બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / વિશ્વ / આરોગ્ય / health world aids day 2023 know some facts about myths related to hiv and aids

હેલ્થ / વર્લ્ડ એઈડ્સ ડે : HIV અને AIDS સાથે જોડાયેલા આ ભ્રમને સાચા માને છે લોકો, અહીં જાણો હકીકત

Dinesh

Last Updated: 11:52 PM, 30 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

world aids day 2023: HIV પોજિટિવ લોકોના લક્ષણોના આધારે તમે જાણી શકો નહી કે તેને HIV અને AIDS છે, કેમ કે તેના કોઈ ખાસ લક્ષણ હોતા નથી.

  • HIV અને AIDS સાથે જોડાયેલી ભ્રમ અને સત્ય જાણો
  • HIVની સારવાર માટે રોજની એક કે બે જ ગોળી લેવાની હોય છે
  • HIV પોજિટિવ  હોય છે તે તમામને એડ્સ હોતું નથી

એઈડ્સ એક ગંભીર બિમારી થે. આ વાયરસ આપણા ઈમ્યૂન સિસ્ટમને પ્રભાવિત કરે છે અને શરીરના રોગોથી લડવાની ક્ષમતાને ઓછી કરે છે. જેનાથી બચવા માટે લોકોએ જાગૃત થવાની જરૂર છે. આજ કારણથી દરે વર્ષ 1 ડિસેમ્બરના રોજ એડ્સ દિવસ મનાવવામાં આવે છે. આ ખાસ દિવસને લઈ અમે તમને કેટલી એ઼ડ્સ સંબંધી કેટલીક સત્ય અને ભ્રમ ફેલાવતી વાતો વિશે જણાવીએ.

HIV AIDS

  • HIV અને AIDS સાથે જોડાયેલો ભ્રમ અને સત્ય

ભ્રમ- 1
 તમે કોઈપણને જોઈને બતાવી શકો છો કે, તેને HIV થયેલુ છે
સત્ય
HIV પોજિટિવ લોકોના લક્ષણોના આધારે તમે જાણી શકો નહી કે તેને HIV અને AIDS છે. કેમ કે તેના કોઈ ખાસ લક્ષણ હોતા જ નથી. કેટલીક વાર અન્ય સ્વાસ્થ્ય સંબંધિત બિમારીઓના લક્ષણો હોય છે.

ભ્રમ-2
HIVની સારવાર માટે રોજની ખૂબ જ ગોળીઓ ખાવી પડે છે
સત્ય
વર્ષો પહેલા HIV પીડિત દર્દીને ખૂબ જ દવા લેવાની જરૂર રહેતી હતી પરંતુ હવે HIVની સારવાર માટે રોજની એક કે બે જ ગોળી લેવાની હોય છે

ભ્રમ-3
જે લોકોને HIV પોજિટિવ  હોય છે તે તમામને એડ્સ હોય છે
સત્ય
આ વાત સંપૂર્ણ રીતે ખોટી છે, જરૂરી નથી કે, જે વ્યક્તિને HIV પોઝિટીવ હોય તેને એડ્સ હોવું જરૂરી છે. HIV થયા પછી સકારાત્મક પરીક્ષણ થયા પછી વ્યક્તિ સમાન્ય જીવન જીવી શકે છે અને એડ્સ થતું રોકી શકાય છે.

ભ્રમ-4
જો તમને એડ્સ હોય તો તમારે વ્યાયમને ટાળવું જોઈએ
સત્ય
HIV થવા પર એક્સરસાઈઝ તમારી હેલ્થની રક્ષા કરે છે. જે થકાનને ઉતારે છે. સાથો સાથ ભૂખમાં પણ સુધરો કરી શકે છે. 

ભ્રમ-5
HIV તમારી ઉંમર ઘટાડી દે છે
સત્ય
યોગ્ય સમય સારવાર કરવામાં આવે તો સામાન્ય જીવન જીવી શકાય છે, પરંતુ જો પીડિતને તેની જાણકારી ન હોય તો સમસ્યા વધી શકે છે. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ