hathras suspected women said up police give evidence of naxal
નિવેદન /
હાથરસ કાંડ: સંદિગ્ધ મહિલાએ આપ્યું મોટું નિવેદન, મને નક્સલી કહેનારા પુરાવા રજૂ કરે
Team VTV03:44 PM, 10 Oct 20
| Updated: 10:25 PM, 10 Oct 20
ઉત્તર પ્રદેશના હાથરસમાં થયેલ કથિત ગેંગરેપ મામલામાં નક્સલ જોડાણ બાદ નક્સલ જોડાણ સામે આવ્યા બાદ હડકંપ મચી ગયો. જ્યાં એસઆઈટીની ટીમ મધ્યપ્રદેશના જબલપુરમાં રહેતી મહિલાની તપાસ કરી રહી છે.
ઉત્તર પ્રદેશના હાથરસમાં થયેલ કથિત ગેંગરેપ મામલો
નક્સલી જોડાણના આરોપવાળી મહિલાએ કર્યો ખુલાસો
પ્રોફેસર હોવાની મીડિયાને કરી વાત
આ દરમિયાન પ્રોફેસર ડો.રાજકુમારી બંસલે નક્સલવાદી હોવાના આરોપ અંગે મીડિયા સમક્ષ નિવેદન આપ્યું હતું. તેણે કહ્યું કે મારો કોઈ સંબંધ નથી, હું ફક્ત એક વિષય તરીકે હાથરસ ગેંગરેપ પીડિતના ઘરે ગઇ હતી.
SITની તપાસ પર સવાલ
ઉલ્લેખનીય છે કે, રાજકુમારી બંસલે જણાવ્યું કે, સારું લાગ્યું છે કે, અમારા સમાજની એક છોકરી આટલું દૂરથી આવી છે તેમણે કહ્યું કે, બેટા એક-બે દિવસ રોકાઇ જા, તો હું ત્યાં રોકાઇ. તેમણે કહ્યું કે, હું પીડિત પરિવારની આર્થિક મદદ કરવા ઇચ્છતી હતી અને આ અંગેની જાણ મારા પતિને કરી છે. SITની તપાસ પર સવાલ ઉભો કરતા મહિલાએ કહ્યું કે, પહેલા પુરાવાઓ રજૂ કરો. ફક્ત બોલવું અને આરોપ મુકવો ખૂબ જ સરળ છે.
પ્રોફેસર રાજકુમારી બંસલે કહ્યું હું દીકરી છું
વ્યવસાયે મેડિકલ કોલેજમાં પ્રોફેસર રાજકુમારી બંસલે જણાવ્યું હતું કે મને લાગ્યું કે મારા નંબરની સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે. મેં તરત જ સાયબર પોલીસને જાણ કરી. તે મારા માટે સન્માનની વાત છે. મને કેવી રીતે નક્સલવાદી કહેવામાં આવ્યું. તેમણે કહ્યું કે હું ફોરેન્સિક રિપોર્ટ જોવા ગઇ હતો, કારણ કે હું તે વિષયમાં નિષ્ણાંત છું. આરોપી મહિલાએ કહ્યું કે મેં ક્યારેય ભાભી તરીકે ઇન્ટરવ્યૂ નથી આપ્યો, મેં કહ્યું હતું કે હું એક દીકરી છું.
SITની તપાસમાં થયો ખુલાસો
આપને જણાવી દઇએ કે SITની તપાસમાં બહાર આવ્યું છે કે નક્સલી મહિલા 16 સપ્ટેમ્બરથી 22 સપ્ટેમ્બર દરમિયાન પીડિતાના ઘરે રહીને કાવતરું ઘડી રહી હતી. આ પહેલા શુક્રવારે પોલીસે કહ્યું હતું કે આ કેસ સંબંધિત ફંડિંગ કેસમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા (PFI)અને ભીમ આર્મીની લિંક્સ પણ મળી આવી છે.
હાથરસ ઘટનાની તપાસ કરી રહેલા એસઆઈટીના સૂત્રોએ જણાવ્યું છે કે નક્સલી મહિલાએ ઘૂંમટો તાણીને પોલીસ અને SIT સાથે વાત કરી હતી. તે જ સમયે, ઘટનાના 2 દિવસ પછી, શંકાસ્પદ મહિલા પીડિતના ગામમાં પહોંચી હતી. આરોપ છે કે તે પીડિતાના ઘરે રહીને પરિવારના સભ્યોને ભડકાવી રહી હતી. પીડિતાની ભાભી બની ચૂકેલી નક્સલવાદી કાર્યકર મહિલાની કોલ ડિટેલમાં અનેક ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે.