બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સુરત / Health Minister Mandvia vows to doctors in Surat ahead of strike starting tomorrow on issues including NEET

હડતાલ / NEET સહિતના મુદ્દે આવતીકાલથી શરૂ થતી હડતાળ પહેલા આરોગ્યમંત્રી માંડવિયાએ સુરતમાં ડૉક્ટરોને આપી બાહેંધરી

Mehul

Last Updated: 05:02 PM, 28 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NEET સહિતના મુદ્દાઓ અંગે સુરતમાં ચાલી રહેલી તબીબીઓની હડતાલને લઈને  હડતાલી તબીબોએ કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાની મુલાકાત. પ્રશ્નો ઉકેલવા ખાતરી.છતાં તબીબો મક્કમ

  • હડતાલી તબીબો મળ્યા કેન્દ્રિય આરોગ્ય મંત્રીને 
  • સુરત પહોચેલા માંડવીયા સાથે કરી મુલાકાત 
  • મંત્રીની ખાતરી છતાં તબીબો હડતાલ માટે મક્કમ 


NEET સહિતના મુદ્દાઓ અંગે સુરતમાં ચાલી રહેલી તબીબીઓની હડતાલને લઈને  હડતાલી તબીબોએ કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાની મુલાકાત લીધી હતી. કેન્દ્રિય મંત્રી માંડવિયાએ  તબીબોને પડતર પ્રશ્નો ઝડપથી ઉકેલવા ખાતરી આપી હતી. આરોગ્ય મંત્રીએ તબીબોને હડતાળ પર ન જવા અપીલ કરવા સાથે ટૂંક સમયમાં જ પ્રશ્નોના ઉકેલ માટે મૌખિક બાંહેધરી પણ આપી હતી,જો કે તબીબોએ પણ લેખિત બાંહેધરી ન મળે ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવા મન મક્કમ બનાવ્યું છે.હવે આવતીકાલની હડતાળ મુદ્દે સાંજે મળનારી બેઠકમાં નિર્ણય લેવાશે

29 નવેમ્બરથી હડતાળ પર ઉતરવાની  ચીમકી

શુક્રવારે ડોક્ટરોના અલગ-અલગ રાષ્ટ્રીય સંગઠનો દ્વારા હડતાલની જાહેરાત કરવામાં આવી છે, ત્યારબાદ સફદરજંગ હોસ્પિટલ, RML અને લેડી હાર્ડિંજ મેડિકલ કોલેજના રેસિડેન્ટ ડોક્ટરોએ 27 નવેમ્બરે OPDમાં દર્દીઓની સારવાર નહીં કરવાનો નિર્ણય લીધો છે.દિલ્હી ઉપરાંત કર્ણાટક, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં પણ રેસિડેન્ટ ડોક્ટરોની હડતાળને સમર્થન આપવામાં આવી રહ્યુ છે. અહેવાલો અનુસાર, આ રેસિડેન્ટ ડોક્ટરો દિલ્હી આવીને વિરોધ પ્રદર્શનમાં પણ ભાગ લેશે.

પડતર માંગને લઇ તબીબોનું વિરોધ પ્રદર્શન

ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા મેડિકલ એસોસિએશન (FEMA) ના પ્રમુખ ડો. રોહન કૃષ્ણને કહ્યું છે કે, NEET PGનું કાઉન્સેલિંગ અસ્થાયી રૂપે લંબાવવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારનો આ નિર્ણય તદ્દન ખોટો છે. દેશભરના યુવાન ડોકટરો પહેલેથી જ રાત-દિવસ ડ્યુટી આપી રહ્યા છે, જેના કારણે તેમના તબીબી શિક્ષણને પણ અસર થઈ છે. આવી સ્થિતિમાં કાઉન્સેલિંગને વધુ ચાર અઠવાડિયા લંબાવવાનો નિર્ણય ખોટો છે. જેને લઈને આ અંગે હાલ રાષ્ટ્રીય સ્તરે પણ વિરોધ શરૂ થયો છે. એસોસિએશનના પ્રમુખે કહ્યું કે, શનિવાર સાંજે પાંચ વાગ્યે દિલ્હીના જંતર-મંતર પર ડોક્ટરો વિરોધ પ્રદર્શન કરશે. સાથે જ તમામ હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટરોને ઓપીડી બંધ રાખવા પણ અપીલ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ફેડરેશન ઓફ રેસિડેન્ટ ડોક્ટર્સ એસોસિએશન (FORDA) એ પણ આ હડતાળને સમર્થન આપ્યું છે. હડતાળને કારણે શનિવારે દિલ્હી સહિત દેશભરની હોસ્પિટલોમાં OPD સેવાઓ પ્રભાવિત થશે.  

શું છે સમગ્ર મામલો ? 

NEET PG 2021 કાઉન્સેલિંગ કરવામાં વારંવાર થતા વિલંબને પગલે તમામ ડોક્ટરોના સંગઠનોએ હડતાળનું એલાન કર્યું છે. ડોક્ટરોનું સંગઠન NEET PG કાઉન્સેલિંગમાં થતા વિલંબનો વિરોધ કરી રહ્યું છે. ફેડરેશન ઓફ રેસિડેન્ટ ડોક્ટર્સ એસોસિએશન (FORDA) એ કહ્યું હતુ કે, અમે આ મામલે સુપ્રીમ કોર્ટના સકારાત્મક નિર્ણયની રાહ જોઈ રહ્યા છીએ, કેન્દ્ર સરકાર વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી છે. કેન્દ્રએ 25 નવેમ્બરે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે તેણે EWS કેટેગરી માટે 8 લાખ રૂપિયાની વાર્ષિક આવક મર્યાદા પર પુનર્વિચાર કરવાનો નિર્ણય લીધો છે. કેન્દ્રએ હાલમાં NEET કાઉન્સેલિંગ ચાર અઠવાડિયા માટે મુલતવી રાખ્યું છે.જેને પગલે રેસિડેન્ટ ડોક્ટરો આકરા મૂડમાં જોવા મળી રહ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ