બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Home Minister Shah held late night meeting: CM Bhupendra Patel, CR Patil present, possibility of big announcement soon

રાજકારણ / ગૃહમંત્રી શાહે મોડી રાત સુધી યોજી મીટિંગ: CM ભૂપેન્દ્ર પટેલ, C R પાટીલ રહ્યા હાજર, આગામી સમયમાં મોટા એલાનની શક્યતા

Vishal Khamar

Last Updated: 03:58 PM, 16 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસીય ગુજરાત પ્રવાસે હતા. ત્યારે નવરાત્રીનાં પહેલા દિવસે મુખ્યમંત્રી તેમજ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સાથે કેન્દ્રીય ગૃહમંત્રીએ બેઠક યોજી હતી. આ યોજાયેલ બેઠક બાદ હવે આગામી ટૂંક સમયમાં સંગઠનમાં મોટા ફેરફાર થવાની શક્યતાઓ છે.

  • કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના અધ્યક્ષ સ્થાને યોજાઈ બેઠક
  • ગઈકાલે મોડી રાત્રે ભાજપનાં ટોચના નેતાઓ સાથે મળી હતી બેઠક
  • મંત્રી નિવાસમાં ગઈકાલે મોડી રાત્રે 5 કલાકથી વધુ સમય ચાલી બેઠક

આગામી લોકસભા 2024 ને લઈ ભાજપ દ્વારા તૈયારીઓ આરંભી દીધી છે. ત્યારે ગુજરાત ભાજપમાં બેઠકોનો દોર શરૂ થવા પામ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. ગત રોજ મોડી રાત્રે મંત્રી નિવાસમાં ભાજપનાં ટોચનાં નેતાઓની બેઠક મળી હતી. ગઈકાલે મોડી રાત્રે મળેલી આ બેઠક 5 કલાકથી વધુ સમય ચાલી હતી. આ બેઠકમાં અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સી.આર.પાટીલ, ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ બેઠકમાં હાજર રહ્યા હતા. ભાજપનાં કાર્યકરોમાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે ગુજરાત ભાજપનાં સંગઠન, લોકસભા ચૂંટણી અંગેની ચર્ચાની શક્યતા છે. તેમજ બોર્ડ નિગમ અંગે પણ ચર્ચા થવાની શક્યતા છે. 

મોડી રાત સુધી ચાલેલી બેઠક બાદ મોટા પાયે ફેરફારની શક્યતાઓ
ગત રોજ મોડી રાત્રે યોજાયેલ બેઠક બાદ હવે આગામી સમયમાં સંગઠનમાં મોટા પાયે ફેરફાર થવાની શક્યતાઓ છે. ત્યારે તા. 13 ઓક્ટોમ્બરે મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ બંને દિલ્હી ગયા હતા. ત્યાં મોવડી મંડળ સાથે બેઠક યોજી હતી. એ બેઠક યોજાયાનાં 48 કલાક બાદ પણ ગુજરાતમાં વધુ એક બેઠક યોજાતા લોકમુખે એવું સાંભળવા મળ્યું હતું કે આગામી સમયમાં મોટા પાયે ભાજપમાં ફેરફારની શક્યતાઓ છે. 

પૂર્વ મંત્રીઓને ફરી તક મળશે કે નવા ચહેરાઓને તક મળશે
સૂત્રો દ્વારા એવું પણ જાણવા મળી રહ્યું છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનાં અધ્યક્ષ સ્થાને યોજાયેલ બેઠક બાદ જો મંત્રી મંડળમાં ફેરફાર કરવામાં આવે તો પૂર્વ મંત્રી તેમજ યુવા ચહેરાઓને તક મળી શકે છે.  જેને લઈ પૂર્વ મંત્રીઓ દ્વારા પોતાનાં માટે અને પોતાને સ્થાન ન મળે તો પોતાનાં ખાસ માણસોને તક મળે તે માટેનાં પ્રયત્નો પણ શરૂ કરી દેવામાં આવ્યા હોવાનું સુત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. હવે એ જોવાનું રહ્યું કે, ભાજપનું મોવડી મંડળ પૂર્વ મંત્રીઓને ફરી હોદ્દાઓ પર બિરાજમાન કરશે કે નવા ચહેરાઓને તક મળશે તે આગામી ટૂંક સમયમાં ખબર પડશે.  

સંકળાયેલા મુદ્દાઓ

Bhupendra Patel Union Home Minister amit shah chief minister અમિત શાહ કેન્દ્રીય ગૃહમંત્રી ફેરફારની શક્યતા ભૂપેન્દ્ર પટેલ મુખ્યંમંત્રી gandhinagar
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ