બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ગુજરાત / રાજકોટ / Hitesh Thacker of Vadodara extorted money from a businessman by pretending to be a fake IAS

રાજકોટ / કિરણ પટેલની વધુ એક કોપી! નકલી IAS બનીને રોફ જમાવતો વડોદરાનો હિતેશ ઠાકર, વેપારી સાથે આચરી 1.22 કરોડની છેતરપિંડી

Malay

Last Updated: 09:50 AM, 16 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કિરણ પટેલ બાદ વધુ એક ઠગનું કારસ્તાન સામે આવ્યું છે. જેણે નકલી IAS બનીને કારખાનેદાર પાસેથી કરોડો રૂપિયાની રોકડી કરી લીધી છે. જેની કારખાનેદારે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી છે.

  • વડોદરાના શખ્સે નકલી IAS બનીને કરી છેતરપિંડી 
  • રાજકોટના કારખાનેદાર પાસેથી પડાવ્યા 1.22 કરોડ 
  • IBના ડેપ્યુટી ડાયરેક્ટર હોવાનું કહી રોકડી કરી

મહાઠગ કિરણ પટેલ વિરૂદ્ધ વધુ એક ફરિયાદમાં ક્રાઈમ બ્રાન્ચે કસ્ટડી મેળવી છે.  જેમાં G 20  સમિટનાં બેનર હેઠળ હોટલ હયાતમાં ઈવેન્ટ યોજી હતી. જેમાં ઈવેન્ટનું ભાડું, ફ્લાઈટની ટિકિટ મળી કુલ રૂા. 3.51 લાખની છેંતરપિંડી કરી હતી. જે છેતરપિંડીના કેસમાં ક્રાઈમ બ્રાન્ચે કિરણ પટેલની કસ્ટડી મેળવી છે. કિરણ પટેલની સામે હજુ કાર્યવાહી ચાલી રહી છે, પૂછપરછમાં અનેક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. ત્યારે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચમાં વધુ એક ઠગની સામે ફરિયાદ નોંધાઈ છે. જેણે કિરણ પટેલની જેમ જ રાજકોટના કારખાનેદાર સાથે છેતરપિંડી આચરી છે.

કારખાનેદાર બન્યા છેતરપિંડીનો ભોગ
રાજકોટના સત્યસાંઈ હાર્ટ હોસ્પિટલ રોડ પર આવેલી ઈન્દ્રલોક રેસીડેન્સીમાં રહેતા અને કોપર વાયરનું કારખાનું ધરાવતા અલ્પેશ બાવનજીભાઈ નારીયાએ વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવેલી શાંતિકુજ સોસાયટીમાં રહેતા અને પોતાને બોટાદમાં ડે.કલેક્ટર અને IBમાં ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે ઓળખ આપનાર હિતેશ ઠાકર સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. 

1.22 કરોડની છેતરપિંડી
ફરિયાદમાં અલ્પેશ નારીયાએ જણાવ્યું છે કે, બે વર્ષ પહેલા તેમના ભાઈ વિજય નારીયાની ઓળખાણ વડોદરાના હિતેશ સાથે થઈ હતી. હિતેશ પોતે બોટાદમાં ડે.કલેક્ટર અને IBમાં ડેપ્યુટી ડાયરેક્ટર હોવાની ઓળખાણ આપી હતી. જે બાદ તેણે વિજયભાઈને કારખાના માટે સસ્તામાં સરકારી જમીન અપાવવાની અને ડિફેન્સમાં કોપર વાયરનો કોન્ટ્રાક્ટ અપાવાની લાલચ આપી હતી. જેના બદલામાં તેણે અલ્પેશભાઈ અને તેમના ભાઈ વિજયભાઈ પાસેથી 1.22 કરોડ રૂપિયા લીધા હતા. 

ખોટા કેસમાં ફસાવી દેવાની આપી ધમકી
લાંબો સમય થવા છતા હિતેશ ઠાકરે જમીન પણ અપાવી ન હતી તેમજ ડિફેન્સ વિભાગમાં કોપર વાયરનો ઓર્ડર પણ અપાવ્યો ન હતો. જ્યારે નકલી IAS પાસે અલ્પેશભાઈએ પૈસા પરત માંગતા તેણે ખોટા કેસમાં ફસાવી દેવાની અને ઇન્કમટેક્સની રેડ પડાવવાની ધમકી આપી હતી. 

ક્રાઈમ બ્રાન્ચે શરૂ કરી તપાસ 
જે બાદ છેતરપિંડીનો ભોગ બનેલા બંને ભાઈએ આ અંગે રાજકોટ કમિશરનો સંપર્ક કર્યો હતો અને સમગ્ર હકીકત જણાવી હતી. ત્યારે હવે આ કેસની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોપાઈ છે. ફરિયાદ બાદ ગઠીયાને પોલીસે ઝડપી લીધો છે. તેની પૂછપરછમાં હજુ પણ મોટા ખુલાસા થાય તેવી શક્યતા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ