'His arrogance is big and understanding is small': BJP President JP Nadda alleges- Rahul insulted OBC society
પ્રહાર /
'મોદી સરનેમ' મુદ્દે BJPએ આગળ કર્યો OBC સમાજના અપમાનનો મુદ્દો: કહ્યું રાહુલ ગાંધીને મનમાં આવે એ આરોપ લગાવવાની ટેવ છે
Team VTV12:05 PM, 24 Mar 23
| Updated: 12:38 PM, 24 Mar 23
જેપી નડ્ડાએ ટ્વિટ કરી રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા કહ્યું હતું કે"રાહુલ ગાંધીનો અહંકાર ઘણો મોટો છે અને સમજણ ખૂબ નાની છે. રાજકીય ફાયદા માટે રાહુલ ગાંધીએ OBC સમાજનું અપમાન કર્યું.
OBC સમુદાય લોકશાહી રીતે રાહુલના આ અપમાનનો બદલો લેશે
જેપી નડ્ડાએ ટ્વિટ કરી રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા
રાહુલ ગાંધીનો અહંકાર ઘણો મોટો છે અને સમજણ ખૂબ નાની
'મોદી સરનેમ' કેસમાં સુરતની કોર્ટે રાહુલ ગાંધીને દોષિત ઠેરવ્યાના ચુકાદા બાદ હવે ભાજપે રાહુલ ગાંધી પર OBC સમુદાયનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો છે. જણાવી દઈએ કે બીજેપી ચીફ જેપી નડ્ડાએ કહ્યું છે કે સુરત કોર્ટે રાહુલને OBC સમુદાય પ્રત્યેના વાંધાજનક નિવેદન બદલ સજા સંભળાવી છે પણ રાહુલ અને કોંગ્રેસ પાર્ટી હજુ પણ તેના અહંકારને લઈને તેમના નિવેદનોને વળગી રહી છે અને OBC સમુદાયની લાગણીઓને ઠેસ પહોંચાડી રહી છે." આ બધા સાથે જ નડ્ડાએ એમ પણ કહ્યું કે સમગ્ર OBC સમુદાય લોકશાહી રીતે રાહુલના આ અપમાનનો બદલો લેશે.
OBC સમુદાયની લાગણીઓને સતત ઠેસ પહોંચાડી
નોંધનીય છે કે બીજેપી ચીફ જેપી નડ્ડાએ ટ્વિટ કરી રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા કહ્યું હતું કે"રાહુલ ગાંધીનો અહંકાર ઘણો મોટો છે અને સમજણ ખૂબ નાની છે. પોતાના રાજકીય ફાયદા માટે રાહુલ ગાંધીએ સમગ્ર OBC સમાજનું અપમાન કરતાં તેમને ચોર કહ્યા હતા. સમાજ અને કોર્ટ દ્વારા વારંવાર સમજાવવા અને માફી માંગવાના વિકલ્પની પણ એમને વારંવાર અવગણના કરી અને OBC સમુદાયની લાગણીઓને સતત ઠેસ પહોંચાડી."
By comparing OBC communities to thieves, Mr. @RahulGandhi has shown a pathetic and casteist mindset. However, his latest tirade is not surprising. For the last many years he has always reduced levels of political discourse. Let me explain how in the thread below. 👇🏻
આ બાદ એમને બીજા ટ્વીટમાં લખ્યું હતું કે"...ફિર ચોકીદાર ચોર હૈનો નારો લગાવ્યો હતો જેના પર મીડિયા રિપોર્ટ્સ અનુસાર કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્યોએ પણ વાંધો ઉઠાવ્યો હતો. સાથે જ આ નારા પર જનતા જનાર્દનની અદાલતે 2019ની ચૂંટણીમાં રાહુલ ગાંધીને સખત ઠપકો આપ્યો હતો અને કોંગ્રેસે ખરાબ હારનો સામનો કરવો પડ્યો."
In the run up to 2019 polls, @RahulGandhi kept repeating - Chowkidar Chor Hai notwithstanding the harm he was doing to political discourse. He went on ranting against PM @narendramodi even if it meant he was defeated in his own seat and his party wiped out nationally.
સુપ્રીમ કોર્ટે પણ રાહુલ ગાંધીને ઠપકો આપ્યો હતો
નડ્ડાએ રાફેલનો ઉલ્લેખ કરતાં ટ્વિટ કરીને કહ્યું કે, "કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને તથ્ય છોડીને મનમાં આવે એવા આરોપ લગાવવાની આદત છે. વર્ષ 2019ની લોકસભા ચૂંટણી પહેલા રાહુલે રાફેલના નામે દેશને ભ્રમિત કરવાનો પ્રયાસ કર્યો હતો અને એ માટે સુપ્રીમ કોર્ટે ઠપકો આપ્યો હતો અને રાહુલ ગાંધીએ જાતે બનાવેલ આરોપ માટે બિનશરતી માફી માંગવી પડી હતી."