, 20 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શરીરનાં તમામ અંગો યોગ્ય રીતે તેમનું કામ કરે તે માટે પાણીની ખૂબ જરૂર પડે છે, પરંતુ જરૂરિયાત કરતાં વધુ પડતું પાણી આપણને નુકસાન પહોંચાડી શકે છે

  • વધુ પડતા પાણીને ઓવરહાઇડ્રેશનનું નામ આપવામાં આવ્યું
  • કિડનીને હેલ્ધી રાખવા માટે પાણી પીવું જોઇએ
  • નોર્મલ દિવસોમાં ૩ લિટર અને ગરમીના દિવસોમાં ૩.૫ લિટર પાણી પીવાનું સામાન્ય ગણાય છે

પાણી આપણા શરીર માટે ખૂબ જરૂરી છે. આપણા શરીરનો લગભગ ૬૦ ટકા ભાગ પાણીથી ભરેલો છે. પાણી પીવાથી આપણું શરીર ડિહાઇડ્રેટેડ રહે છે, શરીરના તમામ ટોક્સિક પદાર્થો સરળતાથી બહાર નીકળે છે. શરીરનાં તમામ અંગો યોગ્ય રીતે તેમનું કામ કરે તે માટે પાણીની ખૂબ જરૂર પડે છે, પરંતુ જરૂરિયાત કરતાં વધુ પડતું પાણી આપણને નુકસાન પહોંચાડી શકે છે. વધુ પડતા પાણીને ઓવરહાઇડ્રેશનનું નામ આપવામાં આવ્યું છે.

જ્યારે તમે જરૂરિયાત કરતાં વધુ પાણી પીઓ છો ત્યારે તમારે વોટર પોઇઝનિંગ, ઇન્ટોક્સિકેશન અને મગજ સાથે જોડાયેલી સમસ્યાનો સામનો કરવો પડે છે. જરૂરિયાત કરતાં વધુ પાણી પીવાથી મગજ અને શરીરની કોશિકાઓમાં સોજો આવે છે, જ્યારે આ કોશિકાઓમાં સોજો આવે છે ત્યારે મગજ પર પ્રેશર પડે છે, જેના કારણે તમે કન્ફ્યૂઝન, ઊંઘ ન આવવી અને માથાના દુખાવા જેવી સમસ્યાથી પીડાવ છો. મગજ પર પ્રેશર વધે છે તો હાઇપરટેન્શન અને લો હાર્ટ રેટ જેવી તકલીફો થઇ શકે છે.

Tag | VTV Gujarati

વધુ માત્રામાં પાણીનું સેવન કરવાથી આપણા શરીરમાં રહેલા સોડિયમ પર ખરાબ અસર પડે છે. સોડિયમ આપણા શરીરમાં રહેલું એક ઇલેક્ટ્રોલાઇટ હોય છે, જે કોશિકાઓની અંદર અને બહારના ફ્લૂઇડને બેલેન્સ કરે છે. જરૂરિયાત કરતાં વધુ પાણી પીવાથી આપણા શરીરમાં સોડિયમનું લેવલ ઘટવા લાગે છે, જેના કારણે શરીરમાં રહેલા ફ્લૂઇડને કોશિકાઓની અંદર ચાલવું પડે છે. આ કારણે વ્યક્તિ કોમામાં પણ જઇ શકે છે.

હેલ્ધી રહેવા માટે કેટલું પાણી પીવું જોઈએ?
આ સવાલને લઇ કોઇ ગાઇડલાઇન સેટ કરવામાં આવી નથી, કેમ કે દરેક વ્યક્તિની જરૂરિયાત અલગ અલગ હોય છે. તમારા શરીરને કેટલા પાણીની જરૂર તે તમારી ફિઝકલ એક્ટિવિટી પર નિર્ભર કરે છે. તમારા બોડીનું વજન પણ તેમાં ભાગ ભજવે છે, જોકે નોર્મલ દિવસોમાં ૩ લિટર અને ગરમીના દિવસોમાં ૩.૫ લિટર પાણી પીવાનું સામાન્ય ગણાય છે.

શિયાળામાં ક્યારે, કેટલું અને કેવું પાણી પીવું જોઈએ? જાણો પાણી પીવાની સાચી  રીત વિશે | When, how much and how to drink water in winter? Learn about the  correct way to drink

કિડની પર શું થાય છે અસર?
ઓવરહાઇડ્રેશનની સીધી અસર કિડની પર પડે છે. ઘણા લોકોને એવું લાગે છે કે કિડનીને હેલ્ધી રાખવા માટે પાણી પીવું જોઇએ, પરંતુ જ્યારે તમે જરૂર કરતાં વધુ માત્રામાં પાણી પીઓ છો ત્યારે કિડનીએ કચરો બહાર કાઢવા માટે વધુ મહેનત કરવી પડે છે, તેનાથી હોર્મોન રિએક્શન થાય છે. આ કારણે તમે સ્ટ્રેસ અને થાક અનુભવો છો.

Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ