બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / "He Goes For Walks": Lawyer Claims Life Threat To Karnataka Chief Justice

હિજાબ ચુકાદાના પડઘા / 'મોર્નિંગ વોક માટે તો જતા જ હશો',ચીફ જસ્ટિસને હત્યાની ધમકી મળતા ખળભળાટ, સરકારે આપી સુરક્ષા

Hiralal

Last Updated: 12:14 PM, 20 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

15 માર્ચે હિજાબ પર ચુકાદો આપનાર કર્ણાટક હાઈકોર્ટના ચીફ જસ્ટિસ રિતુ રાજ અવસ્થીને જાનથી મારી નાખવાની ધમકી મળી છે.

  • કર્ણાટકના ચીફ જસ્ટિસને જાનથી મારી નાખવાની ધમકી
  • 15 માર્ચે હિજાબ પર આપ્યો હતો ચુકાદો
  • ધમકી મળ્યા બાદ એક્શનમાં કેન્દ્ર સરકાર
  • ચીફ જસ્ટિસ સહિત 3 જજોને પૂરી પાડી વાય શ્રેણીની સુરક્ષા

કર્ણાટકમાં હિજાબ મુદ્દે ચુકાદો આપનાર ચીફ જસ્ટિસ સહિતના 3 જજને જાનથી મારી નાખવાની ધમકી મળતા ખળભળાટ મચ્યો છે. સોશિયલ મીડિયા પર કોઈકે વીડિયો પોસ્ટ કરીને જજની જાનથી મારી નાખવાની ધમકી આપી છે.

વકીલ ઉમાપતિનો વોટ્સએપ પર આવ્યો વીડિયો મેસેજ 

વકીલ ઉમાપતિએ એવો આરોપ લગાવ્યો કે વકીલ ઉમાપતિએ એવો આરોપ લગાવ્યો કે મને વોટ્સએપ પર એક વીડિયો મળ્યો મહતો જેમાં ચીફ જસ્ટિસ રિતુ રાજ અવસ્થીની હત્યાની ધમકી આપવામાં આવી હતી. તેમણે કહ્યું કે વીડિયો તમિલ ભાષામાં હતો. તેમણે કહ્યું કે કર્ણાટકના માનનીય ચીફ જસ્ટિસને એવું કહીને ધમકી આપવામાં આવી કે તેમને ખબર છે કે ચીફ જસ્ટિસ મોર્નિંગ વોક માટે ક્યાં જાય છે. આ ધમકીમાં ઝારખંડના જસ્ટિસની હત્યાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમણે એવું પણ કહ્યું કે વીડિયો જોઈને મને ભારે આઘાત લાગ્યો અને તાત્કાલિક હાઈકોર્ટના રજિસ્ટારનો સંપર્ક સાધ્યો હતો. ત્યાર બાદ અજાણ્યા આરોપીઓ સામે હત્યાની ધમકી આપવાનો ગુનો દાખલ કરાયો હતો. 

ધમકી બાદ ચીફ જસ્ટિસ સહિત 3 જજને મળી વાય શ્રેણીની સુરક્ષા
ચીફ જસ્ટિસ રિતુ રાજ અવસ્થી સહિત 3 જજને જાનથી મારી નાખવાની ધમકી મળ્યા બાદ કર્ણાટક સરકાર પણ ચિંતિત થઈ છે. સરકારે ત્રણેય જજોને તાત્કાલિક ધોરણે વાય કેટેગરીની સુરક્ષા પૂરી પાડવાનો ઓર્ડર આપી દીધો છે.મુખ્યમંત્રી બસવરાજ બોમ્બઈએ ચીફ જસ્ટિસને વાય કેટેગરીની સુરક્ષા પૂરી પાડવાનો આદેશ આપ્યો છે. 

15 માર્ચે હિજાબ વિરૃદ્ધ મોટો ચુકાદો આપ્યો હતો ચીફ જસ્ટિસે

કર્ણાટક હાઈકોર્ટના ચીફ જસ્ટિસ રિતુ રાજ અવસ્થીએ 15 માર્ચે હિજાબ વિરૃદ્ધ મોટો ચુકાદો આપ્યો હતો. તેમણે કહ્યું કે હિજાબ ધાર્મિક પ્રથાનો અનિવાર્ય હિસ્સો નથી તેથી તેને સ્કૂલો કે કોલેજોમાં પહેરવાની મંજૂરી ન આપી શકાય.કટ્ટરપંથીઓ કર્ણાટક હાઈકોર્ટનો આ ચુકાદો પસંદ આવ્યો લાગતો નથી તેથી તેમણે હવે ચીફ જસ્ટિસને સીધી ધમકી આપવા પર ઉતરી પડ્યાં છે. 

28 જુલાઈએ મોર્નિંગ વોક કરી રહેલા ઝારખંડના જજની પણ હત્યા કરી દેવાઈ હતી
ઉલ્લેખનીય છે કે ઝારખંડના ધનબાદમાં પણ 28 જુલાઈએ મોર્નિંગ વોકમાં નીકળેલા જજ ઉત્તમ આનંદને કોઈકે જાણીજોઈને ગાડી અથડાવી હતી જેમાં તેમનું મોત થયું હતું.હવે બીજા જજને આવી ધમકી મળતા ખળભળાટ મચ્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ