બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Heavy rain will fall for 5 days from today, during last 24 hours 126 talukas received Meghraja Meherban
ParthB
Last Updated: 09:10 AM, 23 July 2022
ADVERTISEMENT
આગામી પાંચ દિવસો સુધી ભારે વરસાદની આગહી
રાજ્યના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 23 જુલાઇથી 27 જુલાઇ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મહત્વનું છે કે આ વખતે દક્ષિણ ગુજરાત અને કચ્છમાં વરસાદી માહોલ જામ્યો છે પરંતુ હવેની ઇનિંગમાં વરસાદ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતને ઘમરોળશે.
ADVERTISEMENT
દરિયામાં ફરી એકવાર વરસાદી સિસ્ટમ થઇ સક્રિય
હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા પ્રમાણે દરિયામાં ફરીથી વરસાદી સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.જેમાં અમદાવાદમાં પણ ધોધમાર વરસાદ વરસવાની વકી કરી છે.તો આ તરફ પગલે હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મેઘો ધોધમાર વરસતા 50 જળાશયો હાઇએલર્ટ પર મુકવામાં આવ્યા છે.અત્યાર સુધી ગુજરાતમાં સરેરાશ 60 ટકા વરસાદ નોંધાયો છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 126 તાલુકામાં વરસાદ
સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં દરમિયાન 126 તાલુકામાં વરસાદ નોધાયો છે. જેમાં સૌથી વધુ સિનોર, ડેડિયાપાડા અને સુત્રાપાડમાં 2 ઈંચ જેટલો વરસાદ નોધાયો છે.જ્યારે વડોદરામાં 1.75 ઈંચ, નાંદોદમાં 1.5 ઈંચ, સાગબારામાં 1.5 ઈંચ, કુકરમુંડામાં 1.25 ઈંચ, ગરુડેશ્વરમાં 1.25 ઈંચ, પાદરામાં 1.25 ઈંચ, માંગરોળમાં 1 ઈંચ, કોડીનારમાં 1 ઈંચ, ફતેપુરામાં 1 ઈંચ, વાગરામાં 1 ઈંચ જ્યારે અન્ય તાલુકાઓમાં હળવા વરસાદ નોધાયો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.