બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Holi 2024 these people did not watch holika dahan can be a big mistake

માન્યતા / હોળિકા દહન વખતે જો-જો આવી ભૂલ કરતા! નહીં તો દાંપત્ય જીવનમાં આવી શકે છે ધર્મસંકટ

Arohi

Last Updated: 08:48 AM, 19 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Holika Dahan 2024: હોળિકા દહનને લઈને ઘણી પૌરાણિક માન્યતાઓ છે. એક એવી માન્યતા છે કે અમુક લોકોએ હોળિકા દહન જોવું ન જોઈએ.

દર વર્ષે ધૂળેટીના એક દિવસ પહેલા હોળિકા દહન કરવામાં આવે છે. ત્યાર બાદ લોકો ધૂળેટીનો તહેવાર ઉજવે છે. પરંતુ હોળિકા દહનને લઈને ઘણી પૈરાણિક માન્યતાઓ પણ છે. એક એવી માન્યતા છે કે અમુક લોકોએ હોળિકા દહન જોવું ન જોઈએ. નહીં તો તેમના જીવનમાં મોટી મુશ્કેલીઓ આવી શકે છે અથવા તો તેમને ઘણી અન્ય રીતે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. 

દાંપત્ય જીવનમાં આવી શકે છે મુશ્કેલી 
હોળિકા દહનને લઈને ઘણા પૌરાણિક નિયમ છે. તેના અનુસાર લગ્ન બાદ પહેલા વખત નવી દુલ્હનને હોળિકા દહન ન જોવું જોઈએ. આમ કરવું અશુભ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે જો કોઈ નવી દુલ્હન હોળિકા દહન જોઈ લે કે તેમાં શામેલ થઈ જાય ત્યારે તેના દાંપત્ય જીવનમાં મુશ્કેલી આવી શકે છે. તેમના જીવનમાં સંકટ પણ આવી શકે છે. 

જ્યોતિષાચાર્ય અનુસાર તેના ઉપાંત જે મહિલા ગર્ભવતી હોય તેણે પણ હોળિકા દહનથી દૂર રહેવું જોઈએ. આમ કરવાથી તેમના ગર્ભસ્થ શિશુ પર ખરાબ અસર પડે છે અને માતા અને બાળક બન્નેને શારીરિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. 

હોળિકા દહનથી દૂર રહે આ લોકો 
જે વ્યક્તિને એકમાત્ર સંતાન હોય તેણે પણ હોળિકા દહન ન જોવું જોઈએ. તેમને હોળિકાની પૂજા પણ ન કરવી જોઈએ. તેમની જગ્યા પર કોઈ વૃદ્ધિ હોળિકા દહનની પૂજામાં શામેલ થવું જોઈએ. કહેવાય છે કે જે જગ્યા પર હોળિકા દહન કરવામાં આવે છે તે જગ્યા એક પ્રકારે સ્મશાનના સમાન હોય છે અને નકારાત્મક શક્તિઓનો વાસ હોય છે. 

વધુ વાંચો: આજે આ જન્મ તારીખવાળા લોકો પર આવશે અણધારી આફત, તળિયાઝાટક કરી મૂકશે તિજોરી

એવામાં હોળિકા દહન વાળા સ્થાન પર નવજાત શિશુને ભૂલથી પણ ન લઈ જાઓ. આમ કરવાથી શિશુના ઉપર સંકટ પણ આવી શકે છે. ત્યાં જ સાસુ-વહુને એક સાથે હોળિકા દહનમાં ન જવું જોઈએ. માન્યતા છે કે જો સાસુ વહું એક સાથે હોળિકા દહન જોઈલે તો તેમના સંબંધમાં ખટાશ આવી શકે છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ