બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / home minister amit shah will review security situation in jammu and kashmir today

BIG NEWS / અમરનાથ યાત્રા પહેલા એક્શન મોડમાં ગૃહમંત્રી અમિત શાહ, દિલ્હીમાં તાબડતોબ બેઠકોનો દોર

Pravin

Last Updated: 11:59 AM, 17 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 30 જૂનથી શરૂ થનારી અમરનાથ યાત્રા પહેલા 17 મેના રોજ સવારે 11 વાગ્ય જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ, કેન્દ્ર સરકારના સચિવો, સીઆરપીએફ, બીએસએફ અને એનઆઈએના ટોચના અધિકારીઓની બેઠક બોલાવી છે.

  • અમરનાથ યાત્રા પહેલા અમિત શાહની ટોપ લેવલની બેઠક
  • તાબડતોડ બોલાવી આ બેઠક
  • સુરક્ષાના તમામ પાસા પર થશે મોટી સમીક્ષા

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 30 જૂનથી શરૂ થનારી અમરનાથ યાત્રા પહેલા 17 મેના રોજ સવારે 11 વાગ્ય જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ, કેન્દ્ર સરકારના સચિવો, સીઆરપીએફ, બીએસએફ અને એનઆઈએના ટોચના અધિકારીઓની બેઠક બોલાવી છે. આ બેઠકમાં ગૃહમંત્રી જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા તૈયારીઓની સમીક્ષા કરશે. ઉપરાજ્યપાલ મનોજ સિન્હા બેઠકમાં સામેલ થવા રાજધાની દિલ્હીમાં છે. વરિષ્ઠ અધિકારી જેમ કે જમ્મુ કાશ્મીરના ડીજીપી, મુખ્ય સચિવ ડો અરુણ કુમાર મહેતા, અધિક મુખ્ય સચિવ આરકે ગોયલ, સીઆરપીએફ, બીએસએફ, એનઆઈએના ડિરેક્ટર, કેન્દ્રીય ગૃહ સચિવ અને અન્ય અધિકારીઓ બેઠકમાં સામેલ થશે તેની આશા વ્યક્ત કરાઈ છે. 

ઉપરાજ્યપાલે રાજનાથ સિંહ સાથે કરી મુલાકાત

ઉપરાજ્યપાલ મનોજ સિન્હા બેઠકમાં જોડાય તે પહેલા તેમણે રક્ષામંત્રી રાજનાથ સિંહ સાથે મુલાકાત કરી હતી અને તેમણે જમ્મુ કાશ્મીરની સ્થિતિ વિશે જાણકારી આપી હતી. તેમણે ટ્વિટ કરીને આ અંગે જાણકારી આપી હતી. જેમાં અમરનાથ યાત્રામાં રસ્તા પર પાયાની સુવિધા, ઉંચાઈવાળા વિસ્તારમાં બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન તરફથી મદદ મળવાની ચર્ચા કરી હતી. આ બેઠકમાં ખાલી સુરક્ષા જ નહીં પણ યાત્રામાં તમામ પાસાઓને ધ્યાને રાખીને સમીક્ષા થશે.

જમ્મુ કાશ્મીરમાં માહોલ ખરાબ કરવા માગે છે આતંકવાદીઓ

એક સુરક્ષા અધિકારીએ જણાવ્યું છે કે, અત્યાર સુધી દેખાતા સંકેતો જણાવે છે કે, જમ્મુ વિસ્તારમાં ટાર્ગેટ બનાવામા આવી શકે છે. ગત વર્ષે જૂનમાં મળેલા આઈઈડીને એક મંદિરમાં રાખવાનો હતો. પીએમની યાત્રાને આડા પાટે લઈ જવા માટે કોઈ પણ ચેક પોસ્ટ પર ફોર્સને ટાર્ગેટ કરી શકે છે. એ એકદમ સ્પષ્ટ છે કે, પાકિસ્તાન સમર્થિત આતંકી સંગઠને છેલ્લા દોઢ વર્ષમાં જમ્મુ વિસ્તારમાં અસ્થિર કરવા પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે. સુરક્ષા એજન્સીઓને શંકા છે કે, જ્યાં સુધી અમરનાથ તીર્થયાત્રીઓ માટે ખતરાનો વિષય છે. આ વર્ષે પંજાબની સરહદ પણ એક રીતે સંવેદનશીલ પોઈન્ટ છે. 

ડ્રોન અને રેડિયો ફ્રીક્વેંસીની મદદથી સુરક્ષા

એક ટોચના અધિકારીએ જણાવ્યુ હતું કે, મોહાલીમાં ગુપ્તચર કાર્યાલયમાં હુમલો, રોકેટ લોન્ચર ઝડપાયા એ કોઈ સંયોગ નથી, આ આતંકીઓ દ્વારા પોતાના ખાલિસ્તાન, કાશ્મીર મોડલને એક્ટિવ કરવાનો પ્લાન છે. દુનિયાને એ બતાવવા માટે કે જમ્મુને ટાર્ગેટ કરવામા આવી રહ્યું છે. સમસ્યા ખાલી કશ્મીર નથી, પણ આખું જમ્મુ કાશ્મીર છે. તેથી રાજ્ય અને કેન્દ્રીય ફોર્સ ડ્રોનથી નજર રાખી, વાહનોનું ચેકીંગ, રેડિયો ફ્રીક્વેંસીથી ઓળખાણ, અધિક સૈનિકોની તૈનાતી વગેરે વ્યવસ્થા કરવામાં આવી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ